દાવોસ: છેલ્લા કેટલાક દિવસોથી યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર હુમલો કરવાની સતત ધમકી આપી રહ્યા છે. એવામાં ટ્રમ્પે જણાવ્યું કે યુએસ નેવીનો "આર્મડા" (યુદ્ધ જહાજોનો કાફલો) ઈરાન તરફ આગળ વધી રહ્યો છે.
ઈરાનમાં તેના સર્વોચ્ચ નેતા અલી ખામેની વિરુધ પ્રદ્રશાનો ફાટી નીકળ્યા છે. પ્રદર્શનો દરમિયાન ઈરાનના સશસ્ત્ર દળો દ્વારા નાગરિકોની હત્યા કરવામાં આવતા ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી હતી અને ઈરાન લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપી હતી.
ગત અઠવાડિયે યુએસ મીડિયાએ અહેવાલો આપ્યા હતાં કે દક્ષિણ ચીની સમુદ્રમાં તૈનાત એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન કેરિયર તેના સ્ટ્રાઈક ગ્રુપ સાથે મધ્ય પૂર્વ તરફ રવાના કરવામાં આવ્યું હતું.
ગયા અઠવાડિયે, વ્હાઇટ હાઉસે કહ્યું કે ઈરાન સરકારે પ્રદર્શનકારીઓની ફાંસીની સજા અટકાવી દીધી છે, ત્યાર બાદ ઈરાન પર યુએસના હુમલાની શક્યતા ઓછી થતી જણાતી હતી.
એવામાં ગુરુવારે જણાવ્યું હતું કે યુએસ નેવીના યુદ્ધ જહાજનો કાફલો ઈરાન તરફ આગળ વધી રહ્યો છે. સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં હાજરી આપ્યા બાદ યુએસ પાછા ફરતી વખતે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત દમિયાન ટ્રમ્પ, "અમે ઈરાન પર નજર રાખી રહ્યા છીએ. ઘણા બધા જહાજો ઈરાનની દિશામાં આગળ વધી રહ્યા છે, ઈરાન તરફ એક વિશાળ ફોર્સ જઈ રહી છે."
ટ્રમ્પે એમ પણ કહ્યું કે "હું નથી ઈચ્છતો કે કઈ થાય પણ અમે તેમના પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છીએ."
ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમની ધમકીને કારણે ઈરાન સરકારે 837 પ્રદર્શનકારીઓની ફાંસી અટકાવી દીધી છે. તેમણે એ પણ કહ્યું કે તેઓ ઈરાન સાથે ચર્ચા કરવા તૈયાર છે.
ઈરાનનું કટ્ટર દુશ્મન ઇઝરાયલ હાઈ એલર્ટ પર છે. ઇઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું છે કે સેના કોઈપણ જોખમનો સામનો કરવા માટે તૈયાર છે.