નવી દિલ્હી: સરકારની ટીકા કરનારાને પાકિસ્તાની અથવા એન્ટિ નેશનલ કહેવાનું યોગ્ય નથી, એમ એક કાર્યક્રમમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે નિવેદન આપીને ચર્ચાનો મુદ્દો બન્યો છે. તેમણે પંડિત જવાહરલાલ નહેરુની ટીકા કરવાના સવાલ મુદ્દે પણ રામ માધવે કહ્યું હતું કે નહેરુનો વિરોધ તો કોંગ્રેસના નેતાઓ પણ અંદરોઅંદર કરતા હતા, જે લોકો જાહેર જીવનમાં હોય છે તેમની તપાસ થવી જોઈએ.
છેલ્લા 100 વર્ષમાં સંઘને સફળતા મળી
મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગે રામ માધવે જણાવ્યું કે, "સંઘ જે વિચારને લઈને ચાલ્યો હતો. તેનું આજે દેશની રાષ્ટ્રીય વિચારધારાનું અંગ બનવું એ સંઘની સૌથી મોટી ઉપલબ્ધિ છે. આજે દેશની સાંસ્કૃતિક એકતા, દેશની મૌલિક જડો સાથેનું જોડાણ, કોઈ ખચકાટનો દૌર રહ્યો નથી. પરંતુ આજે સમાજના દરેક વર્ગમાં સંઘની સ્વીકાર્યતા વધી છે. મારુ માનવું છે કે, સંઘના આદર્શને સામાજિક અને રાજનૈતિક રીતે છેલ્લા 100 વર્ષમાં જે સફળતા મળી છે, તે તેની સૌથી મોટી ઉપલબ્ધી છે. "
દેશના ઇતિહાસ અંગે રામ માધવે જણાવ્યું કે, "સમાજમાં પોતાના ઇતિહાસને લઈને એક જાગરણ છે. પોતાના ઇતિહાસ પ્રત્યે ગર્વની ભાવના છે. અમારો જે હજારો વર્ષોનો ઇતિહાસ રહ્યો છે, તેને આપણે લગભગ ભૂલી ગયા હતા. પરંતુ આપણો દેશ ઘણો પ્રાચીન છે અને આપણો ઇતિહાસ ઘણો જૂનો છે. આપણે ઇતિહાસને લઈને પાછળ જઈ રહ્યા નથી. ઇતિહાસના મુદ્દે જ્યાં જરૂરી છે, ત્યાં અમે ચર્ચા કરીએ છીએ. પરંતુ તેની દિશા આગળની તરફ છે. ઇતિહાસનું ગૌરવ લો, વર્તમાનની પીડા રાખો અને ભવિષ્ય તરફ નજર રાખો. આ આરએસએસ છે. સમાજે પોતાનો ઇતિહાસ જાણવો જરૂરી છે."
નહેરૂની ટીકા કરવાવાળા અમે પહેલાં નથી
સત્તાપક્ષ અવારનવાર જવાહરલાલ નહેરૂની ટીકા કરે છે, મીડિયાના આ સવાલનો જવાબ આપતા રામ માધવે જણાવ્યું કે, "નેહરૂને લઈને કોઈ કશુ કહેતુ નથી. આ ખોટું છે. એ વાત સાચી છે કે, કોઈ મુદ્દે તેમની વાત થાય છે. નહેરૂની ટીકા કરવાવાળા શું અમે પહેલા લોકો છીએ. સોશ્યલિસ્ટ તેમનો ઘણો વિરોધ કરતા હતા. નહેરૂને કૉંગ્રેસમાં પણ વિરોધ સહન કરવો પડ્યો હતો. જ્યારે કોઈ નીતિ નક્કી કરે છે, તો તે નીતિનું વિવેચન થાય છે. ચર્ચા થાય છે. આકલન થાય છે. તેનો વિરોધ થાય છે. લોહિયા પોતે નહેરૂના સૌથી મોટા આલોચક હતા. તેમના જીવનકાળ દરમિયાન પણ વિરોધ થતો હતો. જો કોઈ વસ્તુઓ ખોટી છે, તો છે. ઇતિહાસમાં સૌની ચકાસણી થાય છે. અમે કઈ ટીકાનો સામનો નથી કર્યો. સૌથી વધારે ટીકાનો સામનો તો અમે કર્યો છે. 100 વર્ષમાં અમે ઘણી ટીકાનો સામનો કર્યો છે."
રામ માધવે આગળ જણાવ્યું કે, "સાર્વજનિક જીવનમાં ટીકા સામાન્ય છે. આપણે સામાજિક જીવનમાં છીએ, તેમાં દરેકની ચકાસણી થાય છે. કોઈ મહાપુરુષ છે, તો તેની ચકાસણી થતી નથી. તેઓ દેશના પહેલાં વડા પ્રધાન હોય છે, એવામાં તેઓની ચકાસણી થવાની જ છે. દરેકની યોગ્ય સમયે ચકાસણી થશે. નહેરૂ પર જ્યારે થાય છે, તો તે મુદ્દાઓ પર થાય છે."
આ સિવાય સરકાર સામે સવાલ કરનારને 'એન્ટિ નેશનલ' શબ્દથી સંબોધવા અંગેનો સવાલ પર રામ માધવે જણાવ્યું કે, "અમે આ પ્રકારની શબ્દાવલીનું ક્યારેય સમર્થન કરતાં નથી. કોઈ ફક્ત અમારા વિચારનું વિરોધી હોવાની તેને દેશદ્રોહી કહી દેવું યોગ્ય નથી. પરંતુ અમે જ તેના સૌથી મોટો ભુક્તભોગી રહ્યા છીએ."