પાટણઃ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેનું કામ પોલીસનું છે. પરંતુ કાયદાનું રક્ષણની જવાબદારી જેના પર હોય તે લોકો જ કાયદાનો ભંગ કરે તો? જી હા, પાટણ પોલીસે ખાખીને શર્મસાર કરે તેવું વર્તન કર્યું છે. જિલ્લા પોલીસને લાંછન લગાડતો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યો છે. પોલીસ કર્મચારી ખાખી વર્દીમાં જ દેશી દારૂ પીતા હોય તેવું જાણવા મળ્યું છે. શું આ વર્તન પોલીસને શોભે તેવું છે?
સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે
અત્રે નોંધનીય છે કે, પોલીસ યુનિફોર્મમાં જ પોલીસ કર્મચારીઓએ ખાખીને લજવી છે. આ ત્રણ પોલીસ કર્મચારીઓ પાટણ જિલ્લા પોલીસના હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસ યુનિફોર્મમાં ત્રણ પોલીસ કર્મચારી દેશી દારૂ પીતા હોવાનો વીડિઓ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિઓ પ્રમાણે પોલીસ કર્મીઓ સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે, તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થશે?
સાંતલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ અને હેડકોસ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે વરાણા મેળામાં બંદોબસ્તમાં હતા તે દરમિયાન હારીજ ખાતે દારૂની મહેફિલ માણી હોવાનું જાણવા મળ્યું છે. હવે આ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે? સૂત્રોના જણાવ્યાં પ્રમાણે દારૂની મહેફિલ માણતા 3 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.