Tue Jan 27 2026

Logo

White Logo

મંત્રાલયમાં હાઈ વોલ્ટેજ ડ્રામા મેયરપદની લોટરી મુદ્દે કિશોરી પેડણેકરનો બહિષ્કાર

5 days ago
Author: Kshitij Nayak
Video

મુંબઈ મેયરપદ મહિલા (જનરલ) કેટેગરી માટે અનામત રાખતા UBT લાલઘૂમ

મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રની મહાનગર પાલિકાના મેયરપદ માટે નિર્ધારિત લોટરી પ્રક્રિયા મારફત મુંબઈમાં મહિલા શ્રેણી હેઠળની મેયરપદની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંગે ઉદ્ધવ ઠાકરે (શિવસેના)નાં નેતા અને પૂર્વ મેયર કિશોરી પેડણેકરે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. મંત્રાલયમાં યુબીટીનાં નેતાએ જોરદાર વિરોધ કરીને પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો. 

મુંબઈ બીએમસી મેયરપદ માટે સામાન્ય કેટેગરીની મહિલા માટે અનામત રાખી છે ત્યારે મુંબઈમાં ઓપન કેટેગરીની મહિલા મેયર બનશે. જોકે, મેયરપદ માટે મહિલા (જનરલ) કેટેગરી નક્કી કરવા મુદ્દે કિશોરી પેડણેકરે વિરોધ નોંધાવતા કહ્યું હતું કે છેલ્લી બે વખત ઓપન કેટેગરીની નગરસેવક મેયર બન્યા હતા તો રોટેશન પદ્ધતિ અન્વયે ઓબીસી અથવા અન્ય વર્ગના મેયર કેમ બની બનતા નથી. શિવસેના-યુબીટી લોટરી પ્રક્રિયાનો જોરદાર વિરોધ નોંધાવે છે. હકીકતમાં આ બાબત ઓબીસી અને એસટી સમુદાયના લોકો માટે અન્યાયી હોવાનો દાવો કર્યો હતો.

 

મુંબઈમાં મેયર પદને લઈ ઉદ્ધવ ઠાકરે જૂથને અપેક્ષા હતી કે આ પદ અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત રહી શકે છે, પરંતુ આ પ્રક્રિયા તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. મહાનગર પાલિકામાં ત્રણ અથવા ઓછી બેઠક એસટી કેટેગરી માટે અનામત હોય છે, જ્યાં મેયરપદ એસટી માટે રિઝર્વ કરી શકાય નહીં.

227 સીટમાં ફક્ત બે સીટ એસટી રિઝર્વ હતી, ત્યારે મુંબઈમાં એસટી મેયર પણ બની શકતા નથી. લોટરી પછી હવે એ નક્કી થઈ ગયું છે કે ઓપન કેટેગરી મહિલા મેયર બનશે. યુબીટીના વિરોધ વચ્ચે પણ 28મી જાન્યુઆરીના મેયરપદની ચૂંટણીમાં નક્કર નિર્ણય આવી શકે છે. પંદરમી જાન્યુઆરીના પાલિકાની ચૂંટણીના પછીના પરિણામોએ મુંબઈના રાજકારણમાં ગરમાવો લાવ્યા છે, જેમાં સૌથી મોટા ચોંકાવનારા પરિણામો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વની શિવસેનાએ પ્રભુત્વ ગુમાવ્યું હતું. પરિણામમાં 89 બેઠક સાથે ભારતીય જનતા પાર્ટી મોખરે રહી હતી, જ્યારે એકનાથ શિંદેની શિવસેનાને 29 બેઠક મળી હતી.