નવી દિલ્હીઃ બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત 39000 થી વધારે પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. વર્ષ 2004-05ના વર્ષમાં આ મંજૂરી મળી હતી. આ યોજનામાં બોર્ડર સ્ટેટ અને કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. લોકસભામાં આ અંગે વિશેષ જાણકારી આપવામાં આવી હતી.
ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં રોડ ડેવલપમેન્ટ, બ્રિજ અને અંડરપાસનો સમાવેશ થાય છે. આ સાથે ડૉક્ટર્સ તથા પેરામેડિકલની સર્વિસને પણ આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ પર્સન માટે જરૂરી ક્વાર્ટર, આરોગ્ય કેન્દ્રમાં જરૂરી સીસીટીવી, હોસ્ટેલ, આંગણવાડી કેન્દ્રો અને ડૉરમેટરી જેવા પ્રોજેક્ટ છે. ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલી બોર્ડર વિસ્તારનો અહીં સમાવેશ કરાયો છે અને એ વિસ્તારની યોજના અંગે સંસદમાં જવાબ આપવામાં આવ્યો છે.
વિકાસ કરવા પાછળનો હેતુ
બોર્ડર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં એ ગ્રામ્ય વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે જે આંતરરાષ્ટ્રીય બોર્ડરથી 0થી 10 કિમીના વિસ્તારમાં હોય. આવું દેશના 16 રાજ્યમાં અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગૂ પડે છે. આવા પ્રોજેક્ટ અને યોજનાનો મુખ્યહેતુ આ વિસ્તારમાં રહેતા લોકોની વિશેષતમ જરૂરિયાતને પૂર્ણ કરવાનો છે.
આરોગ્ય, શિક્ષણ, રસ્તા, કૃષિ, સ્પોર્ટ્સ, પીવાના પાણીની યોજના અને સ્વચ્છતા, લઘુ ઉદ્યોગ વગેરે આંતરમાળખાકીય સગવડો છે. કેન્દ્ર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટી તંત્રના સમન્વયથી આ ચાલે છે. બોર્ડર ઓથોરિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આ કામ ચાલું છે. છેલ્લા ત્રણવર્ષથી આ યોજના ચાલું છે.
ત્રણ રાજ્યોમાં લાગૂ થઈ હતી યોજના
કેન્દ્ર એ 15 ફેબ્રુઆરી 2023થી ઉત્તરીય સીમાની આસપાસના ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના બ્લોકમાં વાયબ્રન્ટ વિજિલન્સ પ્રોગ્રામ મંજૂર કરવામાં આવ્યો છે. બોર્ડર વિસ્તાર પાસે આવેલા ગ્રામ્ય વિસ્તારને સરકાર ડેવલપ કરી રહી છે.
વર્ષ 2004-05માં 39248 યોજનાઓ મંજૂર કરવામાં આવી હતી, જેમાં જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આ યોજના લાગુ કરાઈ હતી. છેલ્લા ત્રણ વર્ષમાં 168.90 કરોડના પ્રોજેક્ટ થયા છે. સામાજિક જવાબદારીઓ અને ટાઉન ડેવલપમેન્ટ અંતર્ગત આ વિસ્તારનો વિકાસ કરવામાં આવ્યો છે. વાયબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ અંતર્ગત કેટલીક યોજનાઓને મંજૂરી અપાઈ છે.