મુંબઈઃ જન્માષ્ટમીનો તહેવાર આવતા જ દેશભરમાં ભક્તો ભગવાન કૃષ્ણની ભક્તિના રંગે રંગાઈ જાય છે, તેમાંય વળી જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં ભગવાન કૃષ્ણની ભક્તિમાં સંગીતનું વિશેષ મહત્વ છે. મંદિરોમાં સજાવટથી લઈને જીવંત દ્રશ્યો સુધી દરેક જગ્યાએ કૃષ્ણની બાળલીલાઓની ઝલક જોવા મળે છે. ક્યાંક દહીં-હાંડીની ધૂમધામ હોય છે, તો ક્યાંક આખીરાત ભજન-કીર્તન ચાલતા હોય છે, પણ આ બધાની વચ્ચે દેશમાં આજે પણ કૃષ્ણભક્તિ માટે સંત સૂરદાસના પદો આજે પણ લોકપ્રિય છે, જે પૈકી એક ભજન તો વૈષ્ણવો જ નહીં, દુનિયાભરના કૃષ્ણપ્રેમીઓમાં લોકપ્રિય બન્યું છે.
આ સમગ્ર માહોલમાં સંગીતની પોતાની એક અલગ જગ્યા છે. કૃષ્ણ ભક્તિથી જોડાયેલા અનેક ભજનો એવા છે, જેને સાંભળતા જ મનમાં બાલગોપાલની લીલાઓની તસ્વીર મનમાં ઉપસી આવે છે, એમાંથી જ એક પદને અનુપ જલોટાએ પોતાના અવાજથી ઘરે ઘરે પહોચાડ્યું છે એ ભજન જે જન્માષ્ટમીના દિવસે ખૂબ સંભળાય છે અને તે પદ છે 'મૈયા મોરી મેં નહીં માખન ખાયો.'
કાવ્યમાં જોવા છે નટખટ કનૈયાની 'બાળલીલા'
આ કાવ્યની પંક્તિઓ છે, 'મૈયા મોરી મેં નહીં માખન ખાયો' ભગવાન કૃષ્ણની બાળલીલા અને તેમની નટખટ અદાઓને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. આ પદના રચયિતા અને 16મી સદીના મહાન ભક્તકવિ સૂરદાસ માનવામાં આવે છે. પદમાં બાલકૃષ્ણ પોતાની માતા યશોદાની સામે નિર્દોષ હોવાના ભાવ દર્શાવે છે અને કહે કે મૈયા મેં માખણ નથી ખાધું. કૃષ્ણની બાળલીલાઓમાં માખણ ચોરીની આ વાર્તા લોકપ્રિય છે.
કૃષ્ણ પોતાના મિત્રો સાથે મળીને ઘરોથી માખણ ચોરતા અને પછી પકડ્યા જવા પર ભોળા બનીને ના પાડી દે છે. આ નિર્દોષ તોફાન આ પદને સુંદર બનાવે છે. સૂરદાસની રચનાઓની ખાસિયત એ છે કે તેમણે ભગવાન કૃષ્ણને ફક્ત આરાધ્યના રૂપમાં નહીં, પરંતુ એક નટખટ બાળકના રૂપમાં પણ પ્રસ્તુત કર્યું હતું, તેથી તેમના પદ આજે પણ ભક્તો વચ્ચે અત્યંત લોકપ્રિય છે.
અનુપ જલોટાના અવાજે ભજનને લગાવ્યા ચારચાંદ
ભજન સમ્રાટના નામથી પ્રખ્યાત અનુપ જલોટાએ આ પદને પોતાના મધુર અવાજમાં ગાઈને નવી ઓળખ આપી હતી. તેમના ગાયનમાં ભક્તિ સાથે કૃષ્ણના બાળપણના નટખટ અંદાજનો પણ અનુભવ થાય છે. 'મૈયા મોરી મેં નહીં માખન ખાયો' સાંભળતા જ એવું લાગે છે, જેમ યશોદાની સામે ઊભેલા નાનકડા કૃષ્ણ પોતાની સફાઈ આપી રહ્યા છે. આ ભાવ આ ભજનને અન્ય ભજનોથી અલગ બનાવી દે છે.
જન્માષ્ટમીના તહેવારમાં મંદિરો, ધાર્મિક આયોજનો અને ઘરોમાં કૃષ્ણ ભક્તિના ગીતો વચ્ચે આ ભજનની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. ખાસ કરીને બાલકૃષ્ણની જાખીઓ અને પૂજા દરમિયાન તેને સાંભળવામાં ભક્તોને ખૂબ પસંદ પડે છે.
સદીઓ પહેલા સૂરદાસે જે બાલકૃષ્ણની છબિઓને શબ્દોમાં ઉતાર્યું હતું, તેને અનુપ જલોટાના અવાજે સંગીતના માધ્યમથી નવી પેઢીઓ સુધી પહોંચાડ્યું છે. આ જ કારણે 'મૈયા મોરી મેં નહીં માખન ખાયો' આજે પણ જન્માષ્ટમીના સૌથી મનપસંદ કૃષ્ણ ભજનોમાં સામેલ છે.