Sat Aug 22 2026

Logo

'બ્રહ્માસ્ત્ર-2'માં આલિયાને મળશે વધારે સ્ક્રિન ટાઈમ, પણ બીજી કઈ એક્ટ્રેસને મળશે મોટી જગ્યા?

2026-08-21 22:45:56
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ વર્ષ 2026 આખુ બોલિવૂડની સિક્વલ ફિલ્મોથી તૈયાર છે. એકથી એક ચડિયાતી ફિલ્મો આવી રહી છે. આ યાદીમાં હવે 'બ્રહ્માસ્ત્ર-2' ફિલ્મનું નામ પણ ઉમેરાઈ ગયું છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી ફરીવાર સ્ક્રિન શૅર કરવા માટે તૈયાર છે.અપડેટ એ મળી રહી છે કે, હવે બીજાભાગમાં પણ આલિયા એક અલગ અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર હાલમાં કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર-2'ને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી.ફેન્સ પણ આ ફિલ્મની ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 

વધારે સ્ક્રિન ટાઈમ મળી રહેશે
રિપોર્ટમાંથી એ વાત જાણવા મળી છે કે, આલિયા એક્સેટેન્ડેડ અપીરિયન્સમાં જોવા મળશે. આનો અર્થ એ થયો કે, 'બ્રહ્માસ્ત્ર-2'માં આલિયાને પહેલી ફિલ્મ કરતા વધારે સ્ક્રિન ટાઈમ મળવાનો છે. બીજાભાગ માટે આલિયાનું નામ નક્કી મનાય રહ્યું છે. હજુ સુધી ફિલ્મ ઓનફ્લોર થઈ નથી પણ કેટલીક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સતત 25 દિવસ સુધી આલિયા આ ફિલ્મને લઈને શુટિંગ કરી શકે છે. આ ફિલ્મના શુટિંગ શેડ્યુલ 125 દિવસમાં પૂરા કરવાની મેકર્સની ગણતરી છે. ફિલ્મમાં આલિયાનું પાત્ર કેવું હશે અને ફિલ્મની થીમ શું હશે આ અંગે ખાસ કોઈ વિગત સામે આવી નથી.પાત્રને લઈને હજુ સુધી આલિયાએ પણ કોઈ વાત શૅર કરી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, બીજાભાગમાં રણબીર કપૂર સાથે દીપિકા જોવા મળશે અને સ્ટોરી એની આસપાસ જ ફરશે. મેકર્સ અમૃતાના પાત્રમાં દીપિકા સાથે વાતચીત કરી રહ્યા છે. દીપિકા આ અંગે ગ્રીન સિગ્નલ આપશે તો રણબીર કપૂર સાથે એની આ બીજી બિગ બજેટ ફિલ્મ બની જશે. 

ફાઈનલ સ્ક્રિપ્ટ બાકી
રણબીર કપૂર આ ફિલ્મમાં એકસાથે બે પાત્ર પ્લે કરી શકે છે. તૈયારીઓ આ અંગે શરૂ થઈ ગઈ છે. સ્ક્રિપ્ટમાં ફેરફાર કરીને ફાઈનલ સ્ક્રિપ્ટ બનાવવામાં આવી રહી છે. પણ રણબીર કપૂરે આ ફિલ્મને લઈ હજુ કોઈ વાત શૅર કરી નથી. અત્યારે તો 'રામાયણ' ફિલ્મને લઈને રણબીર કપૂર ચર્ચામાં છે. રામના પાત્રમાં એનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. જ્યારે આલિયાની વાત કરીએ તો આલિયા એ તાજેતરમાં જ 'આલ્ફા' નામની ફિલ્મ કરી હતી. જેમાં બોબી દેઓલ નેગેટિવ રોલમાં હતો અને અનિલ કપૂર રૉના એક ઉચ્ચ અધિકારી તરીકે જોવા મળ્યો. ફિલ્મને લઈને હાલમાં તો કોઈ એવી અપડેટ નથી પણ ચર્ચા બીજાભાગની આ જ મુદ્દાઓ પર થઈ રહી છે.