Mon Sep 07 2026

Logo

બીએમસીમાં ઉદ્ધવ સેનાને વધુ એક ફટકો પડશે: નગરસેવિકાનું પદ જોખમમાં

2026-08-21 22:32:38
Author: Sapna Desai
બીએમસીમાં ઉદ્ધવ સેનાને વધુ એક ફટકો પડશે: નગરસેવિકાનું પદ જોખમમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને વધુ એક ફટકો પડવાની શકયતા નિર્માણ થઈ છે. શિવસેના સિનિયર નગરસેવિકા, ભૂતપૂર્વ મેયર અને ભૂતપૂર્વ વિધાનસભ્ય વિશાખા રાઉતનું નગરસેવક પદ જોખમમાં આવી ગયું છે.પાલઘર જિલ્લા અધિકારીએ વિશાખા રાઉતનું કુણબીનું સર્ટિફિકેટ રદ કર્યું છે. તેથી તેમનું નગરસેવક પદ રદ થવાની શકયતા નિર્માણ થઈ છે. વિશાખા રાઉત પાસે પોતાની અપીલ માટે ત્રણ મહિનાની મુદત છે.

વિશાખા રાઉત વોર્ડ નંબર ૧૯૧માંથી નગરસેવિકા છે. પાલિકાની આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં તેઓએ શિંદે સેનાના સદા સરવણકરની પુત્રી પ્રિયા સદાસરવણકરને હરાવી હતી.વિશાખા રાઉતના જાતિના પ્રમાણપત્રનો વિષય પાલિકાની સામાન્ય સભામાં આવ્યો હોઈ તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવવાનો છે. વિશાખા રાઉતે જોકે તેમની ત્રીજી પેઢીથી જાતિનું પ્રમાણપત્ર હોવાનું કહ્યું હતું. તેમ જ પાલઘરના જિલ્લા અધિકારીના સંદર્ભમાં નિર્ણય લેવાનો અધિકાર કોઈને ન હોવાન ું પણ વિશાખા રાઉતે કહ્યું હતું. જો વિશાખા રાઉતનું નગરસેવક પદ રદ થાય છે તો બીજા નંબરે રહેલી પ્રિયા સરવણકરને બાકીના સમય માટે નગરસેવક પદ મળી શકે છે.