દાવોસ: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દાવોસ 2026માં જુદા જુદા વિષયો પર પેનલ ડિસ્કશન થયું છે. AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ના વૈશ્વિકસ્તરે થયેલા પ્રભાવ અંગેના પેનલ ડિસ્કશનમાં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF)ના ચીફનું પક્ષપાતી વલણ જોવા મળ્યું છે. IMF ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ભારતને સેકન્ડ-ટીયર AI પાવર ગણાવ્યું હતું, જેને લઈને કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જવાબ આપ્યો છે અને ભારતે AIના ક્ષેત્રે કેવી હરણફાળ ભરી છે, તેના પર પ્રકાશ પાડ્યો છે.
ભારત ક્લિયરલી ફર્સ્ટ ગૃપમાં છે
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF)ના ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ભારત અંગે મોટું નિવેદન આપ્યું છે. ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું છે કે, "અમેરિકા, ડેનમાર્ક અને સિંગાપુર દેના દેશ AIમાં ટોપ ગૃપમાં છે. ભારત બીજા ગૃપમાં એટલે કે સેકન્ડ-ટીયર AI પાવર છે. ભારતે IT ક્ષેત્રે લાંબાગાળાનું રોકાણ કર્યું છે, પરંતુ ભારત હજુ પણ AIમાં આગળ નથી." IMF ચીફની આ વાતનો ભારતના કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જવાબ આપ્યો છે.
અશ્વિની વૈષ્ણવે ક્રિસ્ટાલિના જ્યોર્જિવાને જવાબ આપતા જણાવ્યું કે મને ખબર નથી કે, IMFનો ક્રાઇટેરિયા શું છે. પરંતુ સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીએ AI પેનેટ્રેશન, AI પ્રિપેર્ડનેસ અને AI ટેલેન્ટમાં ભારતને વિશ્વમાં ત્રીજું સ્થાન આપ્યું છે. AI ટેલેન્ટમાં તો બીજું સ્થાન છે. તેથી તમારું સેકન્ડ-ટીયરનું ક્લાસિફિકેશન યોગ્ય નથી. ભારત ક્લિયરલી ફર્સ્ટ ગૃપમાં છે."
અશ્વિની વૈષ્ણવે આગળ જણાવ્યું કે, "રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટું મોડલ બનાવવાથી નથી આવતું. 95 ટકા કામ 20-50 અબજ પેરામીટરવાળા મોડલથી થઈ જાય છે. ભારત એવા ઘણા મોડલ બનાવી ચૂક્યું છે અને જુદા જુદા સેક્ટરમાં ડિપ્લોય કરી રહ્યું છે, જેનાથી પ્રોડક્ટિવિટી, એફિશિયન્સી અને ટેક્નોલોજીની વધુ સારો ઉપયોગ થઈ રહ્યો છે."