Wed Sep 09 2026

Logo

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

2026-08-01 08:20:00
Author: Vimal Prajapati
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

અમદાવાદઃ હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ, રાજકોટ, બોટાદ, આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પચંમહાલ, દાહોદ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે અને કાલે રાજ્યમાં સર્વત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અતિભારે વરસાદની આગાહીને લઈ રેડ એલર્ટ જાહેર

આજે દીવ, દમણ, અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સાથે ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારા, જામનગર, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની આદાહીને કારણે તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે. 

આ જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

આજે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષાને પણ ધ્યાને લેવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ, સુરત, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા, ભાવનગર અને અમરેલી જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. 

31 જુલાઈએ 255 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો 

ગુજરાતમાં ગઈકાલે પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો. સવારે છ વાગ્યાથી લઈને રાત્રના 10 વાગ્યાં સુધીમાં 255 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ સુરતના અંબિકા તાલુકામાં 20 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે અતિભારે વરસાદના કારણે નવસારી, અમરેલી, નવસારી, અમરેલી, મહીસાગર, સુરત, અમદાવાદ, વડોદરા, ભરૂચ, વલસાડ સહિતના જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત  થયું હતું.