અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી સિસ્ટમો એકસાથે સક્રિય થતાં ચોમાસું જોર પકડી રહ્યું છે. જેના કારણે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી દીધી છે. હવામાન વિભાગે જાહેર કરેલા નાઉકાસ્ટ મુજબ આગામી 3 કલાક રાજ્ય માટે ભારે છે. અમદાવાદ સહિત અનેક શહેર-જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ, આગામી 3 કલાક માટે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, દ્વારકા, જામનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, ભરૂચ, નર્મદા, તાપીમાં એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આ ઉપરાંત હવામાન વિભાગે આવતીકાલે સાંજે 5.30 સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરના જોખમની પણ આગાહી કરી છે. જે મુજબ ગુજરાતમાં અરવલ્લી, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, ખેડા, નવસારી, પંચમહાલ, સુરત, વડોદરા, દાદરા અને નગર હવેલી, દમણમાં ઓછાથી મધ્યમ સ્તરના ફ્લેશ ફ્લડના જોખમની આગાહી કરી છે.
છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 વાગે પૂરા થયેલા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ વરસ્યો છે. માંગરોળમાં 22.24 ઇંચ, માળીયા હાટીનામાં 14.09 ઇંચ, વઘઈમાં 13.43 ઇંચ, સુબીરમાં 13.23 ઇંચ, અંબિકામાં 13.19 ઇંચ, કેશોદમાં 12.8 ઇંચ, મેંદરડામાં 12.56 ઇંચ, ડોલવણમાં 11.65 ઇંચ, વાંસદામાં 9.8 ઇંચ, ચીખલીમાં 9.61 ઇંચ, વાલોદમાં 9.17 ઇંચ, ડાંગમાં 9.09 ઇંચ, પાટણ વેરાવળમાં 8.5 ઇંચ, ગણદેવીમાં 8.39 ઇંચ, વલસાડમાં 8.15 ઇંચ, વ્યારામાં 7.24 ઇંચ, ખેરગામમાં 6.61 ઇંચ, ધોરાજીમાં 5.94 ઇંચ, માંગરોળ(સુરત)માં 5.89 ઇંચ, મહુવા(સુરત)માં 5.79 ઇંચ, પાટણમાં 5.12 ઇંચ, માંડવીમાં 5 ઇંચ, સરસ્વતીમાં 4.96 ઇંચ, બારડોલીમાં 4.61 ઇંચ, કપરાડામાં 4.33 ઇંચ, નાનાપોંઢામાં 4.25 ઇંચ, સૂત્રાપાડામાં 4.25 ઇંચ, કડીમાં 4.17 ઇંચ, હાલોલમાં 4.06 ઇંચ, વંથલીમાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.98 ઇંચ, જોટાણામાં 3.9 ઇંચ, ધંધુકામાં 3.78 ઇંચ, કામરેજમાં 3.7 ઇંચ, પારડીમાં 3.7 ઇંચ, વાલિયામાં 3.5 ઇંચ, ઉમરપાડામાં 3.43 ઇંચ, પલસાણામાં 3.43 ઇંચ, કાલોલમાં 3.11 ઇંચ, વાપીમાં 3.11 ઇંચ, હાંસોટમાં 2.95 ઇંચ, નવસારીમાં 2.91 ઇંચ, જલાલપોરમાં 2.87 ઇંચ, સોનગઢમાં 2.87 ઇંચ,જેતપુરમાં 2.8 ઇંચ, અંકલેશ્વરમાં 2.72 ઇંચ, ઉપલેટામાં 2.64 ઇંચ, વિરપુરમાં 2.6 ઇંચ, ખાનપુરમાં 2.56 ઇંચ, નડીયાદમાં 2.52 ઇંચ વરસાદ વરસ્યો હતો.