Tue Jan 27 2026

Logo

White Logo

મથકો પાછળ સિંગતેલમાં વધુ રૂ. 20ની તેજી

4 days ago
Author: Ramesh Gohil
Video

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે સાધારણ પાંચ સેન્ટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 23 રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં ખાસ કરીને આયાતી તેલમાં સોયા રિફાઈન્ડમાં માગને ટેકે ભાવમાં 10 કિલોદીઠ રૂ. 10નો સુધારો આવ્યો હતો, જ્યારે અન્યમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે, આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં સ્થાનિક, દેશાવરો અને સ્ટોકિસ્ટોની માગને ટેકે તેલિયા ટીનના ભાવમાં 15 કિલોદીઠ રૂ. 60 અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 10 વધી આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિકમાં પણ સિંગતેલમાં 10 કિલોદીઠ રૂ. 20ની તેજી આવી હતી. તેમ જ મથકો પાછળ કપાસિયા રિફાઈન્ડમાં રૂ. 10નો સુધારો સરસવમાં રૂ. 10નો ઘટાડો આવ્યો હતો. 

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1285, સોયા રિફાઈન્ડના રૂ. 1355 અને સન રિફાઈન્ડના રૂ. 1640, ગોકુલ એગ્રોના આરબીડી પામોલિનના ફેબ્રુઆરી ડિલિવરી શરતે રૂ. 1280 અને સોયા રિફાઈન્ડના રૂ. 1350, જી-વનના આરબીડી પામાલિિનના રૂ. 1285 અને સોયા રિફાઈન્ડના રૂ. 1361, ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના રૂ. 1310, પતંજલિ ફૂડ્સના માર્ચ ડિલિવરી શરતે આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1300 અને રૂ. 1370 અને રિલાયન્સ ક્નઝયુમરના માર્ચ ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડ અને સન રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1380 અને રૂ. 1620 ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ છૂટાછવાયા વેપારો પણ ગોઠવાયાના અહેવાલ હતા. 

ગુજરાતમાં આજે મગફળીની ગોંડલ મથકે 17,000 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર મણદીઠ રૂ. 1400થી 1550માં અને રાજકોટ મથકે 45,000 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1400થી 1535માં થયા હતા,  જ્યારે આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 60 વધીને રૂ. 2620માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 10 વધીને રૂ. 1650માં થયા હતા. તેમ જ આજે મધ્ય પ્રદેશનાં મથકો પર 75,000 ગૂણી સોયાસીડની આવક થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

હાજરમાં આજે વિવિધ દેશી-આયાતી તેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1300, સોયા રિફાઈન્ડના રૂ. 1380, સન રિફાઈન્ડના રૂ. 1620, સિંગતેલના રૂ. 1680, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1360 અને સરસવના રૂ. 1520ના મથાળે રહ્યાં હતાં.