Sat Aug 15 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:5 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-05 07:36:20
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-05 22:00:28

સંસદના ચોમાસું સત્રમાં ચર્ચા વિના પસાર થયા 5 બિલ

સંસદનું ચોમાસું સત્રમાં વિપક્ષના સતત હંગામાને કાર્યવાહી ખોરવાઈ રહી છે. જેમાં 20 જુલાઈના રોજ ચોમાસુ સત્ર શરૂ થયા બાદ  લોકસભામાં એક પણ 'પ્રશ્નકાળ' પૂર્ણ થયો નથી. જોકે, આ દરમિયાન પાંચ બિલ કોઈપણ ચર્ચા વિના પસાર થઈ ગયા છે.

2026-08-05 21:17:12

ઝારખંડમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 43 લાખ મતદારોના નામ દૂર કરાયા

ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચૂંટણી પંચે બુધવારે ઝારખંડમાં SIR માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. જેમાં  43 લાખથી વધુ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે.

2026-08-05 20:16:50

સપકાળના ફોટા પર શાહી ફેંકી વિરોધ નોંધાવ્યો

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારને 'ગૂંગી ગુડિયા' કહ્યા બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. સપકાળના વિરોધમાં મુંબઈના કોલાબામાં એનસીપી કાર્યકરોએ સપકાળના ફોટા પર શાહી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો.

#Mumbai : NCP workers staged a protest near the Maharashtra Congress office over remarks against Deputy Chief Minister Sunetra Pawar, demanding an apology from Maharashtra Congress chief Harshvardhan Sapkal.#Mumbai #Maharashtra #NCP #SunetraPawar #BreakingNews pic.twitter.com/oMFM9ktPHJ

— Chetna Raja (@ChetnaRaja) August 5, 2026
2026-08-05 20:03:48

શેખ હસીના ભાવુક થયા, કહ્યું આ એ બાંગ્લાદેશ નથી જેની માટે લોકોએ બલિદાન આપ્યા

બાંગ્લાદેશ છોડીને ભારતમાં આશરો લઇ રહેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પ્રથમ વાર મીડિયા સમક્ષ આવ્યા હતા. તેમણે આ દરમિયાન ભાવુક થઇને પરિવારના સભ્યોને યાદ કર્યા હતા. તેમજ કહ્યું હતું કે આ એ બાંગ્લાદેશ નથી કે જેની માટે લાખો લોકોએ બલિદાન આપ્યા હતા.

2026-08-05 19:25:54

પાકિસ્તાનના દુષ્પ્રચાર પર વિદેશ મંત્રાલય સખ્ત, કહ્યું આ દેશનો આંતરિક મામલો

કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ  કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબૂદ કરવામાં આવી હતી. જેના વિરોધમાં પાકિસ્તાન દ્વારા આ દિવસે શોષણ દિવસ(યુમ-એ-ઇસ્તેહસલ) મનાવવામાં આવે છે. ત્યારે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આ પગલાંને નકારી કાઢ્યું છે. તેમજ કહ્યું છે કે આ ભારતનો આંતરિક મામલો છે તેમાં કોઇની દખલગીરી સહન કરવામાં નહિ આવે.

2026-08-05 18:04:42

માર્ક ઝુકરબર્ગે આખરે માફી માંગી

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ડીપફેક અને બાળકોના યૌનશોષણ સંબંધિત સામગ્રી માટે ભારત સરકારની માફી માગી છે. આ મુદ્દે કંપનીએ જવાબદારી પણ સ્વીકારી છે. ડીપફેક કન્ટેન્ટ અને પ્લેટફોર્મના સંચાલનમાં થયેલી ભૂલ મુદ્દે કેન્દ્ર સરકારની માફી માંગી છે.

2026-08-05 17:58:47

ટ્રમ્પે સૈનિકોના 50થી વધુ માતા-પિતા અને જીવનસાથીઓની અટકાયત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઈમિગ્રેશન નીતિઓ પર કડક વલણ અપનાવતા અમેરિકી સેનામાં કાર્યરત ડઝનેક સૈનિકોના માતા-પિતા અને જીવનસાથીઓની અટકાયત કરી છે. દેશવ્યાપી ડિપોર્ટેશન (દેશનિકાલ) અભિયાન હેઠળ સૈન્ય પરિવારોને દાયકાઓથી મળતી વિશેષ ઈમિગ્રેશન સુરક્ષા રદ કરવામાં આવી રહી છે.

2026-08-05 17:37:28

આર્ટીકલ 370 દૂર કર્યાને સાત વર્ષ પૂર્ણ, પીએમ મોદીએ  કહ્યું જમ્મુ કાશ્મીરમાં  વિકાસની નવી શરૂઆત

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કર્યાને સાત વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે પીએમ મોદીએ કહ્યું છે કે 5 ઓગસ્ટ 2019થી જમ્મુ કાશ્મીર અને લદાખમાં વિકાસની નવી શરૂઆત થઇ છે.

2026-08-05 17:00:32

ઉદયનિધિ સ્ટાલિને કહ્યું  મારી ધરપકડ આંતકવાદી સ્ટાઈલમાં કરાઈ

તમિલનાડુમાં ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ બાદ તેમની પ્રથમ પ્રતિક્રિયા આવી છે.જેમાં ઉદયનિધિ સ્ટાલિને જણાવ્યું હતું કે, મને 3000 પોલીસ સાથે આંતકવાદીની જેમ ચેન્નાઇથી તંજાવુર લાવવામાં આવ્યો હતો.

2026-08-05 16:43:48

દુબઈમાં 20 મિનિટમાં સાત ધમાકા

દુબઈના જેબેલ અલી ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એક સાથે વિસ્ફોટ થવાને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં આસમાનમાં વિસ્ફોટ પછી થયેલા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, જ્યાં 20 મિનિટમાં સાત વિસ્ફોટ થયા હતા.

2026-08-05 15:58:04

સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગેરહાજરીથી વિપક્ષના પ્રહાર

દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે વિપક્ષ સતત સરકાર પાસે જવાબ માંગી રહી છે. તેમજ આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગેરહાજરીને લઇને વિપક્ષ પ્રહાર કરી રહ્યું છે. જેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ સબંધિત મુદ્દાઓ પર જવાબ આપવાથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બચી રહ્યા છે.

2026-08-05 15:29:31

અમેરિકા માટે ઇરાન બન્યું પડકાર, અમેરિકન સૈન્યની તાકત અડધી થઇ હોવાના અહેવાલ

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધના લીધે ઇરાન અમેરિકા માટે મોટો પડકાર બન્યું છે. જેમાં મળતી માહિતી મુજબ આ યુદ્ધમાં અમેરિકાની સૈન્ય તાકત અડધી થઇ છે. જેમાં અમેરિકા પાસે લાંબી દૂરી સુધી માર કરતી મિસાઇલની સંખ્યા ઘટી છે.

2026-08-05 11:10:48

2 કલાકમાં 20 તાલુકામાં ઝરમર વરસાદ

રાજ્યમાં સવારે 8 થી 10ના બે કલાકના સમયગાળામાં 20 તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. સુરતના મહુવામાં સૌથી વધુ 0.47 ઇંચ વરસાદ પડ્યો હતો. તાપીમાં 0.24 ઇંચ, ગરબાડામાં 0.20 ઇંચ, મોરવા (હડફ)માં 0.16 ઇંચ વરસાદ નોંધાયો હતો.

2026-08-05 10:30:46

લોન મોંઘી નહીં થાય

RBI લોન ધારકોને વધુ એક વખત મોટી રાહત આપી છે. પોલિસી રેપો રેટ 5.25% પર યથાવત રાખતાં લોન મોંઘી કે સસ્તી નહીં થાય. આરબીઆઈએ અંતિમ વખત ડિસેમ્બર 2025માં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો.

2026-08-05 07:36:42

60 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ

રાજ્યમાં હાલ ચોમાસું ધીમું પડ્યું છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 62 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. 60 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.