Sun Sep 06 2026

Logo

સન્ની દેઓલની ‘બંટવારા 1947’નું બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ, પ્રથમ દિવસે જ કરોડોની કમાણી....

2026-08-15 11:15:00
Author: Vimal Prajapati
સન્ની દેઓલની ‘બંટવારા 1947’નું બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ, પ્રથમ દિવસે જ કરોડોની કમાણી....

મુંબઈઃ બોલિવુડના દિગ્ગજ અભિનેતા સન્ની દેઓલની ફિલ્મ ‘બંટવારા 1947’ (Batwara 1947) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કર્યું છે. દર્શકો અને ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, અને પ્રથમ દિવસે જ સન્ની દેઓલના દમદાર પ્રદર્શન સાથે ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા છે.  

પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું થયું?

ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરી લીધી છે. ભારતમાં નેટ કમાણી રૂપિયા 5.75 કરોડને પાર પહોંચી ગઈ છે.  ભારતમાં ગ્રોસ કમાણીની વાત કરવામાં આવે તો,  રૂપિયા 6.84 કરોડનો વેપાર કરી લીધો છે. જ્યારે  વર્લ્ડવાઇડ ગ્રોસ કમાણીનો આંકડો 8.34 કરોડ રૂપિયાને પાર પહોચી ગયો છે.  કુલ શોની વાત કરવામાં આવે તો, ભારતમાં 8,721 શો ચાલ્યાં છે. જેમાં હિંદી ઓક્યુપેન્સી 15.0% રહી છે. 

પહેલા વીકેન્ડમાં આ કમાણીનો આંકડો બમણો થશે!

શાનદાર ઓપનિંગ ડે કલેક્શન બાદ હવે ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે પહેલા વીકેન્ડમાં આ કમાણીનો આંકડો બેગણો કે તેનાથી પણ વધુ વધી શકે છે. ફિલ્મમાં સન્ની દેઓલની સાથે બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રીતિ મુખ્ય ભૂમિકામાં નજરે પડી રહી છે. આ સિવાય ફિલ્મમાં કરણ દેઓલ, કનિકા કપૂર અને શબાના આઝમી જેવા અનુભવી કલાકારોએ પણ મહત્વપૂર્ણ રોલ ભજવ્યા છે. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે સન્ની દેઓલ અને તેમના પુત્ર કરણ દેઓલ પહેલીવાર મોટા પડદા પર એકસાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. ટ્રેલર બાદ હવે પૂરી ફિલ્મમાં તમામ કલાકારોની એક્ટિંગની સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ રહી છે.