Tue Aug 18 2026

Logo

કોમલ રાની સાથે ગોવિંદા દેખાતા સુનિતાનો ગુસ્સો સાતમા આસમાને, કહ્યું દીકરી જેવડી છોકરી જોડે...

2026-08-14 20:02:15
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવુડના ડાન્સિગ સ્ટાર ગોવિંદા અને પત્ની સુનિતા વચ્ચેના ડખા અવારનવાર સ્ક્રિન સુધી પહોંચ્યા છે. પોતાના બેબાક અંદાજથી અને આખાબોલા સ્વભાવથી જાણીતી સુનિતા આહુજાએ હવે પોતાના જ પતિ પર ભડાશ કાઢી છે. આવું પહેલીવાર થયું નથી, બન્ને વચ્ચેની ખટાશથી અનેકવાર કપલ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. ગોવિંદા તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર એક્ટ્રેસ કોમલ રાની સાથે જોવા મળ્યો હતો.આ પછી એની પત્ની સુનિતાએ પ્રતિક્રિયા આપી છે. સુનિતાએ તરત જ ટોણો મારતા કહ્યું કે, વિનાશકાળે આની વિપરિત બુદ્ધિ છે. આ પછી હવે તેને જે વાત કરી એનાથી તે ફરીવાર ચર્ચામાં છે. 

સુનિતાનો પતિને ટોણો
મુંબઈ એરપોર્ટ પર કોમલ રાની અને ગોવિંદાએ સ્માઈલિંગ પોઝ આપ્યા હતા.ગોવિંદા એ જ કોમલને સોલો પોઝ આપવા માટે સજેશન આપ્યું અને તેને આગળ કરી દીધી હતી. આ પછી તેઓ મુંબઈ એરપોર્ટની અંદર ચાલ્યા ગયા હતા. આ વિડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી શૅર થયો હતો. આ પછી ફરીવાર લગ્નજીવન અંગે જોરશોરથી ચર્ચા શરૂ થઈ ગઈ હતી.ગોવિંદા અને રાનીનો વિડિયો સામે આવ્યા પછી પાપારાઝીઓએ સુનિતા આહુજાને પણ તેના વિશે પૂછપરછ કરી.

ખાસ કરીને, તેમણે ગોવિંદા અને રાનીની આગામી ફિલ્મ 'રૂપા'ના પ્રમોશન અંગે તેમની પ્રતિક્રિયા માંગી. સુનિતાએ ખૂબ જ સ્પષ્ટ રીતે જવાબ આપ્યો, કહ્યું કે ફિલ્મ ખરેખર પહેલા બનાવવાની જરૂર છે. પ્રમોશન ફિલ્મ પૂર્ણ થયા પછી જ થાય છે. તે તેની પુત્રીની ઉંમરની છોકરી સાથે ફરે છે. તેને શરમ આવવી જોઈએ.જો તેના "શુગર ડેડી" આટલા પૈસાદાર છે, તો તેણે ઓછામાં ઓછા સારા કપડાં પહેરવા જોઈએ. ગોવિંદા પોતાનું દિમાગ ખરાબ કરી ચૂક્યો છે. એનું દિમાગ ખરાબ થઈ ગયું છે. સુનિતાના આ નિવેદનથી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. 

ગોવિંદાએ કોઈ ચર્ચા કરી નથી
આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવે તે પહેલાં જ, ગોવિંદાએ સુનિતાના કથિત અફેર અંગેના દાવાઓનો ઉલ્લેખ કરી દીધો હતો. તેને પ્રેમથી ઠપકો આપે છે,  તે બદલામાં તેની વાત પ્રેમથી સ્વીકારે છે. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે, તેમના સંબંધો વિશે ચાલી રહેલી અટકળો છતાં, ગોવિંદા સુનિતાની ટિપ્પણીઓને ફક્ત મજાક તરીકે જુએ છે.હવે ખરેખર મજાક છે કે, સુનિતા સિરિયસ છે એ અંગે ખાસ કોઈ સ્પષ્ટતા થઈ નથી. ગોવિંદાના અફેરની વાત સુનિતા પહેલા પણ કરી ચૂકી છે. જ્યારે ગોવિંદાએ ક્યારેય પોતાની રિલેશનશિપને લઈને ખુલ્લીને ચર્ચા કરી નથી. હવે વાવડ એવા છે કે,કોમલ અને ગોવિંદાની નવી ફિલ્મ આવી રહી છે. આ માટે તેઓ શુટિંગ માટે ભેગા થયા છે.