Sat Aug 22 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:13 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-13 08:29:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-13 22:12:32

પશ્ચિમ બંગાળમાં આરજી કર  કેસમાં પૂર્વ ધારાસભ્ય નિર્મલ ઘોષની ધરપકડ

પશ્ચિમ બંગાળમાં હાઇપ્રોફાઇલ આરજી કર ટ્રેઇની ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. કોલકાતા પોલીસે તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય નિર્મલ ઘોષની ધરપકડ કરી છે. તેમના પર પુરાવાનો નાશ કરવાના ઇરાદાથી પીડિતાના ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરવાનો આરોપ છે.

2026-08-13 21:28:50

ચમોલીમાં ટનલ ધસી પડીઃ 13 શ્રમિકનું કરાયું રેસ્ક્યૂ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આજે મોડી સાંજે એક મોટી દુર્ઘટના બની હતી. વિષ્ણુગઢ-પીપલકોટી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે નિર્માણાધીન ટનલની અંદર અચાનક ભૂસ્ખલન થયું હતું, જેમાં અઢારથી વધુ કામદારો ફસાયા હતા, જ્યારે 13 જણનું રેસ્ક્યૂ કરાયું.

The accident has occurred at the Tail Race Tunnel (TRT) site of THDC’s 444 MW Vishnugad-Pipalkoti Hydroelectric Project on the Alaknanda River in Chamoli district of Uttarakhand. The tunnel construction work at the site is being carried out by HCC. #chamoli #Tunnel pic.twitter.com/uVGn11TfEs

— Chetna Raja (@ChetnaRaja) August 13, 2026
2026-08-13 19:59:58

પશ્ચિમ બંગાળ સરકારે અનંત મહારાજ પાસેથી 'બંગ બિભૂષણ' એવોર્ડ પરત ખેંચ્યો

પશ્ચિમ બંગાળ સરકારે નેતાની સુભાષચંદ્ર બોઝ અંગે વાંધાજનક ટિપ્પણી બાદ
ભાજપના રાજ્યસભા સાંસદ અનંત મહારાજ ઉર્ફે નાગેન્દ્ર રોય પાસેથી 'બંગ બિભૂષણ' એવોર્ડ પાછો ખેંચી લીધો છે.

2026-08-13 19:04:28

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને આરએસએસ પર નિશાન  સાધ્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી અને આરએસએસ પર પ્રહાર કર્યા છે. તેમણે સરકાર પર લોકોનો અવાજ દબાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જીએસટી, નોટબંધી અને ચીન સાથેના સરહદ વિવાદ પર પણ સરકાર પર નિશાન સાધ્યું હતું.

2026-08-13 16:49:53

રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આવકથી વધારે સંપત્તિના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.આ કેસમાં કોર્ટે ઇડીને રાહુલ ગાંધી વિરુદ્ધના આરોપના તપાસના આદેશ આપ્યા હતા.

2026-08-13 15:57:53

પંજાબના પૂર્વ સીએમ પર નાંદેડમાં હુમલો

મહારાષ્ટ્રના નાંદેડમાં પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન અને શિરોમણી અકાલી દળ (SAD)ના નેતા સુખબીર સિંહ બાદલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘાયલ થયા પછી નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

2026-08-13 15:57:23

સંસદના ચોમાસા સત્રમાં 12 બિલ પાસ, રાજ્યસભામાં 39 ટકા કામગીરી થઇ

સંસદના ચોમાસા સત્રનું આજે સમાપન થયું છે.જેની બાદ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.તેમણે જણાવ્યું હતું કે આ દરમિયાન 12 બિલ પસાર કરવામાં આવ્યા છે. તેમજ રાજ્યસભામાં 39 ટકા જેટલી કામગીરી થઇ છે.

2026-08-13 15:15:19

વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓને રાહત, બેટરી કાર રૂટ ફરીથી ખોલાયો

જમ્મુ કાશ્મીરના કટરામાં હવમાનમાં સુધારો થયા બાદ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ  દ્વારા  શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહત્વપૂર્ણ બેટરી કાર રૂટ ફરીથી ખોલી દીધો છે. જેના લીધે શ્રદ્ધાળુઓ રાહત અનુભવી છે.

2026-08-13 13:12:03

હોબાળા અને વિપક્ષના વિરોધ બાદ સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ

નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસુ સત્ર હોબાળા અને વિરોધ બાદ આજે પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન સદનમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સતત ટકરાવ થયો. સત્ર દરમિયાન અનેક બિલ પાસ પણ કરવામાં આવ્યાં પરંતુ નીટ પેપર લીક, વિદ્યાર્થીઓનું આંદોલન અને વિદેશી રકમ અંગે સદનમાં સતત હોબાલો ચાલ્યો હતો. આજે આ છેલ્લા દિવસે વંદે માતરમ સાથે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

2026-08-13 12:53:42

બાંગ્લાદેશ સામે ઑસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 198 રનમાં ઓલઆઉટ, હસનની 6 વિકેટ

ઑસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઑસ્ટ્રેલિયાની ટીમ 53 ઑવરમાં 198 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. સ્ટીવ સ્મિથે સર્વાધિક 71 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના બોલર હસન મહમુદે ઘાતક બોલિંગ કરતાં 55 રનમાં 6 વિકેટ ઝડપી હતી.

2026-08-13 12:23:27

નવસારીના ખેરગામમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ

રાજ્યમાં સવારે 10 થી બપોરના 12 કલાકના સમયગાળામાં 50 તાલુકામાં વરસાદ પડ્યો હતો. નવસારીના ખેરગામમાં બે કલાકમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. 49 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.

2026-08-13 12:05:06

લોકસભા અનિશ્ચિત કાળ સુધી સ્થગિત

લોકસભાને હોબાળા વચ્ચે અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી હતી.  અમિત શાહ ગૃહમાં આવતા વિપક્ષે હોબાળો કર્યો હતો. જે બાદ સત્તા પક્ષના સાંસદો દ્વારા હોબાળો કરવામાં આવતાં અમિત શાહે ઈશારો કરીને શાંત રહેવા જણાવ્યું હતું. થોડીવાર બાદ પીએમ મોદી આવ્યા હતા. વડા પ્રધાન મોદી આવતાં જ વંદે માતરમ્ બાદ લોકસભા અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરાઈ હતી.

2026-08-13 08:30:49

24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખેડબ્રહ્મામાં સૌથી વધુ 3.27 ઇંચ વરસાદ નોંધાયો હતો. વડગામમાં 3.11 ઇંચ, સાબરકાંઠામાં 2.87 ઇંચ વરસાદ પડ્યો હતો. 133 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.