દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ફરી વરસાદઃ ભારતના 5/118, કટ-ઑફ ટાઇમ જાહેર
ભારત-વેસ્ટ ઇન્ડિઝની નિર્ણાયક ટી-20માં મેઘરાજા ફરી નડ્યા છે. નવ-નવ ઓવરની મૅચ કરાઈ હતી અને ભારતે 7.4 ઓવરમાં પાંચ વિકેટે 118 રન બનાવ્યા, પણ હવે જો રમત 10.21 વાગ્યાના કટ-ઑફ ટાઇમની અંદર ફરી શરૂ થશે તો જ પાંચ-પાંચ ઓવર રાખી શકાશે. એ જોતાં ભારતનો દાવ પૂરો થઈ ગયો છે અને પાંચ ઓવરની ગણતરી કરીએ તો કૅરિબિયનોને પાંચ ઓવરમાં 84 રન બનાવવાનો લક્ષ્યાંક મળ્યો કહેવાય. નમન ધીર 24 રને અણનમ રહ્યો હતો.
અભિષેક, કિશન, સૅમસન મર્યાદિત ફટકાબાજી બાદ આઉટ
ભારતે નવ-નવ ઓવરવાળી નિર્ણાયક ટી-20માં બૅટિંગ મળ્યા બાદ અભિષેક એક છગ્ગાની મદદથી છ રન બનાવીને પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો ત્યાર બાદ ઇશાન કિશને (30 રન, 10 બૉલ, બે છગ્ગા, ત્રણ ચોગ્ગા)એ થોડા ધમાકા કર્યા હતા, પણ તેણે ત્રીજી ઓવરમાં વિકેટ ગુમાવી દીધી હતી. કિશન ક્રીઝમાં હતો ત્યારે સૅમસનને ફક્ત બે બૉલ રમવા મળ્યા હતા, પણ કિશનના ગયા પછી સૅમસને સાત બૉલમાં એક છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 16 રન બનાવ્યા હતા અને એ જ સ્કોર પર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. શ્રેયસ અને તિલકની જોડીમાં ઓછી આક્રમકતા જોવા મળી હતી અને પાંચમી ઓવરને અંતે ભારતનો સ્કોર 3/73 હતો.

શાઇ હોપ ટૉસ જીત્યોઃ ભારતની પ્રથમ બૅટિંગ, ભુવીનું કમબૅક
વેસ્ટ ઇન્ડિઝના કૅપ્ટન શાઇ હોપે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. ભારતને પ્રથમ બૅટિંગ મળી છે અને ભારતીય ટીમમાં ફરી એક વાર વૈભવ સૂર્યવંશી નહીં જોવા મળે. કુલદીપ યાદવ પણ ટીમમાં નથી, જ્યારે ખભાની ઈજામાંથી સ્વસ્થ થઈ રહેલો અર્શદીપ સિંહ ટીમમાં છે. મુખ્ય વાત એ છે કે ભુવનેશ્વર કુમાર ચાર વર્ષે ટીમમાં કમબૅક કર્યું છે. ટીમમાં ચાર પેસ બોલર છે. પાવરપ્લે 2.4 ઓવર સુધી રહેશે. ભારતીય ટીમઃ શ્રેયસ (કૅપ્ટન), અભિષેક, સૅમસન (વિકેટકીપર), કિશન, તિલક, શિવમ, અક્ષર, નમન, ભુવનેશ્વર, અર્શદીપ અને પ્રિન્સ યાદવ.

ચામિન્ડા વાસ બની ગયો દિલ્હી કૅપિટલ્સનો ફાસ્ટ બોલિંગ કોચ
શ્રીલંકાના પેસ-લેજન્ડ ચામિન્ડા વાસને આઇપીએલના દિલ્હી કૅપિટલ્સ ટીમના ફ્રૅન્ચાઇઝીએ ફાસ્ટ બોલિંગ કોચ તરીકેનો નિયુક્ત કર્યો છે. સૌરવ ગાંગુલી આ ટીમનો હેડ-કોચ છે, જ્યારે યુવરાજ સિંહને બૅટિંગ-કોચ તથા સહાયક કોચ તરીકેની જવાબદારી સોંપાઈ છે. ચામિન્ડા વાસે ટેસ્ટમાં 355 વિકેટ અને વન-ડે કરીઅરમાં 400 વિકેટ લીધી હતી.

મેઘરાજા પરેશાન કરે છે, ક્રિકેટરો ગરમાગરમ ચાની મોજ માણે છે!
બેંગ્લૂરુમાં ભારત-વેસ્ટ ઇન્ડિઝની નિર્ણાયક ટી-20ને ટાણે વરસાદ ચાલુ રહ્યો હોવાથી તેમ જ મેદાન અને પિચ જરા પણ રમવાલાયક ન હોવાથી હજી સુધી આ મૅચ રમાવાની સંભાવના ઓછી જણાય છે. બન્ને ટીમના કોઈક ખેલાડીઓ ડ્રેસિંગ-રૂમમાં બેસીને અને કોઈક પ્લેયર બાલ્કનીમાં ઊભા રહીને ચાની મોજ માણી રહ્યા હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. રાત્રે 9.41 વાગ્યા સુધીમાં રમત શરૂ થશે તો બની શકે કે પાંચ-પાંચ ઓવર રમાશે.
જાણી લો, ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે કેટલા વાગ્યા સુધીમાં પાંચ-પાંચ ઓવરની મૅચ રમી શકાશે?
બેંગ્લૂરુમાં વરસાદને કારણે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની નિર્ણાયક ટી-20નો આરંભ ખોરવાઈ ગયો છે અને સાંજે 7.00 વાગ્યે એવું નક્કી થયું હતું કે જો 7.00 વાગ્યા સુધીમાં રમત શરૂ નહીં થઈ શકે તો ઓવર ઘટવાની શરૂઆત થઈ જશે અને મોડામાં મોડું રાત્રે 9.41 વાગ્યે પણ આરંભ કરવાનો નિર્ણય લેવાશે તો પાંચ-પાંચ ઓવર શક્ય બનશે.

બેંગ્લૂરુમાં વરસાદ, ભારત-વેસ્ટ ઇન્ડિઝ ટી-20નો ટૉસ વિલંબમાં
બેંગ્લૂરુમાં શુક્રવારે વરસાદ હતો અને આજે પણ પડી રહ્યો છે જેને લીધે 2-2ની બરાબરી પછીની ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની નિર્ણાયક ટી-20 મૅચનો ટૉસ વિલંબમાં મુકાયો છે. પ્રેક્ષકો વૈભવ સૂર્યવંશીની આતશબાજી જોવાની આશા સાથે આવ્યા છે. વૈભવને આ મૅચમાં પણ નહીં રમવા મળે તો પ્રેક્ષકો અને કરોડો ટીવી-દર્શકો જરૂર નિરાશ થશે, પરંતુ ભુવનેશ્વર કુમારે ચાર વર્ષ પછીના કમબૅક માટે પાક્કી તૈયારી કરી લીધી છે.

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવ્યો 5.8ની તીવ્રતાનો ભૂકંપ...
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આજે ભૂકંપ આવ્યો છે. આજે સવારે લગભગ 10:00 વાગ્યાની આસપાસ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં, ખુઝદાર શહેરથી પશ્ચિમ-વાયવ્ય દિશામાં આશરે 40 કિલોમીટર દૂર 5.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ ભૂકંપ ખૂબ જ ઓછી ઊંડાઈએ માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. સમાન તીવ્રતા ધરાવતા ઊંડા ભૂકંપોની સરખામણીમાં, ઓછી ઊંડાઈએ આવતા ભૂકંપો પૃથ્વીની સપાટી પર વધુ જોરદાર આંચકા પેદા કરે છે.
નોઇડામાં એક પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ મોત
નવી દિલ્હીઃ ગ્રેટર નોઇડામાં એક જ પરિવારના પાંચ લોકોનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક જ પરિવારના માતા-પિતા સહિત ત્રણ બાળકોનું મોત થયું છે. આ સમગ્ર ઘટના ગ્રેટર નોઇડામાં આવેલા રબૂપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. પાંચ લોકોના અચાકન મોત થઈ જતા અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એક જ પરિવારના પાંચ લોકોનું મોત થયાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ પ્રમાણે આ પરિવારે છેલ્લે મેગી ખાધી હતી.
ભરૂચમાં વાગરા GIDCમાં ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ, પાંચના મોત
ભરૂચઃ ભરૂચ જિલ્લામાં આવેલા વાગરા જીઆઈડીસામાં આવેલા એક ફાર્મા કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્મા કેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં મોટી રાત્રે 15,000 લિટરની ક્ષમતા વાળા રિએક્ટરમાં ભયાનક બ્લાસ્ટ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પ્રચંડ બ્લાસ્ટામાં પાંચ શ્રમિકોના મોત થયા છે. આ સાથે 6 લોકોની ઘાયલ થયા છે, જેમની હાલત અત્યારે ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં ભરતી, ચેસ્ટ ઇન્ફેક્શનની ફરિયાદ
ન્યુ દિલ્લી :બીજેપી (BJP) ના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ આડવાણીને છાતીમાં ઇન્ફેક્શન (ચેસ્ટ ઇન્ફેક્શન) ની ફરિયાદ બાદ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 98 વર્ષીય આડવાણીને શુક્રવારે સાંજે લગભગ 7:30 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. પલ્મોનરી વિભાગમાં તેમની સારવાર ચાલી રહી છે. માહિતી મુજબ, છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ પછી વરિષ્ઠ નેતા આડવાણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. હોસ્પિટલના પલ્મોનરી વિભાગમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.
હિમાચલ પ્રદેશમાં આવ્યો 4.1ની તીવ્રતાનો ભૂકંપ
શિમલાઃ હિમાચલ પ્રદેશમાં આજે વહેલી સવારે ધરતી ધ્રુજી છે. આજે વહેલી સવારે 04:37 વાગ્યે 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સવારે લોકો ઊંઘમાં હતા ત્યારે ભૂકંપના આંચકા આવ્યા હતા. જો કે, ભૂકંપના કારણે કોઈ જાનમાલને નુકસાન થયું હોય તેવા સમાચાર મળ્યાં નથી. ભૂકંપ કેન્દ્ર શિમલામાં નોંધાયું હતું. જેની ઊંડાઈ 10 કિમી નોંધાઈ! આ ભૂકંપની સૌથી વધારે અસર શિમલા અને સોલનના વિસ્તારમાં રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
દિલ્હી પોલીસે અભિજીત દીપકેની એક નવા કેસમાં ધરપક કરી
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ દ્વારા નેહા બોહરા અને અભિજીત દીપકેને અટકાયતી કલમો હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસ (DP) એક્ટની કલમ 65 હેઠળ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ નેહા બોહરાને છોડી મુકવામાં આવી છે. CJPના સ્થાપક અભિજીત દીપકેની શાંતિ ભંગ કરવાના કથિત આરોપસર એક નવા કેસમાં ધરપકડ કરવામાં આવી છે, જેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 126/170 લાગુ કરવામાં આવી છે. તેને આજે નવી દિલ્હીમાં સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ, SEM કોર્ટ નક્કી કરશે કે તેમને જેલમાં મોકલવો કે જામીન પર મુક્ત કરવો!