Sun Aug 16 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:12 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-12 08:01:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-12 12:27:22

રાજ્યમાં 6 કલાકમાં 83 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારે 6 થી બપોરના 12 સુધીમાં 83 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. છ કલાકમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. વઘાઈમાં 1.22 ઇંચ અને સુબીરમાં 1.10 ઇંચ વરસાદ વરસ્યો હતો. 80 તાલુકામાં એક ઇંચ સુધીનો હળવો વરસાદ નોંધાયો હતો.

2026-08-12 11:00:35

કોલકાતા-ચેન્નઈ ઈન્ડિગો ફ્લાઈટનું એન્જિન હવામાં ફેલ

કોલકાતાથી ચેન્નઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું ડાબું એન્જિન લેન્ડિંગના થોડા સમય પહેલાં જ ફેલ થઈ ગયું હતું. આ ઘટના બાદ ચેન્નઈ એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. પાયલોટની સમયસૂચકતાથી વિમાનનું  સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, જેનાથી વિમાનમાં સવાર તમામ 224 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. થોડીવાર માટે પેસેન્જર્સના જીવ તાળવે ચોંટી ગયા હતા.

2026-08-12 10:12:29

અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગના 32 મા મેળે ક્રેનમાં લટકી યુવકે જીવન ટૂંકાવ્યું

અમદાવાદના એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે નિર્માણાધીન બિલ્ડિંગમાં 32મા માળે ક્રેનમાં લટકીને યુવકે ફાંસો ખાધો છે. મોડી રાતથી સવાર સુધી મૃતદેહ લટકેલી હાલતમાં હતો.

2026-08-12 08:38:47

સવારના બે કલાકમાં 48 તાલુકામાં વરસાદ

આજે સવારે 6 થી 8 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. નર્મદાના ડેડિયાપાડામાં સૌથી વધુ 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો. સાગબારામાં 0.59 ઇંચ , કુકરમુંડામાં 0.51 ઇંચ, ઉકાઈમાં 0.51 ઇંચ વરસાદ નોંધાયો હતો.

2026-08-12 08:22:07

રાજ્યમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ પડ્યો છે. પંચમહાલના શહેરામાં સૌથી વધુ 5.43 ઇંચ વરસાદ નોંધાયો હતો. મહીસાગરના કોઠંબામાં 5.24 ઇંચ, તાપીના નિઝારમાં 3.29 ઇંચ વરસાદ નોંધાયો હતો.

2026-08-12 08:21:27

ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

અમદાવાદઃ ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન દ્વારા ક્રૂડ ઓઇળ ચોરી ટોળકીને ઝડપી પાડી છે. ​HPCL પાઇપલાઇનમાં પંચર પાડી ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગ રાજસ્થાનથી ક્રૂડ ઓઇલ ચોરી કરતી અને તેનું અમદાવાદ-રાજકોટ હાઇવે પર વેચાણ કરતી હતી. આ ક્રૂડ ઓઇલ ચોરીના આ નેટવર્કમાં સામેલ ​કુલ 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.