Tue Sep 08 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 06 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-09-06 07:25:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 06 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-09-06 22:31:02

નેપાળમાં ભારે વરસાદ બાદ બિહારની નદીઓમાં પૂરની સ્થિતી, વહીવટીતંત્ર એલર્ટ

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને સતત વરસાદ વચ્ચે તેની અસર ભારતના બિહાર સુધી પહોંચી છે. જેમાં બિહારની નદીઓમાં પાણીનું જળસ્તર વધી રહ્યું છે.  બાણસાગર ડેમ અને ઇન્દ્રપુરી બેરેજમાંથી પાણી છોડયા બાદ સોન નદીને લઈને વહીવટીતંત્ર એલર્ટ પર છે. તેમજ  નદી કિનારે રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

2026-09-06 21:01:41

પીએમ જન ધન યોજનાના બેંક એકાઉન્ટના ચોંકાવનારા આંકડા પ્રકાશમાં આવ્યા

પીએમ જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટના  આરટીઆઇમાં ચોંકાવનારા આંકડા પ્રકાશમાં આવ્યા છે. જેમાં ચારમાંથી એક ખાતું નિષ્ક્રિય  છે. તેમજ 5.72 કરોડ જન ધન ખાતાઓમાં શૂન્ય બેલેન્સ છે.

2026-09-06 20:14:18

પૂર પછી નેપાળમાં ભૂકંપ

નેપાળમાં આવેલા વિનાશક પૂરના દસ દિવસ પછી આજે ભૂકંપનો હળવો આંચકો લોકોએ અનુભવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા 3.8 રિક્ટર સ્કેલ હતી. આ અગાઉ 27મી ઓગસ્ટના ધરતીકંપ આવ્યો હતો.

2026-09-06 20:04:22

હોર્મુઝ ખાડીમાં ઈરાનનો હુમલો

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના નૌકાદળે હોર્મુઝ સામુદ્રધુનીમાં અમેરિકા સાથે સંબંધ ધરાવતા ત્રણ ઓઇલ ટેન્કરો અને અન્ય ત્રણ જહાજો પર આક્રમક હુમલો કર્યો છે. ઈરાની સરકારી મીડિયા અનુસાર શનિવારે અમેરિકી સેના (CENTCOM) દ્વારા ઈરાનના ત્રણ તેલ ટેન્કરો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

2026-09-06 19:44:35

સિદ્ધારમૈયાએ દેશમાં અનામતની મર્યાદા 75 ટકા કરવાની માંગ કરી

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અનામતમાં સુધારાના વિવાદ વચ્ચે નવો સૂર વ્યક્ત કર્યો છે. તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી લાગુ કરવા અને  દલિતો, પછાત સમુદાયો અને લઘુમતીઓ માટે અનામત 75 ટકા સુધી વધારવાની માંગ કરી છે. હાલ દેશમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અનામત મર્યાદા 51 ટકા સુધી મર્યાદિત છે.

2026-09-06 19:31:36

સિક્કિમ મહાનંદા એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી

બિહારના આરા જંક્શન રેલવે સ્ટેશન પર આજે વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી. દિલ્હી જઈ રહેલી સિક્કિમ મહાનંદા એક્સપ્રેસ ટ્રેન જેવી આરા જંક્શનથી રવાના થઈ, તેના બે ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા.

2026-09-06 18:44:50

પીએમ મોદીની વડોદરા મુલાકાત પૂર્વે અનેક પ્રિ- ઇવેન્ટનું આયોજન, જેન-ઝી સાથે પણ સંવાદ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરના રોજ એક દિવસ ગુજરાતની મુલાકાતે વડોદરા આવવાના છે. જેના પગલે વડોદરામાં પ્રિ- ઇવેન્ટ પણ આયોજિત કરવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી જેન-ઝી સંવાદ પણ કરવાના છે.

2026-09-06 18:23:48

ચાંદખેડામાં લોકગાયિકા કિંજલ રબારીનું ધોળા દિવસે અપહરણ

અમદાવાદના ચાંદખેડા પરિસરમાંથી આજે લોકગાયિકા કિંજલ રબારીનું ધોળા દિવસે અપહરણ થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કિંજલ રબારીના લગ્ન ૨૦ દિવસ પહેલા જ થયા હતા અને તે તેના પતિ સાથે મોલમાં ફિલ્મ જોવા ગઈ હતી. જેવા તેઓ મોલમાંથી નીકળ્યા તેવા અજાણ્યા શખ્સો કળા રંગની ગાડીમાં આવી તેમને ઉપાડી ગયા હોવાની માહિતી તેમના પતિએ પોલીસ ફરિયાદમાં આપી હતી.

2026-09-06 17:33:35

પીએમ મોદીના નારાજ ફુફા વાળા નિવેદન પર વિપક્ષનો આકરો પ્રહાર

પીએમ મોદીના નારાજ ફુફા અને દિમાગી નકલસી વાળા નિવેદન પર વિપક્ષએ આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમણે રાજકીય હુમલો કરવા માટે એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે. તેમજ દર વર્ષ તે વિપક્ષને એક નવું વિશેષણ આપી દે છે.

2026-09-06 17:24:11

નેપાળ પૂરઃ મૃત્યુઆંક 1,300ને પાર

નેપાળના વિનાશક પૂરને લગભગ બે અઠવાડિયા પૂરા થયા પછી પણ હજુ બચાવ અને રાહત કામગીરી ચાલુ છે, ત્યારે આ કુદરતી પ્રકોપમાં માર્યા જનારાની સંખ્યા 1,300ને પાર થઈ છે, જ્યારે હજુ પણ 5,000થી વધુ લોકો લાપતા હોવાનું જણાવ્યું હતું.

2026-09-06 16:22:45

ચેન્નાઈમાં ટીવીકે  કાર્યકરની રોડ પર જાહેરમાં જ હત્યા, છ લોકોએ કર્યો હુમલો

તમિલનાડુના ચેન્નાઈમાં હાલમાં જ સત્તાધારી પક્ષ ટીવીકેમાં હાલમાં જ જોડાયેલો વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ ચેન્નાઈના વાન્નંદુરાઈ વિસ્તારમાં વ્યકિત કન્નન પર છ વ્યક્તિઓના ટોળાએ હુમલો કર્યો હતો.

2026-09-06 16:01:52

ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટતા હવાઈ સેવા પ્રભાવિત

ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા પછી ભયાનક વિસ્ફોટ થયો હતો. એના પછી જાકાર્તાના સોએકાર્નો-હત્તા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત અનેક એરપોર્ટને સુરક્ષાના કારણસર બંધ કરવામાં આવ્યા છે, જ્યારે વિસ્ફોટને કારણે સેંકડો ફ્લાઈટ્સસેવા પર ગંભીર અસર પડી છે.

2026-09-06 15:22:26

વિશ્વના નવા નકશા અંગે ભારતનો વિરોધ, કહ્યું જમ્મુ કાશ્મીર અને  લદ્દાખ મુદ્દે સમજૂતી નહિ

સંયુકત રાષ્ટ્રમાં રજૂ કરવામાં આવેલા દુનિયા નકશામાં ભારતના સ્થાન મુદ્દે વિદેશ મંત્રાલયે આકરું વલણ અપનાવ્યું  છે. તેમજ કહ્યું છે કે જમ્મુ કાશ્મીર અને  લદ્દાખને  ભારતના નકશા અનુસાર દર્શાવવા જોઈએ. અમારી સરહદો અટલ છે  તેની સાથે કોઇ સમજૂતી કરવામાં નહિ આવે.

2026-09-06 14:50:52

દિલ્હીમાં મોટી દુર્ઘટનાઃ ત્રણ માળની ઈમારત ધરાશાયી

દક્ષિણ દિલ્હીની સત્ય નિકેતન વિસ્તારમાં અચાનક એક બિલ્ડિંગ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ઘટી છે. ભારે વરસાદ વચ્ચે તૂટી પડેલા બિલ્ડિંગમાં અનેક લોકોમાં ફસાયા હોવાની શંકા.

2026-09-06 11:02:38

પાટણ-રાધનપુર હાઈવે પર અકસ્માત, કચ્છના 3 વ્યક્તિઓનું મોત

પાટણના રાધનપુર હાઈવે નજીક ગમખ્વાર અકસ્માત થતા કચ્છના ત્રણ પ્રવાસીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. રાજસ્થાનના ખાટુશ્યામ મંદિરે દર્શન કરીને પરત ફરતા સમયે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. હાઈવે પર પાર્ક થયલા ટ્રકની પાછળ કાર ઘુસી ગઈ હતી. કારની આગળના ભાગનો કુડચો બોલી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

2026-09-06 10:34:08

વર્ગ-2 માટે GPSC ની પરીક્ષા શરૂ, 25 કેન્દ્રો પર કડક બંદોબસ્ત

અમદાવાદ શહેરના 25 પરીક્ષા કેન્દ્રો પર આજે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વહીવટી અધિકારી વર્ગ-2 ની ભરતી પરીક્ષા યોજાઈ છે. એમ. જી. સાયન્સ કોલેજ સહિતના જુદા-જુદા પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોને ચકાસણી કર્યા બાદ ક્લાસરૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પરીક્ષા અંતર્ગત આજે કોમર્શિયલ વિષયનું બીજું પેપર લેવામાં આવી રહ્યું છે, જ્યારે જનરલ નોલેજનું પ્રથમ પેપર 8 ઓગસ્ટે યોજાયું હતું.

2026-09-06 08:24:32

ગુજરાત યુનિવર્સિટીમાં મોપ-અપ રાઉન્ડ શરૂ

ગુજરાત યુનિવર્સિટીમાં ખાલી પડેલી બેઠકને ભરવા માટે ખાસ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે.  ખાલી બેઠકો માટે 7થી 11 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 
ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદી જુદી કૉલેજમાં પડેલી ખાલી બેઠકને ભરવા માટે  મોપ-અપ રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રક્રિયા માટેનું નવું એડમિશન પોર્ટલ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે.જે 11 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે જેમાં વિદ્યાર્થીઓ  ઓનલાઇન અરજી કરી શકશે. સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) બંને કેટેગરીના પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને આ રાઉન્ડ દ્વારા પ્રવેશ મેળવવાની વધુ એક નવી તક મળશે.

2026-09-06 07:31:41

રશિયામાં પરી યુક્રેનનો હુમલો, 1 નું મોત

રશિયાના બેલગોરોદમાં યુક્રેનનો ડ્રોન હુમલો કરવામાં આવ્યો જેમાં 1 નાગરિકનું મોત થયું છે, રશિયન સેનાનો વળતો પ્રહાર કરીને આ હુમલાનો જવાબ આપી દીધો છે. રશિયાના સીમાવર્તી શહેર બેલગોરોદ પર યુક્રેન દ્વારા હુમલો કરાયો હતો. સરહદ પારથી સીધા નાગરિક જે વિસ્તારમાં રહે છે એને ટાર્ગેટ કરાયા હતા.  આ હુમલા બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાના જવાબમાં રશિયન સેનાએ પણ ત્વરિત કાર્યવાહી કરી વળતી એર ડિફેન્સ અને સૈન્ય કામગીરી હાથ ધરી હતી. આ વળતા પ્રહાર અને સતત વધી રહેલા ડ્રોન હુમલાના કારણે બંને દેશો વચ્ચે સરહદી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.