દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
દિલ્હીના મંત્રી પ્રવેશ વર્મા દ્વારા યુવકને થપ્પડ મારવાની ઘટનાની પોલીસે તપાસ શરુ કરી
દિલ્હીમાં રેખા ગુપ્તા સરકારમાં લોક નિર્માણ મંત્રી પ્રવેશ વર્મા દ્વારા એક યુવકને થપ્પડ મારવાની ઘટના અંગે દિલ્હી પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે તેમને ઈજા પહોંચાડવાના આરોપસર નોન-કોગ્નીઝેબલ ગુનો દાખલ કર્યો છે. તેમજ પોલીસ આ ઘટનાની તપાસ કરશે.
અલ્લુ અર્જુનના ભાઈ અલ્લુ સિરીશે હનુમાન મંદિરમાં લાઉડ સ્પીકર મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો, ફરિયાદ નોંધાવી
સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર અલ્લુ અર્જુનના ભાઈ અને અભિનેતા અલ્લુ સિરીશ હાલ અલગ જ મુદ્દે ચર્ચામાં છે.તેમણે હૈદરાબાદના એક હનુમાન મંદિરમાં મોડી રાત સુધી વાગતા જોરદાર ડીજે સંગીતથી પરેશાન થઈને તેમણે પોલીસમાં સીધી ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી. જેમાં કેટલાક લોકોએ તેમની ફરિયાદ પર સવાલ ઉઠાવ્યા હતા પરંતુ હવે સિરીશે સ્પષ્ટ કર્યું છે કે તેમને ધર્મ કે ભક્તિ સામે કોઈ વાંધો નથી. પરંતુ મોડી રાતના ઘોંઘાટનો વિરોધ કરે છે.
એશિયન ગેમ્સઃ ભાલાફેંકમાં ભારતને 2 મેડલ મળ્યા
એશિયન ગેમ્સ 2026માં પુરુષોની ભાલાફેંક (Javelin Throw) સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી દેશનું નામ રોશન કર્યું છે. યશવીર સિંહે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે રોહિત યાદવે ઉત્કૃષ્ટ રમત બતાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. શ્રીલંકાના રૂમેશ પાથિરાગેએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ટ્રક ડ્રાઈવરની પુત્રી વિથ્યા રામરાજે એશિયન ગેમ્સમાં ભારતને મેડલ અપાવ્યો
તમિલનાડુની એથ્લેટ વિથ્યા રામરાજે 2026ની એશિયન ગેમ્સમાં 400 મીટર હર્ડલ્સ માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. વિથ્યાએ 54.75 સેકન્ડમાં આ દોડ પૂર્ણ કરી હતી. વિથ્યાનો જન્મ ખૂબ જ સામાન્ય પરિવારમાં થયો હતો.તેમના પિતા ટ્રક ડ્રાઈવર છે. વિથ્યાને એક એથ્લેટ બનાવવાનો નિર્ણય તેમની માતાનો હતો.
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના હિસ્સાને સમુદાય દ્વારા દૂર કરવાની તજવીજ, સ્થિતી નિયંત્રણમાં
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શાહી મસ્જિદના હિસ્સાને દૂર કરવા અંગે ઈન્દોર હાઇકોર્ટે મંજૂરી આપી છે. જેની બાદ આ સ્થળ પરથી દબાણ દૂર કરવા દરમિયાન ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જોકે, તેની બાદ પોલીસે સમગ્ર સ્થિતી પર નિયંત્રણ મેળવ્યું છે. તેમજ તેની બાદ કલેકટરે જણાવ્યું હતું કે મસ્જિદના હિસ્સાને સમુદાય દ્વારા દૂર કરવામાં આવી રહ્યો છે.
ચૂંટણી પંચની સ્પષ્ટતા અંગે ચિરાગ પાસવાને સંતોષ વ્યક્ત કર્યો, પ્રિયંકા ગાંધીને જીત અંગે સવાલ પૂછ્યા
દેશમાં કેન્દ્રીય ચૂંટણી પંચ પર કરવામાં આવેલા આક્ષેપો વચ્ચે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે. જે અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે સ્પષ્ટતા પણ કરી છે. જેની બાદ કેન્દ્રીય મંત્રી અને એલજીપી નેતા ચિરાગ પાસવાને ચૂંટણી પંચની સ્પષ્ટતા પર સંતોષ વ્યક્ત કર્યો છે. તેમજ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને પ્રિયંકા ગાંધીને પૂછ્યું છે કે તેવો ચૂંટણી કેવી રીતે જીત્યા.
કેદારનાથમાં ભારે વરસાદ વચ્ચે ગુજરાતી શ્રદ્ધાળુઓનું જૂથ ફસાયુ, ગુજરાત સરકારને મદદ માટે અપીલ
ઉત્તરાખંડમાં સતત પડી રહેલા વરસાદના લીધે ચારધામ યાત્રા સ્થગિત કરવા આવી છે. જ્યારે કેદારનાથ ધામમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે.આ દરમિયાન ગુજરાતના સુરતના શ્રદ્ધાળુઓનું એક ગ્રુપ તેમાં ફસાયુ છે. ખરાબ હવામાનના લીધે આ લોકો ફસાયા હોવાની માહિતી સાંપડી છે. તેમજ આ યાત્રીઓ તેમને રેસ્ક્યુ કરવા ગુજરાત સરકારની મદદ માંગી છે.
સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવી પડશે
રાજ્યની ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ ખેરાલુ નગરપાલિકાની 1 બેઠક, છોટાઉદેપુર નગરપાલિકાની 1 બેઠક, બાયડ નગરપાલિકાની 1 બેઠક, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 1 બેઠક, પડધરી તાલુકા પંચાયતની 1 બેઠક, સતલાસણા તાલુકા પંચાયતની 1 બેઠક, હારીજ તાલુકા પંચાયતની 1 બેઠક મળી પ્રસંગોપાત ખાલી પડેલ કુલ- 7 બેઠકોની પેટા ચૂંટણી તા. 11 ઓક્ટોબર, 2026ના રવિવારના રોજ સવારના 7 વાગ્યાથી સાંજના 06 વાગ્યા સુધી યોજાશે. આ માટે શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવી પડશે.
આજે શરૂ થનારી ત્રણ દિવસની બેંક હડતાળ ટળી
આજથી બેંક કર્મચારીઓ ત્રણ દિવસ સુધી હડતાળ પર ઉતરવાના હતા. બેંકોમાં 5 દિવસ કામકાજની માંગણી સાથે ત્રણ દિવસની જે બેંક હડતાળ થવાની હતી તે ટળી ગઈ છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે મોડી રાત્રે ઇન્ડિયન બેંક એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ વચ્ચે બેઠક થઈ તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, તારીખ 28, 29 અને 30 સપ્ટેમ્બર સુધી જે દેશવ્યાપી હડતાળ થવાની હતી તે નહીં થાય અને બેંકના કામ રાબેતા મુજબ ચાલુ રહેશે.