દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લકઝરી બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 5ના મોત
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
એશિયન ગેમ્સમાં ભારતને મળ્યો સાતમો ગોલ્ડ
એશિયન ગેમ્સમાં ભારતે આજની શરૂઆત ગોલ્ડ મેડલ સાથે કરી છે. તીરંદાજીમાં ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યોતિ સુરેખા, પૃથિકા પ્રદીપ અને ચિખિતા તનિપર્થીની ત્રિપુટીએ ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. ભારતે ફાઇનલમાં ચીનને ચાર પોઇન્ટના અંતરથી હરાવ્યું હતું. ભારતીય ટીમે 238 નો સ્કોર કર્યો હતો, જ્યારે ચીનનો સ્કોર 234 રહ્યો હતો.
નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, સીએમ કરશે વધામણા
નર્મદા ડેમ છલોછલ ભરાવાની આડે હવે માત્ર 8 સેન્ટીમીટર બાકી છે, ત્યારે તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટર સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે ઓછા વરસાદ વચ્ચે પણ સરદાર સરોવર નર્મદા ડેમ નર્મદા નીરોથી છલોછલ થવાની તૈયારીમાં છે, જેને લઈને રાજ્યભરમાં ખુશીની લહેર છવાઈ છે. આ ભગીરથ સિદ્ધિ અને જળ સંચયના વધામણા કરવા માટે આજે બપોરે 4:00 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહીને નર્મદા નીરના વધામણા કરશે.