Wed Sep 30 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 29 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-09-29 06:36:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 29 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-09-29 22:41:07

રાજકોટમાં લક્ષ્યની ડબલ સેન્ચુરીથી અન્ડર-19 ટીમનો વિજય

રાજકોટમાં પ્રથમ અન્ડર-19 (યુથ) ટેસ્ટમાં ભારતે મંગળવારે એક દાવ અને 48 રનથી વિજય મેળવ્યો હતો. ઑસ્ટ્રેલિયન જુનિયર ટીમના 217 રન સામે ભારતીય જુનિયર ટીમે લક્ષ્ય રાયચંદાનીના 240 રનની મદદથી 494 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયન ટીમ 229 રનમાં આઉટ થઈ ગઈ હતી. ઇશાન ઓમે મૅચમાં કુલ નવ વિકેટ અને યશબર્ધન ચૌહાણે કુલ આઠ વિકેટ લીધી હતી.

2026-09-29 22:11:02

મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો, ઇરાને અમેરિકાને આપી ધમકી

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. તેમાં હવે ઇરાને અમેરિકાને ધમકી આપી છે. જેમાં ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ઘાલીબાફે જણાવ્યું  છે કે જે દેશમાં ઈરાન ક્રૂડ ઓઇલ નહિ વેચે તે દેશમાં અન્ય કોઇ પણ ક્રૂડ ઓઇલ નહિ વેચી શકે.

2026-09-29 20:42:19

કાશ્મીરમાં સીઆઈએસએફ કેમ્પમાં ફાયરિંગઃ ચાર મોત

જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના બસોલી સ્થિત સીઆઈએસએફ કેમ્પમાં એક જવાને પોતાના જ સાથીદાર ફાયરિંગ કર્યું, જેમાં ચાર જવાનના મોત થયા છે. ફાયરિંગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

2026-09-29 19:36:16

ઈરાનનું ચલણ ઐતિહાસિક નીચલા સ્તરે, એક ડોલરની કિંમત 25 લાખ રિયાલ

મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઇરાનના ચલણ રિયાલનું ડોલર સામે સતત અવમૂલ્યન થઇ રહ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ તહેરાનના એક વેપારી એક અમેરિકન ડોલર સામે 25 લાખ રિયાલ ચૂકવવા પડ્યા હતા. જે સ્પષ્ટ કરે છે અમેરિકા અને ઈરાન વચ્ચેના  યુદ્ધમાં ઈરાનના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે.

2026-09-29 19:27:44

CCE ગૃપ-A ની મુખ્ય પરીક્ષા તારીખ જાહેર

આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંકઃ ૩૭૮/૨૦૨૫૨૬, “ગુજરાત ગૌણ સેવા”, વર્ગ -૩ (ગૃપ-A તથા ગૃપ–B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રાથમિક પરીક્ષાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સાથે જ ગૃપ-A તથા ગૃપ–B પૈકી ગૃપ-A ની મુખ્ય પરીક્ષા તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 28 અને 29 નવેમ્બરના રોજ મુખ્ય પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

2026-09-29 18:11:21

કોંગ્રેસના SIR અને વોટ ચોરીના આક્ષેપોને ચિદમ્બરમે ક્લીન ચીટ આપી, કહ્યું આ દાવાઓમાં કોઇ તથ્ય નહિ

દેશમાં એક તરફ કોંગ્રેસ SIR અને વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચ અને ભાજપ ઘેરી રહી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે જણાવ્યું છે કે આ દાવાઓમાં કોઇ તથ્ય નથી.

2026-09-29 18:06:13

ભારતને છઠ્ઠો ગોલ્ડ મેડલ અપાવ્યો રિલે દોડમાં મહિલા સ્પર્ધકોએ

ભારતને ચાર મહિલા સ્પર્ધકોએ જાપાનની એશિયન ગેમ્સમાં ટ્રૅક ઍન્ડ ફીલ્ડ ઇવેન્ટ્સનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. કિરણ પહલ, પૂવમ્મા મચેટિરા, પ્રાચી અને વિથ્યા રામરાજે વિમેન્સ 4x400 રિલેમાં ભારતને મંગળવારે આ સિદ્ધિ અપાવી હતી. તેમણે આ દોડ ત્રણ મિનિટ, 29.69 સેકન્ડમાં પૂરી કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બાહરિન તથા ચીનની સ્પર્ધકો અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે આવતાં સિલ્વર તથા બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

2026-09-29 17:33:10

સ્મૃતિ ઈરાનીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું હારની સમીક્ષાના બદલે ચૂંટણી પંચ પર આરોપ

દેશમાં ચૂંટણી પંચ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ આમને સામને છે. આ દરમિયાન  કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને 
છેતરપિંડી ગણાવી હતી.જોકે, બીજી તરફ ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા  છે. તેમજ કહ્યું કે કર્ણાટક, પંજાબ અને હિમાચલમાં ચૂંટણી પંચ યોગ્ય છે. જ્યારે બાકીના રાજયોમાં ગડબડ છે. કોંગ્રેસ હારની સમીક્ષા કરવાના બદલે ચૂંટણી પંચ પર આરોપ લગાવી રહી છે.

2026-09-29 16:59:01

ગુજરાતમાં ખરીફ પાકોની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે, 2 ઓકટોબરથી નોંધણીનો પ્રારંભ

ગુજરાતમાં ખરીફ માર્કેટીંગ સીઝન 2026-27 માં ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ, બાજરી જુવાર,રાગીની સીધી ખરીદી કરાશે. તેમજ  લઘુતમ ટેકાના ભાવે પાક વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ તા.2 થી 31  ઓક્ટોબર 2027  સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા તા.16 નવેમ્બર થી 15  જાન્યુઆરી 2027 સુધી નિયત જણસ-પાકની ખરીદી કરવામાં આવશે.

2026-09-29 16:28:42

દેશની બીજી વંદે ભારત સ્લીપર ટ્રેનને મંજૂરી મળી, વારાણસી અને નવી દિલ્હી વચ્ચે દોડશે

દેશની બીજી 'વંદે ભારત સ્લીપર ટ્રેન'ને મંજૂરી મળી છે. જેના લીધે રેલવે મુસાફરોની સુવિધામાં વધારો થશે. આ હાઇ સ્પીડ ટ્રેન  વારાણસી અને નવી દિલ્હી વચ્ચે દોડશે.

2026-09-29 15:50:14

ગુજરાત હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી, રૂપિયા 25,000નો દંડ યથાવત રાખ્યો

ગુજરાત હાઇકોર્ટે પીએમ મોદીની ડિગ્રી મુદ્દે આપ નેતા અરવિંદ કેજરીવાલે દાખલ કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે કેજરીવાલ પર લાદેલો રૂપિયા 25,000 નો દંડ પણ યથાવત રાખ્યો છે.

2026-09-29 15:12:46

અરુણાચલ પ્રદેશમાં જવાનોની ટુકડી પર ઉગ્રવાદી હુમલો, એક જવાન શહીદ

અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ પર આસામ રાઈફલ્સના જવાનોની ટુકડી પર ઉગ્રવાદી હુમલો થયો હતો. જેમાં એક જવાન શહીદ થયો છે. આ હુમલો સવારે 6. 30 વાગ્યેની આસપાસ થયો હતો.

2026-09-29 14:34:12

એન્ટિલિયા કેસમાં સચિન વાઝેને રાહત

મુંબઈ સ્પેશિયલ NIAએ કોર્ટે એન્ટિલિયા બોમ્બની ધમકી અને ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના કેસમાં સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝેને જામીન આપ્યા છે. મોટા ભાગના આરોપીઓને જામીન મળ્યા પછી વાઝેને જામીન મળતા મોટી રાહત મળી.

2026-09-29 12:38:16

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે

આગામી વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસ હાઈકમાન્ડની લીલીઝંડી બાદ શંકરસિંહના જોડાવાનો લઈને નિર્ણય લેવામાં આવશે.

2026-09-29 11:30:16

એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. નીરુ ધાંડાએ ઈતિહાસ રચ્યો છે. મહિલા ટ્રેપ શૂટિંગમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. એશિયન ગેમ્સમાં ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે.

2026-09-29 07:47:33

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં IMDનું એલર્ટ

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં IMDએ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન બદલાશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે વરસાદનું અનુમાન છે.  મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ હવામાન બદલાઇ શકે છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ૨૯ સપ્ટેમ્બરે ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્રમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે.