મુંબઈઃ મહારાષ્ટ્રના મહાનગર મુંબઈમાં 26.11ના દિવસે શિવાજી મહારાજ ટર્મિનસ પર થયેલા હુમલાને લઈને એક ફિલ્મ બની છે. હકીકતમાં આ ફિલ્મ મહારાષ્ટ્રના જાણીતા વકીલ ઉજ્જવ નિકમ પર કેન્દ્રીત છે, જે ત્રાસવાદી હુમલામાં જીવતા પકડાયેલા આતંકી કસાબને ફાંસીના દોરડા સુધી ખેંચી જાય છે. સમગ્ર ફિલ્મમાં કાયદાકીય લડાઈ અને કસાબના વલણની વાતનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. મુંબઈમાં આ ફિલ્મનું એક ધમાકેદાર ટ્રેલર લૉંચ કરવામાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ખાસ હાજરી આપી હતી. એટલું જ નહીં વકીલ ઉજ્જલ નિકમ પણ ખાસ હાજર રહ્યા હતા. ટ્રેલર લૉંચનું સ્થળ પણ CST સ્ટેશન પસંદ કરવામાં આવ્યું હતું. આ જગ્યાની પસંદગી કરવા પાછળનું એક કારણ માત્ર મુંબઈની ઓળખ જ નહીં પણ એ આતંકી હુમલાની યાદ પણ છે.
દર્દભરી દાસ્તાન
મુંબઈ માટે 26.11 માત્ર કોઈ તારીખ નથી પણ એ ઘટનાની દર્દભરી દાસ્તાન છે જેમાં મુંબઈના બહાદૂર પોલીસ ઓફિસર અને કર્મચારીઓએ શહીદી વહોરી લીધી. ડરની સામે હિંમત અને ઝનૂન સામે નુકસાનીની વાત કહે છે. એ દિવસની રાત્રે મુંબઈનવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. એ રાત્રે આતંકીઓ તો માર્યા ગયા પણ એક લડાઈ કાયદાના મેદાનમાં શરૂ થઈ ગઈ. જેમાં આતંકી તરીકે અજમલ કસાબને કાયદાકીય રીતે પાઠ ભણાવવાની વાત હતી. આખરે કોર્ટરૂમમાં શું થયું એનું ફિલ્માંકન કરાયું છે. આ લડાઈમાં યોદ્ધા તરીકે જે વ્યક્તિ હતા. ફિલ્મ 'પ્રહાર' ની સ્ટોરી આના પર આધારિત છે. એક સરકારી વકીલની સાર્વજનિક છબીથી પણ આગળ એક વ્યક્તિની કાયદાકીય લડાઈ દર્શાવવામાં આવી છે. મજબૂત ઈરાદા, લડી લેવાની હિંમત, મજબૂત મનોબળ અને સતત પ્રયાસની આખી દાસ્તાન છે. આ સાથે સામાજિક અને કાયદા પ્રત્યેની એક જવાબદારીને પણ રજૂ કરે છે.
શું કહ્યું રાજકુમાર રાવે?
લીડ એક્ટર તરીકે રાજકુમાર રાવે ઉજ્જવ નિકમની ભૂમિકા ભજવી છે. રાવે આ પાત્રને જે રીતે નિભાવ્યું છે એ જોઈને ફેન્સ આ ફિલ્મના રિલીઝ રાહ જોઈને બેઠા છે. નાનામાં નાની વસ્તુ અને પાત્રની બારિકીમાં અંદર સુધી પહોંચેલા રાજકુમાર ફરી એકવાર પોતાની એક્ટિંગનો જાદુ બતાવી દીધો છે. સંવેદના સાથે એની જિંદગી ભારતના ઈતિહાસના પાના પર એક મહત્ત્વના અધ્યાય તરીકે લખાઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે વામિકા ગબ્બી છે. ફિલ્મનિર્માતા અવિનાશ અરૂણે પોતાની અલગ સિનેમેટોગ્રાફિક્સ સેન્સથી ફિલ્મ તૈયાર કરી છે. સમગ્ર સ્ટોરી જાણીતી છે પણ ફિલ્મમાં કંઈક તો નવું છે એવું ફેન્સ હાલમાં માની રહ્યા છે. સમગ્ર ફિલ્મને લઈ રાવે કહ્યું હતું કે, આ પાત્ર પ્લે કરવું એક માત્ર રોલ નહીં પણ જવાબદારી હતી, જેને દિલથી મહેસૂસ કર્યું અને એક વકીલ તરીકે જીવી બતાવ્યું. આ એક એવા વ્યક્તિની વાત છે જે ખરેખર ઓરિજિનલ છે અને મુંબઈના ઈતિહાસ સાથે સૌથી મુશ્કેલ કહી શકાય એવા અધ્યાય સાથે, ઊંડાઈ સાથે જાડાયેલા છે. હું નિક્મ સાહેબની કોઈ રીતે નકલ કરવા માગતો ન હતો. હું એમના નામ પાછળ છુપાયેલા વ્યક્તિના ઈરાદા, કર્તવ્ય, લડાઈ તથા એના દરેક વિષયને સમજવા માગતો હતો.
શું બોલ્યા વકીલ?
'પ્રહાર' ફિલ્મમાં કામ કરવાનો મારો અનુભવ અલગ રહ્યો છે. મને આશા છે કે, એમની સ્ટોરી એમને એ સન્માન આપશે જેમના એ હકદાર છે. ફિલ્મમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે જે ઘટના લોકોને ખબર છે એ નથી લેવામાં આવી પણ જે વિષયો લોકોને ખબર નથી એવા પાસા પર વાત કરવામાં આવી છે. એ વિષયો પર નજર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉજ્જવલ નિકમની સફરથી અમને એ દુનિયાને સમજવાનો મોકો મળ્યો જે ખરેખર એક પડકાર હતો, અસલ ઘટના પર વાર્તા આધારિત હતી. દર્શકોને કેન્દ્ર સુધી લઈ જવા માટે ઘણી બારિકીથી કામ કરવું પડ્યું હતું. જેથી ફિલ્મ જોનાર દરેક નાગરિક આ સ્ટોરી સાથે ક્નેક્ટ થઈ શકે. ફિલ્મમાં ઈમોશન સાથે લોકોનું ઈન્વોલમેન્ટ હોય. સમગ્ર કેસને લઈ ઉજ્જવલ નિકમે કહ્યું હતું કે, આ એક એવો અધ્યાય છે જેને મુંબઈ તો શું સમગ્ર દેશ ક્યારેય નહીં ભૂલી શકે. આ સાથે મારૂ ક્નેક્શન એક લગાવ નહીં પણ જવાબદારી પણ એટલી જ હતી. જેને મેં દિલથી નિભાવી છે.