Mon Oct 05 2026

Logo

હવે અભિનેત્રી કુબ્રા સૈતે ગોવિંદા અને કોમલ રાણીની ડેટિંગ અફવાઓ અંગે કરી સ્પષ્ટતા, કહ્યું- 'જાસૂસ ન બનો'

2026-09-30 17:59:00
Author: Mumbai Samachar Team
હવે અભિનેત્રી કુબ્રા સૈતે ગોવિંદા અને કોમલ રાણીની ડેટિંગ અફવાઓ અંગે કરી સ્પષ્ટતા, કહ્યું- 'જાસૂસ ન બનો'

મુંબઈ: બોલીવુડના અભિનેતા ગોવિંદાનું અંગત જીવન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ગોવિંદા અને કોમલ રાણી સ્વર્ણકારને એરપોર્ટથી લઈને લાલ બાગચા રાજા સુધી સાથે જોયા બાદ અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. ગોવિંદા અને કોમલ રાણી સ્વર્ણકારના કથિત સંબંધોની ચર્ચાઓ વચ્ચે અભિનેત્રી કુબ્રા સૈતએ ગોવિંદાના બચાવમાં આવાજ ઉઠાવ્યો છે. આ ચર્ચા વચ્ચે કુબ્રાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને અફવાઓને લઈને લોકોના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. 

ગોવિદાના સપોર્ટમાં આવી કુબ્રા સૈત 
કુબ્રા સૈતએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું કે તે ગોવિંદાને વ્યક્તિગત રીતે ઓળખતી નથી, પરંતુ બાળપણથી તેને જોતી આવી છે. કુબ્રાએ ગોવિંદાને 90ના દાયકાના સુપરસ્ટાર, આઇકન અને લેજન્ડ ગણાવતા કહ્યું કે આજે જો કોઈ મહિલા તેમની આસપાસ જોવા મળે તો તરત જ તેને ‘મિસ્ટ્રી વુમન’ અથવા ‘કથિત ગર્લફ્રેન્ડ’ કહેવામાં આવે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kubbra Sait (@kubbrasait)

ગોસિપ ક્યારે જજમેન્ટ બની ગઈ?
કુબ્રાએ સ્પષ્ટતા કરી કે આખરે કોઈ વ્યક્તિ આ નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચે છે? તેના મતે માત્ર કોઈ મહિલા અભિનેતા સાથે જોવા મળે છે કે તેની આસપાસ હોય છે, એટલા પરથી બંને વચ્ચે રોમેન્ટિક સંબંધ હોવાની વાત કરવી યોગ્ય નથી. તેણે ખાસ કરીને ગોસિપ અને જજમેન્ટ વચ્ચેની રેખા અંગે સવાલ ઉઠાવતા પૂછ્યું કે ‘ગોસિપ ક્યારે ગોસિપ રહેવાનું બંધ થઈ ગયું અને ચુકાદો બની ગયું?’ 

કુબ્રાએ ગોવિંદાની પત્ની સુનીતા આહુજા વિશે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું કે તે ગોવિંદાને અંગત રીતે નથી ઓળખતી, પરંતુ સુનીતાને મળી ચૂકી છે અને તેમને મજાકિયા, સ્પષ્ટવક્તા અને અલગ અંદાજ ધરાવતી મહિલા ગણાવી હતી. કુબ્રાએ કહ્યું કે તેને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થાય છે કે આવી અફવાઓ માટે સુનીતા સહિત દરેક મહિલાએ વારંવાર જવાબ આપવો અને પોતાનો પક્ષ સાબિત કરવો પડે છે. 

'અંગત જીવનમાં દખલ નહીં કરો'
કુબ્રાએ પોતાના વીડિયોમાં સોશિયલ મીડિયા પર કોઈ પણના જીવનને લઈને આપત્તીજનક ટિપ્પણીઓ કરવા અને વાયરલ થવા માટે વીડિયો બનાવવાની પ્રવૃત્તિ પર પણ વાત કરી હતી. તેણે કહ્યું કે જાહેર જીવનમાં રહેનારા લોકોનું કામ અને તેમનું અંગત જીવન અલગ અલગ વસ્તુ છે. રોજબરોજના જીવનમાં મહિલાઓની પસંદ અને અંગત નિર્ણયોનું સમ્માન કરવું જોઈએ. તેમને જીવનમાં નિર્ણયોમાં વારંવાર સ્પષ્ટતા કરવા માટે મજબુર કરવી જોઈએ નહીં. 

ગોવિંદાએ અફવાઓ ઉપર સ્પષ્ટતા કરી 
ગોવિંદાએ અગાઉ આ અફવાઓને પોતાની છબિ ખરાબ કરવા અને પરિવારથી દૂર કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. બીજી તરફ, સુનીતા આહુજાએ પોતાના લગ્નજીવનને લઈને જાહેરમાં દુઃખ વ્યક્ત કર્યું છે, જ્યારે કોમલ રાણીએ પણ સોશિયલ મીડિયા પર સુનીતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપ્યો હતો. કોમલે પોતાનું નામ વિવાદમાં ન ખેંચવાની અપીલ કરી હતી.