Fri Oct 02 2026

Logo

‘કોમ્પ્રોમાઇઝ કરશો તો 7 લાખ મળશે’, અભિનેત્રી લવીના ટંડને કાસ્ટિંગ કાઉચનો કર્યો ચોંકાવનારો ખુલાસો

2026-09-30 19:30:00
Author: Mumbai Samachar Team
‘કોમ્પ્રોમાઇઝ કરશો તો 7 લાખ મળશે’, અભિનેત્રી લવીના ટંડને કાસ્ટિંગ કાઉચનો કર્યો ચોંકાવનારો ખુલાસો

મુંબઈઃ બોલીવુડની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ એક બ્લેકસાઈડ સમાન છે. ગ્લેમર અને પૈસો જોઈને દરરોજ હજારોની સંખ્યામાં યુવાનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આંગણામાં આવે છે. ખાસ કરીને યુવતીઓ ફિલ્મો-ફિલ્મસ્ટારની ચમકદમક જોઈને મોહિત થઈ જાય છે. આ જર્ની શરૂ થાય એ પહેલા કેટકેટલાય ફિલ્ટરમાંથી પાસ થવું પડે છે, જેમાં ઘણીય એક્ટ્રેસે 'વન નાઈટ સ્ટેન્ડ' અંગેની વાતને બેબાક થઈને કહી છે. ક્યારેક પ્રોડ્યુસર તો ક્યારેક ડાયરેક્ટર કેટલીક શરમજનક માગણી કરી હોય ત્યારે મામલો ખાસ કોઈ રીતે સામે આવતો નથી. કારણે ઈન્ડસ્ટ્રીમાં યુવતીને કોઈ ઓળખતું હોતું નથી. આવી વાત જ્યારે તે કોઈને કહે તો કોઈ માનતું પણ નથી. પણ સ્ટાર લેવલ સુધી પહોંચ્યા બાદ આ બ્લેકસાઈડ અંગે કોઈ બોલે છે ત્યારે ચર્ચા અવશ્ય થાય છે. 

બે બે વાર ઓફર આવી
ફિલ્મ 'જોધા અકબર'માં રૂકૈયા બેગમનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ લવીના ટંડને આ વિષય પર દિલ ખોલીને વાત કહી છે. લવીનાએ કહ્યું કે, હું પણ એક સમયે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છું. એક ખાસ મુલાકાતમાં એક્ટ્રેસે આ અંગે ખુલાસો કરી દીધો હતો. જો તમે કોઈ ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાંથી હોવ તો લોકોને એવું લાગે છે કે, તમે કંઈક તો ખોટી વસ્તુ કરતા હશો. કારણ કે, અમે ઘણા પુરૂષો સાથે કામ કરીએ છીએ. રોમેન્ટિક સીન કરીએ છીએ પણ આ માત્ર અમારા કામનો એક ભાગ છે. કાસ્ટિંગ કાઉચ પર વાત કરૂ છો આ વિષયને લઈ મારો બે વાર કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. એક ફિલ્મનિર્માતા જે સાઉથમાંથી છે એ કોઈ ફિલ્મ બનાવી રહ્યા હતા તેમણે મને એક અલગ ઓફર કરી હતી. એ ફિલ્મનિર્માતાએ કહ્યું હતું કે, મારે 10થી 15 દિવસ સુધી જ કામ કરવાનું છે. પછી મેં બજેટ પૂછ્યું. તો એ સમયે મને 5 લાખની ઓફર કરી હતી. 

પછી તો જગજાહેર થઈ ગયું
પછી તેણે કહ્યું કે, તમે 'કોમ્પ્રોમાઈસ' કરવા માટે તૈયાર હોવ તો 7 લાખ થઈ જશે. મેં એમને જવાબ આપ્યો કે, હું તમારી ઈમાનદારીની ઈજ્જત કરૂ છું પણ હું આવું કંઈ કરતી નથી અને મને આ માટે કોઈ રસ નથી.  આગળના ભવિષ્યમાં તમારી પાસે કોઈ આવું ક્લિન વર્ક હોય તો મને એપ્રોચ કરજો, હું વિચારીને હા પાડીશ. અન્યથા મને હવે પછી કોલ ન કરતા. એ પછી તો અન્ય પણ એક ડાયરેક્ટરે મને 'કોપ્રોમાઈસ' માટેની ઓફર કરી. એ સમયે પણ મેં કહ્યું હતું કે, હું આવું બધુ કરતી નથી. પછી આ વિષય પરની ચર્ચા જગજાહેર થઈ ગઈ. આ નિવેદન તેમના પોતાના અનુભવ તરીકે રિપોર્ટ કરવામાં આવ્યું છે. એક્ટ્રેસે કોઈનું નામ લીધું ન હતુ અને કોઈ ઈશારો પણ કર્યો ન હતો પણ ઈન્ડસ્ટ્રીમાં આવું ચાલી રહ્યુ છે એ અંગે ખુલાસો થયો છે.