Wed Sep 30 2026

Logo

ગુજરાતમાં અચાનક મોંઘો થયો 'ઈમ્પોર્ટેડ લીકર': બોટલના ભાવ પણ ચેક કરી લો

2026-09-09 19:53:41
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં અચાનક મોંઘો થયો 'ઈમ્પોર્ટેડ લીકર': બોટલના ભાવ પણ ચેક કરી લો

ગાંધીનગરઃ 'લઠ્ઠાકાંડ'માંથી બહાર આવી રહેલા ગુજરાતમાં ઈન્પોર્ટેડ દારુ પીનારા માટે ચોંકાવનારા સમાચાર મળ્યા છે. ગુજરાતની પરમિટ શૉપમાંથી મળતા લીકરના ભાવમાં તોતિંગ વધારો થયો છે. નવી એક્સાઈઝ મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત 'સ્પેશિયલ ફી'ની ગણતરીમાં પરિવર્તન આવતા આ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. 

નવા ભાવ પર આની અસર સીધી વેચાણ પણ થાય એવી પૂરી  શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ પરમિટ ધારકોને પણ નવા ભાવથી બ્રાન્ડેડ દારુ ખરીદવો પડશે. જોકે, આનાથી વેચાણ ઘટવાની શક્યતા રહેલી છે. આમ છતાં ઈમ્પોર્ટેડ લીકરની જુદી જુદી બ્રાંડમાં 60થી 90 ટકા સુધીનો ભાવ વધારો થયો છે, તેથી હવે ઈમ્પોર્ટેડ પીનારાનું ખિસ્સા પર પણ મોંઘવારીનો માર લાગ્યો છે એટલું નક્કી. જાણી લો લેટેસ્ટ રેડ કેટલા હોઈ શકે છે.

નવી ગણતરી લાગુ કરાઈ

ગુજરાત સરકારે તાજેતરમાં જ લીકર એન્ડ એક્સાઈઝ મેનેજમેન્ટ સિસ્ટમ જે તે પરમિટ શૉપ પર શરૂ કરી છે. આ નવી સિસ્ટમના અમલીકરણ સાથે ભાવમાં નોંધપાત્ર વધારો કરાયો છે. રાજ્યમાં અલગ અલગ ઈમ્પોર્ટેડ બ્રાંડના દારૂમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્પેશ્યલ ફીની ગણતરી અંગે કેગ (CAG) દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા બાદ કેગના સૂચન મુજબ નવી ગણતરી લાગુ કરવામાં આવી છે. ગુજરાત સરકાર આ અંગે ટૂંક સમયમાં સમિતિ રચીને અંતિમ નિર્ણય લેશે. 

આ નવા ભાવવધારા અનુસાર 750 એમએલની બોટલની બેઝિક વેલ્યુ ₹ 1,500 સુધી હોય તો સ્પેશિયલ ફીનો વધારો કરતા આ એક બોટલ ₹ 1,500 રૂપિયામાં પડે. એટલે કે ₹ 375નો સીધો વધારો. અગાઉ જે ₹6000 સુધીની બેઝિક વેલ્યુ ધરાવતી બ્રાંડ પર અગાઉ જે ₹ 1500 ફી લાગતી હતી એ હવે નવી ફી લાગુ પડતા ₹ 6,000માં પડે, જે બ્રાંડ અગાઉ પરમિટમાં બેથી ત્રણ મળતી એમાં પણ હવે નોંધપાત્ર વધારો થયો છે. 

શું કહે છે પરમિટધારકો?

જે પ્રીમિયમ કહી શકાય એવી બ્રાંડ જે અગાઉ ₹ 3,100માં પડતી હતી, એના હવે ₹ 4,950માં પડે છે. જ્યારે વિદેશી ગણાતી બ્રાંડ ₹ 10,000થી વધીને ₹ 18,000 થયા છે. અગાઉ જે  ₹ 1,500ની બેઝિક વેલ્યુ ધરાવતી બોટલની જૂની અંતિમ કિંમત ₹ 3,090 હતી, જે નવી ગણતરીમાં ₹ 4,950માં પડી રહી છે. આવી સ્થિતિ આગામી સમયમાં જો યથાવત રહેશે તો વેચાણ ઘટવાની ભીતિ છે. 

આ સ્થિતિ સામે પરમિટધારકોનું એવું કહેવું છે કે, ₹ 1,200થી ₹ 1,500માં મળતી બોટલ ગુજરાતમાં ₹4000માં પડે છે. આ યોગ્ય નથી. આ તોતિંગ ભાવ વધારો છે. બીજી તરફ લીકર પર લાગતો ટેક્સ પણ ગુજરાતમાં વધુ છે. સરકાર આ પોલિસીમાં ફેરફાર કરે અને આ નિર્ણય પર ફરી વિચાર કરે. કારણ કે, આનાથી સરકારને પણ આવક છે. જે ટેક્સના રૂપે છે એમાં અગાઉ ઓછા મળતા હવે વધારે પૈસા મળશે. આનાથી ભવિષ્ટમાં ક્વોટાને લઈને પણ ફેર પડી શકે છે.

પરમિટધારકોમાં થયો વધારો

ભાવનગરમાં લઠ્ઠાકાંડ પછી લોકો સુરક્ષિત કે કાયદેસરની હેલ્થ પરમિટ તરફ ઝૂકાવ વધી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં (ઓગસ્ટ, 2025થી ઓગસ્ટ 2026) સુધીના આંકડાની વાત કરીએ તો લીકર પરમિટધારકોની સંખ્યામાં 88 ટકાથી વધુનો વધારો થયો છે. પરમિટવાળા તો પીએ છે, પરંતુ નોન-પરમિટવાળાની સંખ્યા તો ક્યારેય ચોપડે લખાતી નથી. ખાલી સસ્તો કે અસુરક્ષિત દારુ પીને લોકો ગંભીર બીમારીમાં સપડાય કે મોતને ભેટે છે, ત્યારે સરકારને જાણ થાય છે એ ચિંતાનું કારણ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.