Tue Oct 06 2026

Logo

અમદાવાદની બે વિદ્યાર્થિનીએ નેશનલ યોગાસન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો

2026-09-07 10:49:15
Author: Vimal Prajapati
અમદાવાદની બે વિદ્યાર્થિનીએ નેશનલ યોગાસન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો

અમદાવાદ: અમદાવાદની અક્ષિકા પરીખ અને મિહિકા ગોયલે મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે યોજાયેલી CISCE નેશનલ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. અક્ષિકા અને મિહિકાએ નેશનલ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં અંડર-14 રિધમિક પેર ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અક્ષિકા અને મિહિકા આનંદ નિકેતન સ્કૂલના સેટેલાઇટ કેમ્પસની વિદ્યાર્થીની છે. 

આ ચેમ્પિયનશિપમાં 220 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં દેશના સમગ્ર દેશના 13 વિવિધ ઝોનના આશરે 220 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ગોલ્ડ મેડલ સાથે બંને વિદ્યાર્થિનીઓની ડિસેમ્બરમાં કોલકાતા ખાતે યોજાનારી આગામી SGFI નેશનલ ચેમ્પિયનશિપ માટે પસંદગી થઈ છે. અક્ષિકા પરીખ અને મિહિકા ગોયલે પોતાની ઉત્કૃષ્ટ કુશળતા, સંકલન, લચીલાપણું અને પ્રદર્શન દ્વારા  દેશના વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળી સ્પર્ધકો સામે ટક્કર લેતાં ઉત્તમ સ્કોર સાથે અંડર-14 રિધમિક પેર ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

મિહિકા અને અક્ષિકાનાં કોચ મેઘનાબા ઝાલા છે. મેઘનાબા ઝાલા  ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી  છે. મેઘનાબાએ  વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ગર્વ વ્યક્ત કરીને ભવિષ્યની સ્પર્ધાઓ માટે તેમને શુભેચ્છા પાઠવી હતી. મેઘનાબા ઉપરાંત ધ્રુવિલ શર્માએ પણ ખેલાડીઓની તૈયારી અને પ્રદર્શન દરમિયાન મૂલ્યવાન માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો.