દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
પાકિસ્તાનની 27, 28, 29, 32, 35 અને 35મા રન પર પડી વિકેટ
દુબઈના એશિયા કપમાં પાકિસ્તાનની ઓપનર્સે પાંચમી 27 રનના કુલ સ્કોર સુધી ભારતીય બોલર્સનો સારો સામનો કર્યો હતો, પણ એ ઓવરમાં સ્પિનર શેફાલી વર્માએ પ્રથમ વિકેટ અપાવી એ સાથે પાકિસ્તાનની ટીમનો ધબડકો શરૂ થયો હતો. 27મા રને મુનીબા અલી ક્લીન બોલ્ડ થયા બાદ 28મા રને ગુલ ફિરોઝાને સ્પિનર શ્રી ચરનીએ ઝીરો પર જ પૅવિલિયન ભેગી કરી હતી. 29મો રન હજી માંડ બન્યો ત્યાં તો શવાલ ઝુલ્ફિકારને શ્રી ચરનીએ જ એલબીડબ્લ્યૂ કરી હતી. 32મા રને ફરી એક વખત શ્રી ચરની ત્રાટકી હતી અને આયેશા ઝફરને કૅચઆઉટ કરાવી હતી. 35મા રને સદફ શમાસને સ્પિનર પ્રેમા રાવતે ક્લીન બોલ્ડ કરીને પૅવિલિયનનો રસ્તો બતાવ્યો હતો. સદફ હજી તો ડગઆઉટ જઈને માંડ બેઠી ત્યાં તો 35મા રનના કુલ સ્કોર પર કૅપ્ટન ફાતિમા સનાએ પણ ટીમનું નાક કપાવ્યું. સ્પિનર દીપ્તિ શર્માએ તેને એલબીડબ્લ્યૂ કરી હતી.

ભારત-પાકિસ્તાનના મહિલા મુકાબલાનો સમય નજીક આવી ગયો
દુબઈમાં ભેજવાળા વાતાવરણ વચ્ચે સ્પિનરોને વધુ ફાયદો કરાવે એવી પિચ પર ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચે ટી-20 એશિયા કપ મુકાબલો શરૂ થવાની તૈયારીમાં છે. કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે અને ટૉસ થાય એ પહેલાં બન્ને ટીમની ખેલાડીઓ ભરપૂર પ્રૅક્ટિસ કરી ચૂકી છે. એશિયા કપના ટી-20 મુકાબલાઓમાં ભારત સામે પાકિસ્તાન સાતમાંથી ફકત એક જ મૅચ જીત્યું છે એ જોતાં હરમનપ્રીત કૌરની ટીમ જબરદસ્ત આત્મવિશ્વાસ સાથે રમશે. ભારતની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે.
કેરળમાં અડધી રાતે ભયાનક દુર્ઘટના, અચાનક ટ્રકથી ટકરાઇ કાર, 8 એન્જીનિયરિંગ છાત્રોના મોત
કેરળના ત્રિશૂર જિલ્લામાં શુક્રવારે અડધી રાતે એક ભીષણ માર્ગ અકસ્માત થયો. આ રોડ એક્સિડન્ટમાં તમિલનાડુના 8 એન્જીનિયરિંગ સ્ટુડન્ટના મોત થઇ ગયા. પોલીસના જણાવ્યા અનુસાર સ્ટુડન્ટની કાર હાઇવે પર ઉભેલી એક ટ્રક સાથે ટકરાઇ. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. તેમાં સવાર તમામ 8 એન્જીનિયરિંગ સ્ટુડન્ટના મોત થઇ ગયા.