ચટ્ટોગ્રામઃ ચીનની વસ્તુઓને લઈને આપણા દેશમાં ચાઈના આઈટમ, ચલે તો સાલ તક નહીં તો શામ તક. આવું જ પાડોશી દેશ બાંગ્લાદેશમાં થયું છે. જ્યાં ફિલ્ડ ફાયરિંગના અભ્યાસ દરમિયાન એક ટેન્કમાં બ્લાસ્ટ થોય હતો. જેમાં બાંગ્લાદેશના બે સૈન્ય જવાનોના મૃત્યુ હતા, જ્યારે એક અધિકારીને ગંભીર ઈજા પહોંચી છે. ઘટના ચટ્ટોગ્રામના હથાજારી ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં થયો હતો. આ ઘટનામાં સામેલ જે ટેન્ક હતી તે ચીનમાં તૈયાર કરવામાં આવી હતી. જેનો ઉપયોગ બાંગ્લાદેશની સેના કરી રહી હતી. બાંગ્લાદેશ ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન ડાયરેક્ટોરેટના જણાવ્યા અનુસાર સૈનિકોના ફિલ્ડ ફાયરિંગના અભ્યાસ દરમિયાન ટેન્ક બ્લાસ્ટ થઈ હતી.જ્યારે જવાન ફાયરિંગ કરી રહ્યા હતા એ સમયે આ ઘટના બની હતી.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ અકસ્માતનો એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. તેમાં સ્પષ્ટપણે બે સૈનિકો ટેન્ક પર સવાર છે, જ્યારે અચાનક વાહનમાં જોરદાર ધડાકો થાય છે. ત્યારબાદ ટેન્ક ધુમાડામાં લપેટાઈ જાય છે. બીજા વીડિયોમાં ઘટના પછી રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા ઘણા સૈનિકો જોવા મળે છે.ઘટનામાં જોઈ શકાય છે કે, ટેન્કમાં બેઠેલા બે સૈનિકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સમયે ટેન્કની અંદર બે સૈનિકો હતા જેમના મોત થયા હતા. આ દરમિયાન, બાંગ્લાદેશી સૈન્યના એક અધિકારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘાયલ અધિકારીને તબીબી સારવાર માટે ઢાકાની કમ્બાઈન્ડ મિલિટરી હોસ્પિટલ (CMH)માં એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં સામેલ ટેન્ક ટાઇપ 59 છે, જે બાંગ્લાદેશ આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતું ચીની-વિકસિત મોડેલ છે. ચટ્ટોગ્રામમાં હાથઝારી ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં લશ્કરી કવાયત દરમિયાન વિસ્ફોટ થયો હતો. જોકે, વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી.
અકસ્માતની તપાસ કરાશે
આ ઘટના પછી તરત જ અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી હતી. ISPR એ જણાવ્યું હતું કે કારણ નક્કી કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. વિસ્ફોટ ટેકનિકલ ખામી, દારૂગોળો સંબંધિત સમસ્યા અથવા અન્ય કોઈ પરિબળને કારણે થયો હતો કે કેમ તે અંગે હજુ સુધી કોઈ વધુ વિગતો આપવામાં આવી નથી. અકસ્માત બાદ, ગંભીર રીતે ઘાયલ અધિકારીને અદ્યતન તબીબી સારવાર માટે ઢાકા લઈ જવામાં આવી રહ્યા છે. તેમની સારવાર ઢાકાની કમ્બાઈન્ડ મિલિટરી હોસ્પિટલ (CMH) માં કરવામાં આવશે. અકસ્માત અંગેની વિગતવાર માહિતી અને તપાસના પરિણામોની રાહ જોવાઈ રહી છે.