Thu Oct 01 2026

Logo

‘Lust Stories 3’નું ટ્રેલર રિલીઝ, અદિતિ-સિદ્ધાર્થની કેમિસ્ટ્રીએ મચાવી હલચલ!

2026-09-09 21:33:27
Author: Mumbai Samachar Team
‘Lust Stories 3’નું ટ્રેલર રિલીઝ, અદિતિ-સિદ્ધાર્થની કેમિસ્ટ્રીએ મચાવી હલચલ!

Lust Stories 3 (2026)


એક લાંબા સમયના બ્રેક પછી આખરે 'લસ્ટ સ્ટોરી-3'નું ટ્રેલર લૉંચ થઈ ગયું છે. આ ફિલ્મને લઈને ફેન્સ ઘણા સમયથી વાત કરી રહ્યા હતા. ખાસ કરીને આ નવી સીઝન આવતા ફરી પહેલી સીઝનની વાર્તા ચર્ચાય રહી છે. એક નવા વિષય સાથે સ્ટોરીમાં શું નવું છે એ ટ્રેલર પરથી તો સ્પષ્ટ થતું નથી પણ અટ્રેક્શન, લગ્ન, શોકિંગ એલીમેન્ટ અને સરપ્રાઈઝની આસપાસ વાર્તા ફરે છે એટલું ચોક્કસથી કહી શકાય છે. આ ફિલ્મ 18 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થઈ રહી છે. ટ્રેલર પરથી એટલું કહી શકાય કે, ફિલ્મમાં કોઈ મુખ્ય સ્ટોરી નથી. જુદી જુદી વાર્તાનો અભિગમ આગળ છે પણ ટ્રેલરમાં ખાસ કોઈ લિંક જોવા મળતી નથી. 

અલગ અલગ વાર્તા હોઈ શકે છે
ચાર અલગ વાર્તાઓની આસપાસ ફરે છે, દરેક વાર્તાઓ તેના પોતાના અનોખા દ્રષ્ટિકોણથી એક અલગ રિલેશનશીપને દર્શાવે છે. આ ચાર ભાગોનું ડાયરેક્શન વિક્રમાદિત્ય મોટવાણી, કિરણ રાવ, શકુન બત્રા અને વિશાલ ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યું છે. કલાકારોમાં રાધિકા આપ્ટે, ​​કોંકણા સેન શર્મા, અદિતિ રાવ હૈદરી, રાધિકા મદન, વિજય વર્મા, અભિષેક બેનર્જી, સિદ્ધાર્થ, અલી ફઝલ, સના થંપી અને ગુરફતેહ પીરઝાદાનો સમાવેશ થાય છે. પહેલી સીઝનમાં વિક્કી કૌશલ અને કિયારા અડવાણી જેવા ટોચના કલાકારોએ અહીંયાથી શરૂઆત કરી હતી એમ કહેવામાં પણ કંઈ ખોટું નથી. ટ્રેલરમાં સંબંધોની આસપાસની મહત્વપૂર્ણ કોમ્પિકેશન દર્શાવવામાં આવે છે. કેટલાક પાત્રો લગ્ન સંબંધિત મુદ્દાઓ સાથે ઝઝૂમી રહ્યા છે, જ્યારે અન્ય અટ્રેક્શન, આત્મીયતા, લાગણી અને તેમની સાચી ઇચ્છાઓને સમજવાની શોધમાં દેખાઈ રહી છે. 

દમદાર સીન
બેડરૂમાં પુરૂષ સાથે રહેલી સ્ત્રી એક અર્ધાંગિની છે, સખી છે, ગર્લફ્રેન્ડ છે. મન થાય ત્યારે એનો ઈચ્છા ન હોવા છતા ભોગ-વિલાસ કરી શકાય એવું માનતા હોવ તો ખાંડ ખાજો. કારણ કે, કોઈપણ સ્ત્રી એ કોઈ લાઈટ બલ્બ નથી જેને ચાલું કરી શકાય કે બંધ કરી શકાય. આ વિષય પર જડબાતોજ જવાબ આપતું આ ટ્રેલર છે. જ્યાં એક સ્ત્રી જ આ વાતને એક અલગ અંદાજથી સમજાવે છે.  ટ્રેલરમાં એક યાદગાર ક્ષણ આ બને છે. આ પછીની આ વાત ફેન્સને ટચ કરી ગઈ છે. ફેન્સનું દિલ જીતી લે એવી વાત સામે આવે છે.  એકંદરે, ટ્રેલરમાં કોમેડી પણ દર્શાવવાઈ છે. એક દ્રશ્યમાં, કોંકણા સેન શર્મા અને રાધિકા આપ્ટે દ્વારા ભજવવામાં આવેલા પાત્રો "મીન અને જિન" સાથે સંકળાયેલી રોમેન્ટિક પરિસ્થિતિની ચર્ચા કરે છે. વાતચીત કોમેડી વળાંક લે છે જ્યારે રાધિકા કોંકણાને યાદ કરાવે છે કે તેઓ કોરિયામાં નહીં, પણ કાંદિવલીમાં છે. 

રાધિકા મદન અને અલી ફઝલ મુશ્કેલીમાં મુકાયેલા લગ્નજીવન સાથે ઝઝૂમી રહ્યા છે, જ્યારે અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ દ્વારા ભજવવામાં આવેલા પાત્રોના સંબંધો પર પોતાના દ્રષ્ટિકોણ છે. વિજય વર્મા અને અભિષેક બેનર્જી પણ આ સંગ્રહનો ભાગ છે. આ ફ્રેન્ચાઇઝી 2018 માં 'લસ્ટ સ્ટોરીઝ' થી શરૂ થઈ હતી. અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર, દિબાકર બેનર્જી અને કરણ જોહર પહેલી ફિલ્મ માટે સાથે આવ્યા હતા, જેમાં રાધિકા આપ્ટે, ​​ભૂમિ પેડનેકર, કિયારા અડવાણી અને વિકી કૌશલનો સમાવેશ થતો હતો.