દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
જેમિમા ઈજાને લીધે એશિયા કપ અને એશિયન ગેમ્સની બહાર
ભારતને ગયા વર્ષે વન-ડેના વર્લ્ડ કપની ઐતિહાસિક ટ્રોફી અપાવવામાં મોટું યોગદાન આપનાર બૅટર જેમિમા રૉડ્રિગ્સને પગમાં ગંભીર ઈજા થઈ હોવાથી તે આગામી એશિયા કપમાં તેમ જ એશિયન ગેમ્સમાં નહીં રમી શકે. જેમિમાને ઇંગ્લૅન્ડની `ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટ દરમ્યાન ઈજા થઈ હતી. સિલેક્ટરોએ પચીસ વર્ષીય જેમિમાના સ્થાને પ્રતીકા રાવલને 28મી ઑગસ્ટે દુબઈમાં શરૂ થનારા એશિયા કપ માટેની ટીમમાં સમાવવામાં આવી છે. એશિયન ગેમ્સ 19મી સપ્ટેમ્બરથી જાપાનમાં યોજાવાની છે.

ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા રાજકોટમાં બે નવા પોલીસ સ્ટેશન મંજૂર
ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા રાજકોટમાં બે નવા પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા છે. આજીડેમ અને યુનિવર્સિટી-2 પોલીસ મથકનું વિભાજન કરી સરધાર અને માધાપર નવા બે પોલીસ સ્ટેશનની મંજૂરી મળી છે. ત્રણ પોલીસ સ્ટેશનમાં 4 નવી પોલીસ ચોકી કાર્યરત થશે. પોલીસ સ્ટેશનની સંખ્યા વધીને 17 થશે. હેડક્વાર્ટર્સના સ્વતંત્ર ડીસીપી અંગેની કરવામાં આવેલ દરખાસ્ત ગૃહ વિભાગે નામંજૂર કરી.
મહારાષ્ટ્રના નાસિકમાં આવ્યો 3.4ની તીવ્રતાનો ભૂકંપ
આજે સવારે મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સાથે હિમાચલ અને અફઘાનિસ્તાનમાં પણ ચાર વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ ચાર ભૂકંપ આવ્યા હતા, જેમાં સૌથી વધુ તીવ્રતા 4.4 હતી. મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.4 હતી, જ્યારે ચંબામાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.0 હતી.