Sun Sep 27 2026

Logo

'ધ વન' અને 'ધ પેરેડાઇઝ' એ કેટલું કર્યું બૉક્સ ઑફિસ કલેક્શન ? જાણો કમાણીના આંકડા

2026-09-27 09:10:41
Author: Mumbai Samachar Team
'ધ વન' અને 'ધ પેરેડાઇઝ' એ કેટલું કર્યું બૉક્સ ઑફિસ કલેક્શન ? જાણો કમાણીના આંકડા

મુંબઈઃ 'ધ વન' અને 'ધ પેરેડાઇઝ ફિલ્મો સિનેમાઘરોમાં છવાઈ છે. તાજેતરમાં જ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી લીધી છે. સોશિયલ મીડિયા પર પણ બંને ફિલ્મોને પોઝિટિવ રહ્યો છે, ચાલો જાણીએ બંને ફિલ્મોએ અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી લીધી છે.  

બોલિવૂડના એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને એકટ્રેસ તમન્ના ભાટિયા સ્ટારર 'ધ વન' (The Vvaan) ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયાને બે દિવસ થઈ ગયા છે. બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં મસમોટો ઉછાળો જોવા મળ્યો હતો. ફિલ્મે બીજા દિવસે બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. બીજી તરફ સાઉથ સુપરસ્ટાર નાની ની ફિલ્મ 'ધ પેરેડાઇઝ' (The Paradise)ને પણ રિલીઝ થયાને 3 દિવસ વીતી ચુક્યા છે અને આ ફિલ્મે પણ કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. તો બંને ફિલ્મની કમાણી વિશે જાણીએ...

'ધ વન' ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું થયું?

એક રિપોર્ટ અનુસાર 'ધ વન' ફિલ્મે બોક્સ ઓફિસ પર 11 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. શોઝની વાત કરીએ તો બીજા દિવસે ફિલ્મના શોઝ 6,887 રહ્યા હતા. ભારતમાં અત્યાર સુધીમાં આ ફિલ્મે કુલ 19 કરોડનું કલેક્શન કરી લીધું છે. ફિલ્મનું ભારતીય ગ્રોસ કલેક્શન 22.60 કરોડ રૂપિયા જેટલું થયું છે. વિશ્વભરમાં આ ફિલ્મે 2 દિવસમાં 24.85 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મે પહેલા દિવસે બોકસ ઓફિસ પર 8 કરોડનું કલેક્શન કર્યું હતું. 

'ધ પેરેડાઇઝ' ફિલ્મે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી

સાઉથ સુપરસ્ટાર નાનીની ફિલ્મ 'ધ પેરેડાઇઝ' ને રિલીઝ થયાને 3 દિવસ થઈ ગયા છે. ત્રીજા દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર 15.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મના શોઝની વાત કરીએ તો ત્રીજા દિવસે 6,889 જેટલા રહ્યા હતા. ભારતમાં અત્યાર સુધી ફિલ્મે 76.40 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મનું ભારતીય ગ્રોસ કલેક્શન 90.50 કરોડ રહ્યું હતું. વિશ્વભરમાં અત્યાર સુધી 119.50 કરોડની કમાણી કરી છે. 

બંને ફિલ્મોની સ્ટારરકાસ્ટ 

'ધ પેરેડાઇઝ' માં સાઉથ સુપરસ્ટાર નાની એક્શન ફોર્મમાં દેખાય રહ્યા છે. સોશિયલ મીડિયા પર નાનીના એક્શન અવતારનું દરેક વ્યક્તિ દીવાનું બની ગયું છે. આ ફિલ્મમાં રાઘવ જુયાલ પણ છે અને રાઘવનો ડાન્સ વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. રાઘવના કાતિલ લુક પર દર્શકો ફિદા થઈ રહ્યા છે. બીજી તરફ 'ધ વન' ફિલ્મના લીડ રોલ સિદ્ધાર્થ અને તમન્નાની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં ધાર્મિક દ્રષ્ટિકોણથી 'છઠ પૂજા' વિશે બતાવવામાં આવ્યું છે. બિહારની પાવન પૂજાને મોટા પડદે જોઈને ચાહકો પણ ઘણા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.