Sun Sep 06 2026

Logo

ભારત-શ્રીલંકા ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન

2026-08-15 13:09:00
Author: Ajay Motiwala
ભારત-શ્રીલંકા ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન

ગૉલ: ભારત અને શ્રીલંકા વચ્ચે અહીં આજે શરૂ થયેલી સિરીઝની પહેલી ટેસ્ટ (Test) મૅચમાં લંચના બ્રેક બાદ રમત ફરી શરૂ થઈ શકી નથી.

વરસાદ (Rain) પડવાની આગાહી હતી અને મેઘરાજાએ વિઘ્નો ઊભા કરવાના શરૂ કરી દીધા છે.
 

લંચ વખતે ભારતનો સ્કોર એક વિકેટે 101 રન હતો. યશસ્વી જયસ્વાલ 32 રને વાઇસ કેપ્ટન કે. એલ. રાહુલ સાથેની ગેરસમજમાં રનઆઉટમાં વિકેટ ગુમાવી બેઠો હતો.

કે. એલ. રાહુલ 32 રને અને દેવદત્ત પડિક્કલ 35 રને રમી રહ્યો હતો. ભારતે 47 રનના ફુલ સ્કોર પર યશસ્વીની વિકેટ ગુમાવી હતી.