મકાયઃ કોઈ પણ ટીમ સામાન્ય રીતે પાંચ દિવસની ટેસ્ટ મૅચ માટે ઓછામાં ઓછા પાંચ દિવસની સઘન પ્રૅક્ટિસ કરીને મુખ્ય મૅચ રમવા મેદાન પર આવતી હોય છે અને એમાં જો કોઈ બૅટ્સમૅન મૅચના પહેલા જ બૉલ પર આઉટ થઈ જાય તો તેની પ્રૅક્ટિસની દિવસોની મહેનત પાણીમાં જાય છે અને શનિવારે બાંગ્લાદેશના ઓપનર શદમન (Shadman) ઇસ્લામ સાથે આવું જ બન્યું હતું. મૅચ હજી માંડ શરૂ થઈ, 31 વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન શદમને સ્ટાન્સ લીધું, અમ્પાયરે મૅચનો પ્રથમ બૉલ ફેંકવા માટે બોલર ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્ક (Starc)ને સંકેત આપ્યો, સ્ટાર્ક દોડીને આવ્યો અને મિડલ સ્ટમ્પ પર પડેલો તેનો બૉલ ઑફ સ્ટમ્પ તરફ મૂવ થયો જેમાં શદમન ગલીના સ્થાન પર ઊભેલા કૅમેરન ગ્રીનને કૅચ આપી બેઠો હતો.
વાત અહીં જ નથી અટકતી. મિચલ સ્ટાર્કે આ વિકેટ લઈને 149 વર્ષના ટેસ્ટ-ઇતિહાસમાં નવો વિશ્વવિક્રમ રચ્યો હતો. સ્ટાર્કે ટેસ્ટ મૅચના પહેલા જ બૉલ પર વિકેટ લીધી હોય એવું શનિવારે ચોથી વખત બન્યું જે નવો વર્લ્ડ રેકૉર્ડ છે. શનિવાર પહેલાં કોઈ પણ બોલર ચાર વખત ટેસ્ટના પ્રથમ બૉલ પર વિકેટ નહોતો લઈ શક્યો, પણ સ્ટાર્કે શદમનને આઉટ કરીને એ કરી બતાવ્યું.
SHADMAN - DUCK.
— Mufaddal Atif (@MufaddalAtif) August 22, 2026
TANZID - DUCK.
MOMINUL - 9.
SHANTO - DUCK.
LITTON - DUCK. 🥶🔥
MITCHELL STARC HAS TAKEN 5 WICKETS IN JUST 3.4 OVERS!
This is absolute madness. When the series is on the line, Starc has once again shown why he is one of the greatest big-match bowlers in cricket… pic.twitter.com/GjzgXAX2JW
2004માં (બાવીસ વર્ષ પહેલાં) વેસ્ટ ઇન્ડિઝના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર પેડ્રો કૉલિન્સે ત્રીજી વખત ટેસ્ટના પ્રથમ બૉલ પર વિકેટ લીધી હતી. તેણે ત્યારે 2002થી 2004 સુધીના ત્રણ વર્ષમાં ત્રણ વખત ટેસ્ટના પહેલા બૉલ પર વિકેટ મેળવી હતી અને વધુ નવાઈની વાત એ છે કે કૉલિન્સની એ ત્રણેય વિકેટ બાંગ્લાદેશના હન્નાન સરકારની હતી. હન્નાન સરકાર ત્યારે કૉલિન્સ સામે ઉપરા ઉપરી ત્રણ વખત ટેસ્ટના પ્રથમ બૉલ પર આઉટ થઈ ગયો હતો.
ફરી સ્ટાર્કની વાત કરીએ તો શનિવાર પહેલાં તેણે જે ત્રણ વખત ટેસ્ટના પ્રથમ બૉલ પર ઓપનરને આઉટ કર્યો એની વિગત આ મુજબ છેઃ 2016માં પ્રથમ બૉલ પર દિમુથ કરુણારત્નેની વિકેટ, 2022માં પ્રથમ બૉલ પર રૉરી બર્ન્સની વિકેટ અને 2024માં પ્રથમ બૉલ પર યશસ્વી જયવસ્વાલની વિકેટ.
ભારતીયોમાં કપિલ દેવે બે વખત અને સૈયદ આબિદ અલીએ એક વખત ટેસ્ટના પહેલા બૉલ પર વિકેટ મેળવી હતી.