નવી દિલ્હીઃ ભારતે કુલુ ખાતેનાં 1.3 ટન સિંદૂરી દાડમ અને અરૂણાચલ પ્રદેશનાં 1.5 ટન કિવિની દુબઈ ખાતે નિકાસ કરી હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે. અત્રે નોંધનીય બાબત એ છે કે અરૂણાચલ પ્રદેશની ઊંચાઈ પર ઉગાડતી પરિસ્થિતિઓ અને કુદરતી વાતાવરણ વિશિષ્ટ ફળની ગુણવત્તા અને સ્વાદ સાથે કિવિની ખેતીને ટેકો આપે છે.
આ પ્રદેશમાં ઉગાડવામાં આથી કિવિની જાતોમાં હેવર્ડ, મૉન્ટી, એલિસન અને બ્રુનોનો સમાવેશ થાય છે અને તેમાં પણ હેવર્ડ વેરાઈટી આંતરરાષ્ટ્રીય બજારમાં સારી માગ ધરાવે છે, એમ મંત્રાલયે યાદીમાં જણાવ્યું હતું.
વધુમાં યાદીમાં જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં ઉગાડવામાં આવતી દાડમની જાતોમાં ભગવા અને કંધારી ઉપરાંત સિંદૂરી જાતનો પણ સમાવેશ થાય છે. દુબઈમાં કુલ દાડમની નિકાસ હિમાચલ પ્રદેશનાં સ્થાપિત સફરજનનાં વેપાર દાડમની નિકાસ થતાં કૃષિ નિકાસ બાસ્કેટમાં વૈવિધ્યકરણ કરવાના પ્રયાસોને મજબૂત બનાવે છે, એમ યાદીમાં ઉમેર્યું હતું.