Tue Nov 10 2026

Logo

રોનાલ્ડોએ 10 વખત ગોલની હૅટ-ટ્રિક કરી હતી!

Lisbon   2026-11-05 22:16:32
Author: Ajay Motiwala
રોનાલ્ડોએ 10 વખત ગોલની હૅટ-ટ્રિક કરી હતી!

લિસ્બનઃ પોર્ટુગલની નૅશનલ ટીમના કોચ જોર્જ જીસસ સાથેના મતભેદને પગલે ગુરુવારે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્તિ (Retirement) જાહેર કરનાર મહાન ફૂટબૉલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોર્ટુગલ વતી 10 વખત ગોલની હૅટ-ટ્રિક નોંધાવી હતી અને આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં આ આંકડા સુધી પહોંચનાર તે પ્રથમ પુરુષ ખેલાડી હતો.

41 વર્ષીય રોનાલ્ડો છ ફિફા વર્લ્ડ કપમાં (દરેક વિશ્વ કપમાં) ગોલ કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી હતો. જોકે બીજા મહાન ખેલાડી આર્જેન્ટિનાના લિયોનેલ મેસીની જેમ તે કદી સૉકરની આ સર્વોત્તમ ટૂર્નામેન્ટ પોતાના દેશને જિતાડી નહોતો શક્યો.

‘7' નંબરની જર્સી પહેરનાર રોનાલ્ડો (Ronaldo)એ 23 કૅલેન્ડર યરની કરીઅર દરમ્યાન (પ્રત્યેક વર્ષમાં) એક કે એકથી વધુ ગોલની સિદ્ધિ મેળવી હતી.

રોનાલ્ડોએ સમગ્ર કારકિર્દીમાં કુલ 985 ગોલ કર્યા છે અને હવે સઉદી અરેબિયાની અલ નાસર ટીમ વતી વધુ રમીને 1,000 ગોલની અભૂતપૂર્વ સિદ્ધિ મેળવવા કોઈ કસર નહીં છોડે.