Tue Sep 08 2026

Logo

Sara Ali Khan Birthday: સારા અલી ખાને ઉજવ્યો 31મો જન્મદિવસ!

2026-08-14 22:02:48
Author: Mumbai Samachar Team
Sara Ali Khan Birthday: સારા અલી ખાને ઉજવ્યો 31મો જન્મદિવસ!

બોલીવૂડની લોકપ્રિય, સુંદર અને ચુલબુલી અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan)એ બારમી ઓગસ્ટે પોતાનો 31મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હતો. સારાના આ સ્પેશિયલ ડેના સેલિબ્રેશનના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં તૂફાન વાઈરલ થઈ રહ્યા છે. 

બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન એ આ ખાસ દિવસ પોતાની માતા અમૃતા સિંહ, ભાઈ ઈબ્રાહિમ અલી ખાન અને બોલીવૂડના અંગત મિત્રો સાથે ઉજવ્યો હતો. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સેલિબ્રેશનની મનમોહક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

સારા અલી ખાને પોતાનો બર્થડે 'સારા કાર્નિવલ' (Sara Carnival) થીમ સાથે સેલિબ્રેટ કર્યો હતો. પાર્ટીની સૌથી મોટી ખાસિયત તેની ફિલ્મી થીમ આધારિત બર્થડે કેક હતી. આ કેક પર સારા, માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમના કટઆઉટ્સ લગાવેલા હતા.

ડિમ્પલ કાપડિયાની ખાસ હાજરી: આ સેલિબ્રેશનમાં બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા પણ ખાસ ઉપસ્થિત રહી હતી અને તેમણે સારા સાથે સુંદર પોઝ આપ્યા હતા. બંનેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પોતાના ખાસ દિવસે સારા અલી ખાન પેરેટ ગ્રીન કલરના શોર્ટ મિની ડ્રેસમાં અત્યંત ગ્લેમરસ અને સ્ટાઈલિશ દેખાઈ રહી હતી. તસવીરો શેર કરતાં સારાએ ભાવુક કેપ્શન લખ્યું હતું: હું ખૂબ ભાગ્યશાળી છું કે મારી આસપાસ એવા લોકો છે જે મને 100 ટકા જાણે છે અને સમજે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, સારા અલી ખાન છેલ્લે ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો ટુ'માં જોવા મળી હતી, જેમાં તેની સાથે આયુષ્માન ખુરાના, રકુલ પ્રીત સિંહ અને વામિકા ગબ્બી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.