Wed Aug 19 2026

Logo

ટ્રમ્પનાં સૌથી ગ્લેમરસ પ્રેસ સચિવનું અચાનક રાજીનામું, કેમ લીધો આ મોટો નિર્ણય?

Washington DC   2026-08-13 20:50:36
Author: Mumbai Samachar Team
Article Image

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્લેમરસ અને સૌથી નાની વયના વ્હાઈટ હાઉસ પ્રેસ સચિવ કેરોલીન લેવિટે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસ સચિવ કેરોલીન લેવિટે રાજીનામું આપીને ચર્ચામાં આવ્યા છે. 

લેવિટે એક્સ પ્લેટફોર્મ પર લખ્યું કે 'મારી દીકરીના જન્મ બાદ વ્હાઈટ હાઉસમાં પરત ફર્યા બાદ મને એવો અનુભવ થયો છે કે વ્હાઈટ હાઉસ પ્રેસ સચિવના રૂપમાં જરૂરી નિરંતર સમય, શક્તિ અને ધ્યાન આપવામાં મેં મારા બે નાના બાળકો તરફ ધ્યાન ન આપીને બેસ્ટ મોમ તરીકેની ફરજ નિભાવી નહોતી. આ કારણે મેં વ્હાઈટ હાઉસ છોડવા અને પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવાનો નિર્ણય લીધો છે.'

બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ સોશિયલ મીડિયા પર લેવિટના રાજીનામાની જાણકારી શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે લેવિટ પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે, તેથી રાજીનામું આપ્યું છે. 28 વર્ષની લેવિટે મે મહિનામાં એક સુંદર દીકરીને જન્મ આપ્યો હતો. તેની દીકરીનું નામ વિવિયન છે. ગયા મહિને જ લેવિટ મેટરનિટી લિવ પૂરી કરીને કરીને તે વ્હાઈટ હાઉસ પરત ફરી હતી. 

ટ્રમ્પએ પોતાના એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે લેવિટ જાન્યુઆરી 2025માં તેમના સત્તા પર પાછા ફર્યા બાદ વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવના રૂપમાં સેવા આપનાર સૌથી નાની ઉંમરની વ્યકિત છે. હવેથી તે મારા સલાહકારોમાંથી એક હશે. તો જાણીએ કેરોલીન લેવિટના જીવન વિશે કે તે આટલી નાની ઉંમરમાં કેવી રીતે આટલી ઊંચાઈ પર પહોંચી...

લેવિટે વ્હાઈટ હાઉસમાં પોતાની કારકિર્દી ટ્રમ્પ પહેલા કાર્યકાળ દરમિયાન એક પ્રેસ સહયોગી તરીકે શરૂ કર્યું હતું. તેણે 2022માં ન્યુ હેમ્પશાયરના પ્રથમ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટથી રિપબ્લિકન કેન્ડિડેટ તરીકે કોંગ્રેસ માટે ચૂંટણી લડી હતી, પરંતુ તે હારી ગઈ હતી. લેવિટ ન્યુ હેમ્પશાયરમાં મોટી થઈ હતી. તેનો પરિવાર રોમન કેથલિક છે. તે પોતે પણ ધાર્મિક છે. તેની ધાર્મિકતાની ઝલક તેના કામમાં પણ જોવા મળે છે. લેવિટ ગળામાં ક્રોસ પહેરે છે, તેમની ટીમ પત્રકારોનો સામનો કરવા માટે બ્રિફિંગ રૂમમાં જતા પહેલા એક નાની સામુહિક પ્રાર્થના પણ કરતી હતી. 

લેવિટે સોફ્ટબોલ સ્કોલરશીપ સેન્ટ એંસલમ કોલેજમાં દાખલો લીધો અને 2016ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તે વિદ્યાર્થિની હતી અને તેણે એક ન્યૂઝ ચૅનલમાં ઇન્ટરશિપ પણ કરી હતી. તે જ વર્ષે તેણે એક આર્ટિકલ પણ લખ્યું હતું કે જેમાં તેણે ઉદારવાદી મીડિયાની આકરી ટીકા પણ કરી હતી. 2019 માં પોલિટિક્સ અને કમ્યુનિકેશનમાં તેણે ડિગ્રી લીધી હતી. 

32 વર્ષ મોટા વ્યક્તિ સાથે કર્યા લગ્ન

પોતાની પોલિટિકલ કરિયર સાથે જ લેવિટે પર્સનલ લાઈફનું બેલેન્સ જાળવી રાખ્યું હતું. 2023માં લેવિટે રિયલ એસ્ટેટ ડેવલપર નિકોલસ રીકીયો સાથે સગાઇ કરી હતી. રીકીયો તેનાથી 32 વર્ષ મોટા છે. લગ્નના પછીના વર્ષે 2024માં તેમને એક દીકરો જન્મ્યો હતો અને જેનું નામ રાખ્યું હતું રોબર્ટ રીકીયો. 

લેવિટે વ્હાઈટ હાઉસ પ્રેસ સચિવ બન્યાના થોડા દિવસ પહેલા જાન્યુઆરી 2025માં નિકોલસ સાથે લગ્ન કર્યા હતા. મે 2026માં તેમના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો. લેવિટ ઘણી ગ્લેમરસ છે. જેની ઝલક તેના પ્રોફેશનલ અને પર્સનલ જીવનમાં પણ જોવા મળે છે. તે ઘણીવાર પોતાના પરિવાર સાથે ફોટો અને વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

ટ્રમ્પ સાથે આ રીતે જોડાઈ લેવિટ 

લેવિટે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વ્હાઈટ હાઉસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, જ્યાં તે વ્હાઈટ હાઉસના કોરસપોન્ડ્સ ઓફિસમાં વોટર્સને પત્ર લખવાનું કામ કરવા લાગી હતી. ત્યાંથી જ તે ટ્રમ્પના સંપર્કમાં આવી હતી. બાદમાં તે આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી બની હતી. તે ટ્રમ્પની મોટી સમર્થકના રૂપમા સામે આવી હતી. 2020માં ટ્રમ્પની હાર બાદ લેવિટે પુરાવાનો અભાવ હોવા છતાં વોટિંગમાં મોટા પાયે વોટર્સે છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. 

2021માં તેને વ્હાઈટ હાઉસની નોકરી છોડી દીધી હતી ત્યાર બાદ તે ન્યૂયોર્કના એક રિપબ્લિકન રિપ્રેઝન્ટેટિવ એલિસ સ્ટેફનીકની કમ્યુનિકેશન ડાયરેક્ટર બની હતી. 2022માં ન્યુ હેમ્પશાયરની પહેલી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટથી ચૂંટણી પણ લડી પણ હારી ગઈ હતી ત્યાર બાદ ફરી 2024ના ચૂંટણી અભિયાનમાં રાષ્ટ્રીય પ્રેસ સચિવના રૂપમાં સામેલ થઈ હતી. 

2025માં જયારે ટ્રમ્પ બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા ત્યારે લેવિટ  વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ બની હતી. તે 27 વર્ષની ઉંમરમાં સૌથી નાની ઉંમરની પ્રેસ સચિવ બની હતી, જેના પહેલા રોનાલ્ડ જિગલર 29 વર્ષની ઉંમરમાં રિચર્ડ નિક્સનના પ્રવક્તા બન્યા હતા, જ્યારે લેવિટ જિગલર કરતા પણ નાની હતી.