ઍમ્સ્ટલવીન (નેધરલૅન્ડ્સ): ભારત શનિવારે (બપોરે 4.30 વાગ્યાથી) હૉકીના એફઆઇએચ વર્લ્ડ કપમાં ઝુકાવશે. શનિવારની (આઝાદી દિનની) ભારતની પ્રથમ મૅચ વેલ્સ સામે રમાશે જેમાં ભારતીય ટીમનું નેતૃત્વ હરમનપ્રીત સિંહ સંભાળશે. આ વર્લ્ડ કપ (WC)ની મૅચો બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સમાં રમાશે.
ભારત 51 વર્ષથી ટ્રોફી નથી જીત્યું
30મી ઑગસ્ટ સુધી ચાલનારા આ વિશ્વ કપમાં કુલ 16 દેશ ભાગ લઈ રહ્યા છે. છેલ્લે ભારત 51 વર્ષ પહેલાં વર્લ્ડ કપ જીત્યું હતું. આ વખતના વિશ્વ કપમાં ભારતના ગ્રૂપ-ડીમાં વેલ્સ ઉપરાંત ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાનનો સમાવેશ છે.
ભારત-પાકિસ્તાન મૅચ 19મી ઑગસ્ટે
ગ્રૂપ-ડીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હૉકી (Hockey) મૅચ 19મી ઑગસ્ટે ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યાથી રમાશે. એ પહેલાં, ભારતની ઇંગ્લૅન્ડ સામેની 17મી ઑગસ્ટની મૅચ રમાઈ ગઈ હશે.
કયા ગ્રૂપમાં કયા દેશઃ
ચારેય ગ્રૂપના દેશો આ મુજબ છેઃ ગ્રૂપ-એઃ (1) નેધરલૅન્ડ્સ, આર્જેન્ટિના, ન્યૂ ઝીલૅન્ડ, જાપાન (2) ગ્રૂપ-બીઃ બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ, મલયેશિયા (3) ગ્રૂપ-સીઃ ઑસ્ટ્રેલિયા, સ્પેન, આયરલૅન્ડ, સાઉથ આફ્રિકા (4) ગ્રૂપ-ડીઃ ભારત, પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ, વેલ્સ.