Sat Sep 12 2026

Logo

‘ટ્રમ્પનો વિચાર લઇને ભારત આવ્યો છું, હવે પરિણામ  પર ફોકસ’, બેંગલુરુમાં બોલ્યા અમેરિકી રાજદૂત સર્જિયો ગોર

2026-09-07 12:01:58
Author: Mumbai Samachar Team
‘ટ્રમ્પનો વિચાર લઇને ભારત આવ્યો છું, હવે પરિણામ  પર ફોકસ’, બેંગલુરુમાં બોલ્યા અમેરિકી રાજદૂત સર્જિયો ગોર

@USAmbIndia


બૅંગલુરુમાં અમેરિકી રાજદૂત સર્ગીઓ ગોરે ભારત-અમેરિકા સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે તેમને ભારતમાં કામ કરવા માટે મોકલ્યા છે. તેમનો હેતુ પાછળ વળીને જોવાનો નથી. તેમનું ધ્યાન આગળ વધવા અને નક્કર પરિણામો મેળવવા પર છે.

ગોરે જણાવ્યું કે અમેરિકાની સ્વતંત્રતાના ૨૫૦ વર્ષ પૂરા થવા એ ઉજવણીનો અવસર છે, પરંતુ તેઓ માત્ર ભૂતકાળની વાતો કરવા માટે ભારત આવ્યા નથી. બંને દેશોના લોકો માટે વાસ્તવિક પરિણામો મેળવવા એ તેમની પ્રાથમિકતા છે.

‘બૅંગલુરુ કામ કરે છે અને પરિણામ આપે છે’

અમેરિકી રાજદૂતે બૅંગલુરુના પણ વખાણ કર્યા. તેમણે કહ્યું કે આ શહેર કામ કરે છે. તે પરિણામ આપે છે. તે રાહ જોતું નથી. અમેરિકી પ્રશાસન પણ આ જ વિચારસરણી સાથે આગળ વધી રહ્યું છે.

તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત-અમેરિકા સંબંધોમાં આ જ ભાવના લઈને આવ્યા છે. તેમણે પણ રાજદૂત તરીકે આ જ ભાવનાને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. ગોરે જણાવ્યું કે બંને દેશો માટે દર અઠવાડિયે એવા અવસરોની તલાશ કરવામાં આવે છે, જેમાં બંનેને ફાયદો થાય. તેમનો ભાર એવા સહયોગ પર છે, જેથી ભારત અને અમેરિકા બંનેને ફાયદો મળી શકે.

ગોરે કહ્યું કે ભારત અને અમેરિકા લગભગ દરેક ક્ષેત્રમાં સાથે કામ કરી રહ્યા છે. તેમાં દ્વિપક્ષીય વેપાર સામેલ છે. એરોસ્પેસના ક્ષેત્રમાં પણ સહયોગ થઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે ભારત, અમેરિકા સાથે અન્ય કોઈપણ દેશની તુલનામાં વધારે લશ્કરી કવાયતો કરે છે. અંતરિક્ષના ક્ષેત્રમાં પણ બંને દેશોનો સહયોગ સતત વધી રહ્યો છે.

સર્જિયો ગોરે TRUST ફેલોશિપનો પણ ઉલ્લેખ કર્યો. આને ભારત અને અમેરિકા વચ્ચે નવી ભાગીદારી ગણાવી. આ ભાગીદારી હેઠળ બન્ને દેશોના ટોપ રિસર્ચર્સ સાથે કામ કરશે. ગોરે કહ્યું કે આ એવી ટેકનીક છે જે આ સદીને દિશા આપશે. બન્ને દેશોના શોધકર્તા (રિસર્ચર્સ) ને એકસાથે લાવવાથી આ સેકટરમાં સહયોગ વધશે.