નવી દિલ્હીઃ દેશના અર્થતંત્ર પર અનેક નિષ્ણાંતો વાત કરી ચૂક્યા છે. હવે આ વિષય પર વડા પ્રધાનના સચીવ પીકે મિશ્રાએ મહત્ત્વની વાત જણાવી છે. સચીવે જણાવ્યું હતું કે, યુદ્ધ ઊર્જા-એનર્જી અને ખાદ્ય માર્કેટને અસ્ત-વ્યસ્ત કરી દે છે. જ્યારે સમુદ્રી રસ્તે તથા રાજકીય-ભૌગોલિક રીતે વ્યાપારી માર્ગ પણ આર્થિક રીતે સંવેદનશીલ બની ગયો છે. કૌટિલ્ય આર્થિક સંમેલનમાં એ વર્લ્ડ પ્રાઈસ્ડ ફોર રિસ્ક વિષય પર વાતચીત કરતા સચીવે આ અંગે વિસ્તારથી વાત કહી હતી. આ વાત એવા સમયે સામે આવી છે જ્યારે અર્થતંત્રને લઈને અનેક પ્રકારની વાત થઈ રહી છે.
નામ લીધા વગર કહી મોટી વાત
A World Priced for Risk વિષય પર બોલતા તેમણે નોંધ્યું કે ભારત એનર્જીની આયાતકાર દેશ છે. મુખ્ય દરિયાઈ માર્ગો પર લાંબા સમય સુધી કોઈપણ અવરોધ અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર કરી શકે છે. પરિણામે ભારતે સુરક્ષાના વિવિધ સ્તરોનો સમાવેશ કરતી એક વ્યૂહરચના તૈયાર કરી છે. ઊર્જા સુરક્ષાના દ્રષ્ટિકોણથી, હોર્મુઝની સામુદ્રધુનીની આસપાસના અવરોધો એ વાતની સ્પષ્ટ યાદ અપાવે છે કે ભૌગોલિક સ્થિતિ કેવી રીતે આર્થિક જોખમમાં પરિણમી શકે છે.
કોઈ દેશનું નામ લીધા વગર જ સચીવે એક મોટી અને મહત્ત્વની વાત કહી દીધી હતી. સચીવે ઉમેર્યું કે, નિકાસ પર પ્રતિબંધ, આર્થિક પ્રતિબંધો અને ટેક્સ આર્થિક પોલિસીના મુખ્ય સાધનો છે. અનેકવાર આ હથિયાર તરીકે પણ સાબિત થાય છે. જેને અપનાવવામાં આવે છે. પણ એ વાત તો જગજાહેર છે કે, અમેરિકા પહેલા અનેક કારણોસર ભારત સહિત અનેક દેશ પર ટેક્સ લાગુ કરવા માટેના એલાન કરી ચૂક્યો છે.
બાહરના પાસા અસર કરે છે
ભારત જે દેશ પાસેથી ક્રુડ ઓઈલ ખરીદે છે એની સંખ્યા 27થી વધીને 43 થઈ છે. જે ભારત માટે એક મોટા બદલાવથી કમ નથી. એ સારી વાત છે કે, આપણને ગુણવત્તાયુક્ત એનર્જી મળી રહી છે. આગળના સમયમાં પણ આ લાગુ રહેશે. એનર્જી, પરમાણું એનર્જી તથા એના સાથે જોડાયેલી ડૉમેસ્ટિક ક્ષમતામાં વધારો કરવો એ માત્ર પર્યાવરણ માટે જ જરૂરી નથી પણ બાહરના કેટલાક પાસા અને ઝટકાને પણ ઓછા માટે પણ જરૂરી છે. વડા પ્રધાનના સચીવે જણાવ્યું હતું કે, ભારતે રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ ખનિજ મિશન અંતર્ગત ડૉમેસ્ટિક લેવલ પર સંશોધન, પ્રોસેસિંગ અને રી-સાયક્લિંગને મજબૂત કરવા માટે મહત્ત્વના પગલાં લીધા છે.