Mon Oct 05 2026

Logo

મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટમાં ખામી સર્જાઇ, ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

2026-09-07 22:01:00
Author: Chandrakant Kanoja
મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટમાં ખામી સર્જાઇ, ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

ચેન્નાઈ: મલેશિયાની રાજધાની કુઆલાલંપુરથી જેદ્દાહ જતી મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. જેના પગલે ફલાઈટનું ભારતના ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. 

કુઆલાલંપુરથી જેદ્દાહ જતી ફ્લાઇટમાં ટેકનીકલ ખામી 

આ અંગે મળતી માહિતી મુજબ સોમવારે કુઆલાલંપુરથી જેદ્દાહ જતી  મલેશિયા એરલાઇન્સની 186 મુસાફરોને લઈને જતી ફ્લાઇટ MH156 માં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. જેનું ચેન્નાઈ એરપોર્ટ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.  વિમાનના લેન્ડિંગ પૂર્વે  એરપોર્ટ પર જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ટેકનિકલ ટીમ આ મુદ્દાની તપાસ કરી રહી છે

આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે વિમાનના બીજા એન્જિનમાં ટેકનિકલ સમસ્યા ઊભી થઈ હતી. એરલાઇન અને સંબંધિત ટેકનિકલ ટીમ આ મુદ્દાની તપાસ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે એરપોર્ટ કામગીરી સામાન્ય છે.

એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું પણ ઇમરજન્સી લેન્ડિંગ 

આ ઉપરાંત અન્ય એક ઘટનામાં તિરુચિરાપલ્લીથી સિંગાપોર જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટને ટેકનિકલ સમસ્યાને કારણે ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ફ્લાઇટ સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી.તેમજ એરલાઇનની એન્જિનિયરિંગ અને ટેકનિકલ ટીમો સમસ્યાનું મૂલ્યાંકન કરી રહી છે.