મુંબઈઃ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં નેવુંના દાયકાને સંગીતના પ્રયોગોનો સુવર્ણ યુગ માની શકાય. રિધમ, અવાજ, સાઉન્ડ ક્લેરિટી, મ્યુઝિકના જુદા જુદા ઝોનર, થીમ અને સ્વરબદ્ધ કમ્પોઝિશનની એવી શરૂઆત આ દાયકામાં થઈ કે હજુ પણ એ સમયના ગીત એક આખી પેઢી માટે એવરગ્રીન હતી. આઈટમ નંબર સોંગ કરતા લવસોંગની આખી ફ્લેવર હતી, ડિસ્કોનો આખો યુગ હતો, સિંગલ સોલોમાં સિંગરનો એક અલગ અંદાજ દેખાતો.
એવામાં હાઈનોટ્સથી લઈને રેશમી-મખમલી એમ તમામ ઉપર અને નીચેના સ્વરોને સ્પષ્ટ કંઠ આપનારી ગાયિકા ઈન્ડસ્ટ્રી થકી આપણને મળી. એનું નામ છે સુનિધિ ચૌહાણ. 'શિલા કી જવાનીથી લઈને 'તુઝકો ના દેખું તો જી ગભરાતા હૈ' જેવા એકથી એક ચઢિયાતા ગીતને કંઠ આપીને 90ના દાયકાથી 2026 સુધીની આખી પેઢીને ક્નેક્ટ કરવાનું કામ કર્યું.

અટપટા ગીતોને પણ આપ્યો અવાજ
2000ના દાયકામાં શાન, શ્રેયા, કેકે અને તેની સાથે સુનિધિનું નામ પણ જોડાઈ ગયું હતું, જેને પ્રીતમ, વિશાલ એન્ડ શેખર, શંકર અહેસાન લોય અને એઆર રહેમાન જેવા કલાકારો સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો. ખાસ વાત એ છે કે, આ એવા સંગીતકારો છે જે ઈન્ડસ્ટ્રીમાં ગ્રો થતા હતા. એવામાં સુનિધિ એવી ગાયિકા હતી, જેનો પ્રાથમિક તબક્કો એક અલગ ઝોનમાં ફિક્સ થવા જઈ રહ્યો હતો. કોઈ ગાયિકીની ફ્રેમમાં ન બંધાયને સુનિધિએ એવા ગીત ગાયા જે એના સોંગ લિસ્ટમાં ક્યારેક આઉટ ઓફ બોકસ હતા. 'કાશ્મીર મેં, તું કન્યાકુમારી, 50-50 હર સિચ્વેશન મેં હિસ્સેદારી' આવા અટપટા ગીતને પણ મસ્ત લયમાં લલકારીને સુનિધિએ માઈલસ્ટોન સેટ કરેલો. સુનિધિ એવા સમયે ઈન્ડસ્ટ્રીમાં આવી જ્યારે જમાનો પોપસોંગનો હતો. ડિસ્કો બિટ ધીમેધીમે એક્ઝિટ થઈ રહી હતી. એવામાં સુનિધિએ ફાસ્ટ સોંગને કંઠ આપીને પોતાના અવાજનો પંચ આપ્યો. ગાયિકીની એ ઊંચાઈ સુધી પહોંચી કે, આજે એના નામથી એક આખો ઝોન બની ગયો.
દરેક મૂડના ગીત ગાયા
માત્ર ઝોનની વાત નથી, સુનિધિએ એ દરેક મૂડના ગીત ગાયા, જે એક સામાન્ય માણસ પણ સરળતાથી સમજી શકે અને ફીલ પણ કરી શકે. શરૂઆતના ગીત એટલા લોકપ્રિય ન થયા અને શરૂઆતના તબક્કામાં કોઈ ખાસ એવું કામ પણ મળતું નહોતું. સિંગિગની ટ્રેન ટ્રેક પર હોવા છતા એટલી નામના ન મળી પણ 'મસ્ત' ફિલ્મના એક ગીતથી સુનિધિ કોણ એ સૌને ખ્યાલ આવી ગયો. ગીત હતું 'રૂકી રૂકી થી ઝિંદગી, ઝટ સે ચલ પડી' બસ આ ગીતથી એની સંગીતની અટકેલી ગાડી પણ ઝટપટ રીતે દોડવા લાગી.
આખી ઈન્ડસ્ટ્રીના આ એક મસ્ત તીણા, પણ પ્રભાવશાળી અવાજની સાથે કંઈક કરવાની ઈચ્છા થઈ. સુનિધિના અવાજની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, સુનિધિનો અવાજ તો ખૂબ જ ક્લિયર છે જ પણ એના અવાજમાં એક યુવતી જાણે સંગીતના માધ્યમથી બોલી રહી હોય એવી રિયલ ફીલ આવે છે. જાણે 19 વર્ષની યુવતી વાત કરતી હોય સંગીત ભાષામાં એવું લાગે.
સંગીતકારે ઠપકો આપ્યો અને મૂડઓફ કર્યો
એક જાણીતા સંગીતકારે શરૂઆતના સમયમાં તેને ત્યાં સુધી કહી દીધુ કે, બોરિયા બિસ્તર બાંધીને ઘરે ઉપડો, અહીંયા તમારું કામ નથી. મૂળ વાત એ હતી કે, સુનિધિ લતાજી એ ગાયેલું ગીત 'લગ જા ગલે, કે ફીર યે હસી રાત હો ન હો' એના સ્કેલમાં ગાઈ શકી ન હતી. અરે, યાર. ક્યાં લતાજી અને ક્યાં નવી નવી ઈન્ડસ્ટ્રીમાં આવેલી સુનિધિ. તુલના જ શક્ય નથી ત્યાં આગળ કેવી રીતે વધી શકાય. પણ સુનિધિ ટકી રહી. એક સંગીતકારે તો એવું કહ્યું કે, તારો અવાજ એક મર્દાના અવાજ છે. અવાજમાં બેઝ છે.
પણ તું ફીમેલ છે એટલે મિસમેચ થાય છે. પણ એ સંગીતકારને ક્યાં ખબર હતી કે, આ જ મર્દાના અવાજ મખમલી બનીને શબ્દોને શણગારી દેશે. એક ઈન્ટરવ્યૂમાં તેણે એવી સ્પષટાત કરી હતી કે, આ પ્રકારના અનુભવથી મને એક માનસિક મજબૂતી મળી છે. પણ મેં ક્યારેય હિંમત હારી નથી. પછી આઈટમ નંબર મળ્યા, ડાન્સ સોંગ મળ્યા, લવ સોંગ મળ્યા. આજે એક એનું લવસોંગ લવ એન્થમ બની ગયું છે. 'મેરે હાથ મેં, તેરા હાથ હો, સારી જન્નતે મેરે સાથ હો'. ગીતની વચ્ચે ભલે ત્રણથી ચાર લાઈન મળી હોય પણ એ ગીત એક ઝોનનું આઈકોન બની ગયું હોય છે.
ગીત પાછળની વાત
આવું જ એક ગીત છે 'એક નજર મેં ભી પ્યાર હોતા હૈ, મેને સુના હૈ' આમાં ડાયરેક્ટ સુનિધિનો કોઈ કટ નથી. પણ વચ્ચેથી એના કંઠની મીઠાશ અલગ ફીલ કરાવે છે. આજે સુનિધિના ફેન્સ લાખોની સંખ્યામાં છે. એક આઉટ ઓફ બોક્સ વાત. સુનિધિ ચૌહાણે 'ડર્ટી પિક્ચર' ફિલ્મનું 'ઈશ્ક સુફિયાના' પોતાના એક અલગ અંદાજ અને સ્કેલમાં ગાયેલું છે. અહીં એની ગાયિકીનો એક સુફી અંદાજ પણ જોવા મળ્યો. સાંભળવા મળ્યો અને માણવા પણ મળ્યો. હિન્દી સંગીત ઈન્ડસ્ટ્રીના 90ના દાયકામાં જે ગોલ્ડન એરા રચાયો એમાં સુનિધિ પહેલા ક્રમે રહી ગઈ. 'મહેબુબ મેરે, મહેબૂબ મેરે, તેરી આંખો સે મુજે પીને દે, કુછ દર્દે હૈ મેરે સિને મેં, મુજે મસ્ત મહોલ મેં જીને દે' સેડ સોંગ કહો કે, ઓફ ધ બીટ. આ ગીત એટલું લોકપ્રિય થયું કે, સુસ્મિતા અને સુનિધિના અવાજ એકબીજામાં ક્યારે મેચ થઈ ગયા એની જાણ જ ન થઈ. આ ગીતનું સંગીત પણ હાર્ટબિટને બીટ કરી દે છે. ફિલ્મ 'ચમેલી' ભલે ફ્લોપ ગઈ હોય પણ સુનિધિના અવાજમાં 'ભાગે રે મન કહી, આગે રે મન કહાં જાયે કિધર જાનુ ના' જાણે કરીના માઈક લઈને વરસાદમાં નાચતી ગાતી હોય એવી મસ્ત ફીલ. એમાં પણ એક લાઈન જે હાયરનોટ્સમાં છે એમાં તો સુનિધિએ સંગીતકારને ધ્રુજાવી દીધા હતા.
જાહેર મંચ પર રડવા લાગી
ડાન્સિંગ સોંગ 'સજના દી વારી વારી જાઉ જી મેં' આજે દરેક લગ્ન પ્રસંગે એકવાર તો પ્લે થાય જ છે. આની બીટ સુનિધિને પણ પસંદ પડી ગઈ હતી. સુનિધિના અવાજથી પહેલીવાર જ્યારે ગીત રેકોર્ડ થયું ત્યારે ગીતને એક અલગ સ્કેલ મળી ગયો હતો. આ પછી મુંબઈના નેસ્કો સેન્ચરમાં સુનિધિનો કોન્સર્ટ યોજાયો. અહીંયાથી કમર્શિયલ સિંગિંગ ઈવેન્ટની શરૂઆત થઈ, જેમાં પહેલી વાર 20,000થી વધુ લોકો એને લાઈવમાં સાંભળવા માટે જોડાયા હતા. આ પછી 10 શહેરમાં જુદા જુદા સમયે કોન્સર્ટ યોજાયા અને સુનિધિ રેકોર્ડિંગ સ્ટુડિયોથી પબ્લિક સુધી પહોંચી.
એક બેસ્ટ ગાયક તરીકે જાહેર મંચ પરથી કોઈ વાત સ્વીકારવી દરેક વ્યક્તિ કરી શકે એમ નથી. લખનઉમાં જ્યારે કોન્સર્ટ હતો એ સમયે તેમણે સ્વીકાર્યું હતું કે, પહેલા જેવો અવાજ હવે રહ્યો નથી અને પહેલા ગીત હવે ગાય શકું એમ પણ નથી. છતાં આ જર્નીમાં ધીમે ધીમે ગીત ગાવાનું ચાલું રાખ્યું છે. પણ પહેલા જેટલા ઝોનમાં ગાતી એવું હવે નથી. આ કોન્સર્ટમાં તે ખૂબ ઈમોશનલ થઈ ગઈ હતી અને સ્ટેજ પર જ રડવા લાગી હતી.