મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે દાવો કર્યો હતો કે ગઈઙ ના બે જૂથો એક થશે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર મહા વિકાસ આઘાડીમાં પાછા ફરશે, કારણ કે તેમનું હૃદય તેમના પરિવાર સાથે છે.
પત્રકારો સાથે વાત કરતા, રાઉતે એવો દાવો કર્યો હતો કે શાસક એનસીપી શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) માં ભળી ગયું છે કારણ કે બંને રાજ્યમાં આગામી જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીમાં ’ઘડિયાળ’ ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી રહ્યા છે.
અજિત પવાર મહાયુતિનો ભાગ હોવા છતાં, તેઓ હજુ પણ એમવીએ સાથે જોડાયેલા છે. શરદ પવાર અને અજિત પવાર એમવીએના ભાગ રૂપે સાથે આવશે. અજિત પવાર બે પથ્થરો પર પગ મૂકી શકતા નથી,’ એમ તેમણે કહ્યું હતું.
અજિત પવાર જુલાઈ 2024માં આઠ વિધાનસભ્યો સાથે તત્કાલીન એકનાથ શિંદેની સરકારમાં જોડાયા હતા, જેના પરિણામે એનસીપીમાં વિભાજન થયું હતું. તેમના નેતૃત્વ હેઠળના જૂથને પાર્ટીનું નામ અને ‘ઘડિયાળ’ ચિહ્ન મળ્યું હતું, જ્યારે શરદ પવારના સંગઠનને હવે એનસીપી (શરદચંદ્ર પવાર) કહેવામાં આવે છે.
આ મહિનાની શરૂઆતમાં પુણે અને પિંપરી-ચિંચવડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે એનસીપી જૂથોએ ગઠબંધન બનાવ્યું હતું અને પાંચમી ફેબ્રુઆરીએ યોજાનારી મ્યુનિસિપલ બોડી ચૂંટણીના ત્રીજા તબક્કા માટે જોડાણની જાહેરાત કરી છે. તેઓ અજિત પવારની આગેવાની હેઠળની પાર્ટીના ઘડિયાળના પ્રતીક પર ચૂંટણી લડશે.
રાઉતે વધુમાં આરોપ લગાવ્યો કે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદને લઈને ભાજપથી નારાજ છે.
તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ પણ ઢીલ કરવા તૈયાર નથી.
શિંદેએ આ બાબતે પોતાના વલણનો ખુલાસો કર્યા વિના એવો પુનરોચ્ચાર કર્યો છે કે મુંબઈમાં મહાયુતિનો જ મેયર હશે.