અમદાવાદઃ અમદાવાદના સાબરમતી નદીમાં માતા-પુત્રએ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન બોટિંગ વિસ્તાર પાસેથી વૃદ્ધ માતા અને દીકરાની લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. માતા-દીકરાએ સાબરમતી નદીમાં પડીને આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
દીકરો માનસિક હોવાથી માતા દીકરાએ આપઘાત કર્યાની આશંકા
આ મામલે પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું કે, દીકરો માનસિક હોવાથી માતા દીકરાએ આપઘાત કર્યો હોવાની શક્યતા છે. અત્યારે બંનેના મૃતદેહ પીએમ માટે મોકલીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતકોની ઓળખ 74 વર્ષીય પ્રવિણાબેન પંડ્યાએ તેમના 48 વર્ષીય દીકરા જગદીશ સાથે સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે, મોતનું સાચુ કારણ જાણવા માટે પોલીસ તપાસ શરૂ કરી દીધી છે. કારણ કે, આપધાતની આશંકા છે, તે સાચુ કારણ હોઈ પણ શકે અને નહીં પણ! હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે ત્યારે મોતાના કારણની જાણકરી મળશે.
રિવરફ્રન્ટ પોલીસ આ કેસની તપાસ હાથ ધરી
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પ્રવિણાબેન પંડ્યા અને જગદીશ બપોરના સમયે સાબરમતી વોલ્ક વે પરથી કૂદ્યા હતા. બંને કૂદ્યા બાદ બોડી નદીમાં તરતી હતી, જે સિક્યુરિટી ગાર્ડને દેખાતા હતી. લાશ તરતી દેખાતા ગાર્ડે તાત્કાલિક રિવર રેસ્ક્યુ ટીમ અને પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે આવીને મૃતદેહને બહાર કાઢ્યા અને બાદમાં પરિવાર જાણ કરી હતી. પરિવારે આવીને મૃતદેહની ઓળખ કરી ત્યારબાદ બંનેના મૃતદેહ ઓળખ કરી પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે.