Wed Jul 15 2026

Logo

પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચારઃ વાપીમાં બ્લોકને કારણે મુંબઈ-ગુજરાત વચ્ચેની ટ્રેનોને થશે અસર, જાણો સમગ્ર યાદી

2026-07-15 19:14:43
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં વાપી સ્ટેશન પર મશીન સાઇડિંગ કમિશનિંગના કામકાજને કારણે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે. વાપી સ્ટેશન પર સાઈડ કમિશનિંગ કાર્યને સુગમ બનાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા આ પ્રોજેક્ટ સબંધિત સિગ્નલિંગના કામકાજ અંતર્ગત પ્રિ-નોન-ઇન્ટરલોકિંગ અને નોન-ઇન્ટરલોકિંગ બ્લોક હાથ ધરવામાં આવશે. 

પશ્ચિમ રેલવેમાં 'પ્રી-નોન-ઇન્ટરલોકિંગ બ્લોક' શનિવાર 18 જુલાઈ 2026ના રાતના 10.10 વાગ્યાથી 10.40 વાગ્યા દરમિયાન બ્લોક લેવામાં આવશે, ત્યાર પછી રવિવાર, 19 જુલાઈ 2026ના સવારે 9.00 વાગ્યાથી બપોરના 12.00 વાગ્યા સુધી 'નોન-ઇન્ટરલોકિંગ બ્લોક' લેવામાં આવશે, જે દરમિયાન વાપી સ્ટેશન પર મશીન સાઈડિંગના કમિશનિંગનું કાર્ય હાથ ધરવામાં આવશે.

બ્લોક સમયગાળા દરમિયાન અમુક મેલ/એક્સપ્રેસ ટ્રેનોના સંચાલન પર અસર પડશે.

18 જુલાઈના ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે

. મુંબઈ સેન્ટ્રલ–વલસાડ પેસેન્જર 30 મિનિટ મોડી ચલાવવામાં આવશે.
. અજમેર–બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 30 મિનિટ મોડી ચલાવવામાં આવશે.
. અમદાવાદ–બોરીવલી એક્સપ્રેસ 30 મિનિટ મોડી ચલાવવામાં આવશે.
. શ્રી ગંગાનગર–દાદર એક્સપ્રેસ 30 મિનિટ મોડી ચલાવવામાં આવશે.
. ભુજ–દાદર સયાજીનગરી એક્સપ્રેસ 50 મિનિટ મોડી ચલાવવામાં આવશે.
. અજમેર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 50 મિનિટ મોડી ચલાવવામાં આવશે. 
. અમૃતસર-બાંદ્રા ટર્મિનસ પશ્ચિમ એક્સપ્રેસ 50 મિનિટ મોડી નિયંત્રિત કરવામાં આવશે. 
. બાડમેર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ 40 મિનિટ મોડી નિયંત્રિત કરવામાં આવશે. 

બ્લોક સમયગાળા દરમિયાન અમુક મેલ/એક્સપ્રેસ ટ્રેનોના સંચાલન પર અસર પડશે.

19 જુલાઈની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે તે નીચે મુજબ છે:

. બાંદ્રા ટર્મિનસ–સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ (12935)ને 30 મિનિટ માટે રોકાશે 
. અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ (12934)ને 30 મિનિટ માટે રોકાશે
. અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ (82902)ને 30 મિનિટ માટે રોકાશે.
. અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ( 22954)ને 30 મિનિટ માટે રોકાશે

19 જુલાઈની શોર્ટ ટર્મિનેટ ટ્રેનની યાદી

. બોરીવલીથી સવારે 7.20 કલાકે ઉપડતી (ટ્રેન નં 69139) બોરીવલી–વલસાડ મેમુ ભિલાડ સ્ટેશન પર ટૂંકાવી, જે ભિલાડ-વલસાડ સ્ટેશનો વચ્ચે રદ રહેશે.
. વડોદરા–દહાણુ રોડ એક્સપ્રેસ વલસાડ સ્ટેશન સુધી જ દોડાવાશે, જે વલસાડ-દહાણુ રોડ વચ્ચે રદ રહેશે