Wed Jul 15 2026

Logo

કપિલ શર્માના શૉની પોલ ખોલી નાખી જાણીતા કલાકાર કીકુ શારદાએ, શું કહ્યું?

2026-07-15 18:10:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ કપિલ શર્માના કોમેડી શૉને લઈને ફરીવાર એક નવી વિગત સામે આવી છે. આ વખતે એક વાત એમના જ શૉનો એક ભાગ રહેલી વ્યક્તિએ જાહેર કરી દીધી છે. કિકુ શારદાએ જણાવ્યું હતું કે, 70 ટકા શૉ સ્ક્રિપ્ટેડ હોય છે. આવનારા મહેમાનોથી લઈને પબ્લિક સુધી અમુક વસ્તુઓ પહેલાથી ફિક્સ હોય છે, જ્યારે સલમાન ખાન સાથે વાત કરવાનું સૌથી વધારે મુશ્કેલ હોય છે, કપિલ શર્મા કોઈને પણ અસહજ મહેસૂસ થાય એ વગર શૉને આગળ લઈ જાય છે. જ્યારે તે વાત કરે છે ત્યારે એ વિષયને લગતી બીજી વાત તરત જ શોધી લે છે અને કહી દે છે. કપિલ ઓન ધ સ્પોટ એવું કરી બેસે છે જે ખરેખર સ્ક્રિપ્ટમાં હોતું નથી. એ એવું કંઈકને કંઈક કરી જ દે છે. જે શૉને ક્નેક્ટ કરીને રાખે છે. 

13 વર્ષની દોસ્તી

પોતાની વાત આગળ વધારતા કિકુએ કહ્યું હતું કે, એ (કપિલ) કાયમ કહેતો હોય છે કે, આ કામ નહીં કરે, આવું નહીં ચાલે. અથવા કોઈ એવી વાત કહી દે છે જેનાથી એક્ટરને ત્યાંથી સરળતાથી જવાનો મોકો મળી જાય છે. શૉને આગળ લીંક કરવા માટેનો એવો રસ્તો શોધી લે છે જેનાથી માહોલ અજીબ ન લાગે. જ્યારે કોઈ કોન્ટ્રાસ્ટ વાળી સ્થિતિ ઊભી થાય ત્યારે કપિલ ઘણું સારી રીતે બધુ સંભાળી લે છે. 13 વર્ષથી હું એની સાથે કામ કરૂ છું. 13 વર્ષ બાદ હું એ લેવલ પર પહોંચ્યો છું અમે એ વસ્તુનો ખ્યાલ જ હોય છે કે, એકબીજાના મનમાં શું ચાલી રહ્યું છે. ખાસ કરીને કોઈ મહેમાન આવે ત્યારે સેટ પરના દરેક કોમેડી કલાકારમાં જે ચાલી રહ્યું હોય છે એની ખબર પડી જાય છે.  

કિકુએ એ વાતની પણ સ્પષ્ટતા કરી કે, જ્યારે કોઈ મજાક કામ ન આવે ત્યારે શું થાય છે? જ્યારે કોઈ મજાક કામ નથી કરતો એ સમયે કપિલ ખૂબ ચાલાકીથી શૉને પાછો ઓનટ્રેક કરી દે છે. આવી સ્થિતિને સંભાળવામાં કપિલ માહિર છે. એને તરત જ ખ્યાલ આવી જાય છે કે, જે મુદ્દો નક્કી થયો હતો એ દર્શકો પર કામ કરતો નથી. ક્યારેક અમુક એક્ટ ખૂબ જ સારા થાય છે ક્યારેક ગમે એટલી મહેનત કરી હોય તો પણ એ ફેઈલ થઈ જાય છે. જ્યારે આવું થાય ત્યારે તમે પરાણે કોઈ દેખાડો કરી નથી શકતા.

કપિલ સરપ્રાઈઝ આપે છે

કપિલ ક્યારેક શૉની વચ્ચે જ એવી વાત કહી છે જેની આશા પણ ન હોય,એ વાત પાછી સ્ક્રિપ્ટમાં પણ હોતી નથી. એ પણ ખૂબ જ હસે છે અને આંખમાંથી પાણી નીકળી જાય એટલું હસી કાઢે છે. સલમાન ખાન અંગે વાત કરતા કિકુએ સ્પષ્ટ કર્યું કે, સલમાન ખાનના રીએક્શનનું અનુમાન કરવું કઠિન છે. એના રિએક્શનનો અંદાજ લગાવવો ખૂબ મુશ્કેલ છે. સલમાનના કેસમાં તમે ચોક્કસથી ન કહી શકો કે, તેને કઈ વાત પર હસવું આવશે. ક્યારેક કોઈ લાઈન ખૂબ જ સમય લઈને તૈયાર કરી હોય એ રજૂ થાય ત્યારે તે એના પર રીએક્શન ન પણ આપે એવું બન્યું છે. 

પહેલા એક સ્ક્રિપ્ટ નક્કી થાય છે પણ જે રીતે વાત આગળ વધે છે એ રીતે ટીમ એ વિષય સંબંધી આગળ કામ કરતી હોય છે, જે સ્ક્રિપ્ટ નક્કી હોય છે એને અમે ફોલો કરીએ છીએ. પણ એક લિમિટ પછી એમાં પોઝ લાગી જાય છે. ક્યારેક નક્કી કરેલી સ્ક્રિપ્ટમાં ટકી રહેવું પણ કઠિન હોય છે, કારણ કે મહેમાન અમુક વિષયને બિલકુલ વિચાર્યા ન હોય એવી દિશા આપી જાય છે. જાણી જોઈને ટીમ કે શૉના કલાકાર આવનારા મહેમાનને શૉની થીમ કે, પંચલાઈન કહેતા નથી. 

ફાયદો થાય એવી વાત કહી

આનાથી ફાયદો એ થાય છે કે, એ મહેમાનોના અસલી રીએક્શન જાણવા મળે છે. અમે રીયલ રીએક્શન પર કામ કરીએ છીએ. મહેમાનોને પણ કોઈ જોક્સ અંગે કે પંચલાઈન અંગે ખાસ કોઈ જાણકારી હોતી નથી. સ્ટેજ પર આવ્યા બાદ તેઓ પહેલીવાર જે અનુભવ કરે છે એ અમારા માટે ખૂબ જ ખાસ હોય છે. 
અમે પણ એવું ઈચ્છીએ છીએ કે તેઓ નેચરલી રિએક્ટ કરે અને અસલી રિએક્શનમાં મજા આવે. પછી થીમ અને માહોલના હિસાબથી બધુ આગળ વધે છે. જેમાં કપિલ મુખ્ય એંકરની ભૂમિકા અદા કરે છે. પછી ઘણીવાર ચાલું શૉએ પણ ઘણું બદલવું પડતું હોય છે. આવું ક્યારેય નક્કી હોતું નથી