નવી દિલ્હી/પેરિસ: તાજેતરમાં પેરિસમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે વિશ્વ પ્રસિદ્ધ એફિલ ટાવરની મુલાકાત સમયે કથિત રીતે મહિલા સ્ટાફને દૂર રાખવાની માગણી મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો. જો કે આ અંગે થયેલી તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. તપાસમાં BAPS ને ક્લિનચીટ મળી ગઈ છે, તપાસમાં જાણવા મળ્યું છે કે BAPS તરફથી મહિલા સ્ટાફને હટાવવા જેવી કોઈ માંગ કરવામાં નહોતી આવી.
આ વિવાદ ગયા મહિને શરૂ થયો હતો, જ્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થાના 100 જેટલા સંતોની એફિલ ટાવરની મુલાકાત દરમિયાન મહિલા સ્ટાફને ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલા કર્મચારીઓએ હડતાળ પાડી દીધી હતી, જેથી એફિલ ટાવર એક દિવસ બંધ રહ્યો હતો. અન્ય સંસ્થાઓએ પણ હડતાળનું સમર્થન કર્યું હતું. જો કે BAPS એ આ અંગેના તમામ આક્ષેપોને પહેલેથી જ નકારી કાઢ્યા હતા.
અહેવાલો અનુસાર, તપાસ રિપોર્ટમાં એ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે બીએપીએસ ડેલીગેશનના આગ વન પહેલા જ મહિલા કર્મચારીઓને થોડી ક્ષણો માટે હટવાનું કહેવામાં આવ્યું હતું, જો કે તેનો અર્થ ત્યાંથી જતું રહેવાનો નહોતો. માત્ર થોડા વખત માટે આસપાસ રહેવાનું કહેવામાં આવ્યું હતું. આમ સંદેશનો ખોટો અર્થ કાઢી લેવાયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
— BAPS Mandir Swaminarayan Hindou de Paris (@BAPSParis) October 1, 2026
અત્રે ઉલ્લેખનીય છે કે એફિલ ટાવરનું સંચાલન કરનારી કંપનીના પ્રમુખ આ વર્ષના અંતમાં પોતાનું પદ છોડવાના છે. વર્ષ 2018 થી એફિલ ટાવરના મહાનિર્દેશક રહેલા પેટ્રિક બ્રાંકો ના કાર્યકાળમાં થયેલી આંતરિક તપાસમાં મુલાકાતના આયોજનમાં અમુક ત્રુટિઓ બહાર આવી હતી. કાચી કંપનીએ મહિલા કર્મચારીઓને હટાવવાના નિર્ણયને ગેરવાજબી ગણાવ્યો હતો.
આ સમગ્ર વિવાદ 5 સપ્ટેમ્બરના રોજ શરૂ થયો હતો જેમાં બીએપીએસ સાથે સંકળાયેલા શો સંતોના પ્રતિનિધિ મંડળે એફિલ ટાવરનો એક ખાનગી પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન એફિલ ટાવરમાં મહિલા કર્મચારીઓને હટાવીને પુરુષ કર્મચારીઓને ફરજપરસ્ત કરવામાં આવ્યા હતા.