અબુધાબી: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં બનેલી ઘટના બાદ UAE એ નિવેદન જાહેર કર્યું છે. UAEએ આ ઘટનાને સત્તાવાર રીતે 'આતંકવાદી કૃત્ય' ગણાવ્યું છે. UAE સરકારના જણાવ્યા અનુસાર આ કોઈ સામાન્ય ઝઘડો કે અકસ્માત નહોતો. પરંતુ શાંતિ ભંગ કરવાનું એક ઈરાદાપૂર્વકનું કાવતરું હતું. આ ઉપરાંત UAEએ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના ખૂબ જ વખાણ કર્યા છે.
મામલાની ઊંડી તપાસ હાથ ધરી
UAEએ ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરની નિર્ભયતા અને અસાધારણ બહાદુરીના ખૂબ વખાણ કર્યા છે. તેમજ સાચા હીરો ગણાવ્યા છે. UAEએ સ્પષ્ટ કર્યું છે કે તે આ ઘટનાને કોઈપણ સંજોગોમાં હળવાશથી લેશે નહીં અને મામલાની ઊંડી તપાસ હાથ ધરી છે.
Captain Smit Machchhar: સ્મિતની હિંમતને PM મોદી, ટ્રમ્પ-નેતન્યાહૂએ કર્યા સલામ
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 1, 2026
કૅપ્ટન સ્મિત મચ્છરની હિંમતને લોકો દેશ-દુનિયાથી સલામ કરી રહ્યા છે, ફ્લાયદુબઈની ફ્લાઇટમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ દરમિયાન ઈજાગ્રસ્ત હોવા છતાં સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજો ખોલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા… pic.twitter.com/jAbWfKuR4V
હુમલાખોરે કોકપિટની અંદર હિંસા આચરવાનો જે પ્રયાસ કર્યો
આ ઘટના બાદ બાદ સમગ્ર વિશ્વની નજર UAEના વલણ પર હતી. આખરે, UAEના રાષ્ટ્રપતિના એક વરિષ્ઠ સલાહકારે આ મામલે સરકારનું સત્તાવાર વલણ સ્પષ્ટ કરવા માટે પહેલ કરી છે. આ પ્રથમ વખત છે જ્યારે UAEના કોઈ ઉચ્ચ અધિકારીએ આ ઘટનાને ખુલ્લેઆમ "આતંકવાદી હુમલો" ગણાવી છે.UAEના અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાખોરે કોકપિટની અંદર હિંસા આચરવાનો જે પ્રયાસ કર્યો તે સ્પષ્ટપણે ઉગ્રવાદ અને આતંકવાદ સાથે જોડાયેલી ઘટના તરફ નિર્દેશ કરે છે.
કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે
UAE સરકારે સ્વીકાર્યું કે જો તે નિર્ણાયક ક્ષણે કેપ્ટન સ્મિત મચ્છરે યોગ્ય નિર્ણય ન લીધો હોત તો આ ઘટના એક વિશાળ અને ભયાનક દુર્ઘટનામાં પરિણમી શકી હોત. UAE વહીવટીતંત્રે આતંકવાદ અને ઉગ્રવાદનો સામનો કરવા માટે સતત સતર્કતા રાખવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે આ બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે.