Mon Oct 05 2026

Logo

પોતાના 11 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે દરિયાને કિનારે રોમેન્ટિક થયો બોલીવૂડનો હેન્ડસમ હંક, એક્સ વાઈફે પોસ્ટ કરી એવી કમેન્ટ તકે

2026-10-02 12:22:00
Author: Darshana Visaria
પોતાના 11 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે દરિયાને કિનારે રોમેન્ટિક થયો બોલીવૂડનો હેન્ડસમ હંક, એક્સ વાઈફે પોસ્ટ કરી એવી કમેન્ટ તકે

બોલીવૂડના 'ગ્રીક ગોડ' ગણાતો એક્ટર ઋતિક રોશન અને અભિનેત્રી-સિંગર સબા આઝાદ છેલ્લાં ઘણા સમયથી પોતાના સંબંધોને લઈને સતત ચર્ચામાં રહે છે. બંને અવારનવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર પણ પોતાની ખાસ પળોની ઝલક શેર કરતાં રહે છે. હવે આ લવિંગ કપલે પોતાના રિલેશનશિપના સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે.

આ સ્પેશિયલ ડે પર ઋતિકે સબા સાથે વિતાવેલી કેટલીક અત્યંત સુંદર અને અંગત પળોની રોમેન્ટિક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પોસ્ટ સામે આવતાં જ ફેન્સ તેમજ સેલેબ્સે તેમને વધામણાં આપ્યાં હતાં, પરંતુ સૌથી વધુ ધ્યાન ઋતિકની પૂર્વ પત્ની સુઝેન ખાનની પ્રેમાળ કોમેન્ટે ખેંચ્યું છે.

ઋતિકે શેર કરેલા ફોટોમાં સીરિઝમાં પહેલાં ફોટોમાં બંને દરિયા કિનારે સૂર્યાસ્તના સુંદર નજારા વચ્ચે એકબીજાને ગળે લગાવીને ઊભેલા જોવા મળે છે. બીજી ફોટાઓમાં ઋતિક પોતાની લેડીલવ સુઝૈન સાથે કોઈ નદી કિનારે વેકેશન એન્જોય કરતા કેઝ્યુઅલ સેલ્ફી લેતાં દેખાયઈ રહ્યો છે.
 

સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા ઋતિક રોશને પ્રેમભર્યા અંદાજમાં લખ્યું હતું કે યે હમારા બર્થડે હૈ, યે હમારા પાંચવા સાલ હૈ" (આ આપણો બર્થડે છે, આ આપણું પાંચમું વર્ષ છે). આ પોસ્ટ પર બોલીવૂડના અનેક જાણીકા કલાકારો અને ચાહકોએ લાઈક્સ અને શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી આ પોસ્ટ સૌથી વધુ ધ્યાન કોઈએ ખેંચ્યું હોય તો તે ઋતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાનની કમેન્ટ છે. આ પોસ્ટ પર સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સુઝેન ખાનની કમેન્ટ રહી. સુઝેને દિલ ખોલીને લખ્યું હતું કે કેટલું ક્યૂટ છે, હેપ્પી એનિવર્સરી!

ઋતિક અને સુઝેને વર્ષ 2000માં લગ્ન કર્યા હતા અને 14 વર્ષના દાંપત્યજીવન બાદ 2014માં પરસ્પર સહમતિથી છૂટાછેડા લીધા હતા. છૂટા પડ્યા બાદ પણ બંને વચ્ચે મજબૂત દોસ્તી કાયમ રહી છે. તેઓ પોતાના પુત્રો રેહાન અને રિદાનના ઉછેર માટે નિયમિતપણે સાથે મળીને પારિવારિક ઉત્સવો ઉજવે છે.

ઋતિક અને સબાના અફેરની ચર્ચાઓ 2022માં જોર પકડી ચૂકી હતી, જ્યારે ઋતિક રોશન સબા સાથેની તસવીર શેર કરીને પોતાના પ્રેમને સત્તાવાર માન્યતા આપી હતી. ત્યારથી અત્યાર સુધી બંને એકબીજાના પારિવારિક કાર્યક્રમો, વેકેશન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગ્લેમરસ ઈવેન્ટ્સમાં હાથમાં હાથ નાખીને જોવા મળે છે.

ઋતિક રોશન તાજેતરમાં અયાન મુખર્જી દિગ્દર્શિત અને યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની ફિલ્મ 'વોર 2' (War 2) માં જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી સાથે જોવા મળ્યા હતા, જેણે વિશ્વભરમાં આશરે રૂપિયા 364 કરોડનું કલેક્શન કર્યું હતું. હવે તેઓ પોતાની આગામી ફિલ્મ અને ડિરેક્શન ક્ષેત્રે પ્રવેશને લઈને તૈયારી કરી રહ્યા છે.

વાત કરીએ સબા આઝાદ કોણ છે એની તો એક્ટિંગ તેમ જ સંગીત બંનેમાં એક્ટિવ છે. તાજેતરમાં તે એમેઝોન પ્રાઇમ વિડિયો પર આવેલી ફિલ્મ 'સોંગ્સ ઓફ પેરેડાઇઝ'માં જોવા મળી હતી. આ ઉપરાંત, તે અનુરાગ કશ્યપની ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'બંદર' (Bandar)નો પણ હિસ્સો રહી ચૂકી છે, જેમાં બોબી દેઓલ અને સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે.